Home /News /business /

LIC Dhan Rekha plan: જાણો આ પ્લાનના ફિચર્સ અને લાભ સહીત બધું જ

LIC Dhan Rekha plan: જાણો આ પ્લાનના ફિચર્સ અને લાભ સહીત બધું જ

ભારતીય જીવન વીમા નિગમ (LIC) સમયાંતરે અવનવી પ્રોડક્ટ બજારમાં ઉતારે છે (પ્રતિકાત્મક તસવીર)

LIC plan - LICએ તાજેતરમાં નવો ધનરેખા પ્લાન (LIC Dhan Rekha plan) લોન્ચ કર્યો છે

ભારતીય જીવન વીમા નિગમ (LIC) સમયાંતરે અવનવી પ્રોડક્ટ બજારમાં ઉતારે છે. આ પ્રોડક્ટ ગ્રાહકોને ખૂબ જ અનુકૂળ હોવથી LICનો વ્યાપ સતત વધે છે. ત્યારે LICએ તાજેતરમાં નવો ધનરેખા પ્લાન (LIC Dhan Rekha plan) લોન્ચ કર્યો છે. LIC એ તાજેતરમાં જ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પ્લાનની વિગતો વિશે ટ્વિટ કર્યું હતું. આ પ્લાન હેઠળ તમામ લાભોની સંપૂર્ણ ગેરન્ટી આપવામાં આવી છે. આ સ્કીમમાં રસ ધરાવનાર વ્યક્તિઓ LICની ઓફિશિયલ વેબસાઇટ licindia.in પર લોગિન કરી શકે છે.

ધનરેખા યોજના

LICનો ધન રેખા નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઈન્ડિવિડ્યુઅલ, સેવિંગ્સ, લાઇફ ઈન્શ્યોરન્સ પ્લાન છે, જે સુરક્ષા અને બચતનું આકર્ષક કોમ્બિનેશન પૂરું પાડે છે. પોલિસી ટર્મ દરમિયાન પોલિસી ધારકના મૃત્યુના કિસ્સામાં આ પ્લાન પરિવારને નાણાંકીય સહાય પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે કે, પોલિસી ટર્મ દરમિયાન પોલિસીધારકની હાજરી હોય ત્યારે સમયાંતરે ચુકવણી પણ કરવામાં આવશે અને પરિપક્વતા સમયે જીવિત પોલિસીધારકને લમ્પસમ ચુકવણીની બાંયધરી આપવામાં આવશે. આ પ્લાનમાં લોનની સુવિધા પણ છે.

આ પણ વાંચો - Car waiting period: ભારતમાં આ કાર્સ માટે હાલ ચાલી રહ્યું છે સૌથી લાંબુ વેઇટિંગ

વીમા રકમ અને મેચ્યોરિટીના લાભ

આ પ્લાનમાં લઘુત્તમ બેઝિક વીમા રકમ રૂ. 2,00,000 છે અને મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. જો કોઈ વ્યક્તિ મુદતની અંદર મૃત્યુ પામે છે, તો નોમિનીને બોનસની સાથે વીમાની રકમના 125 ટકા આપવામાં આવે છે. જ્યારે પાકતી મુદત પૂરી થયા પછી વીમા ધારકોને 100% પૈસા પાછા આપવામાં આવે છે. આમાં મની બેકને 100%ની મેચ્યોરિટીમાં જોડવામાં નથી આવતું.

સર્વાઈવલ બેનિફિટ

20 વર્ષની પોલિસી - 10મા અને 15મા વર્ષના અંતે વીમા રકમના 10%.

30 વર્ષની પોલિસી - 15મા, 20મા અને 25મા વર્ષના અંતે વીમાની રકમના 15%.

40 વર્ષની પોલિસી - 20મા, 25મા, 30મા અને 35મા વર્ષના અંતે વીમાની રકમના 20%.

આ લોકોને મળશે પોલિસીનો લાભ

મની લાઇન પોલિસી હેઠળ 40 વર્ષની મુદત પર ન્યૂનતમ ઉંમર 90 દિવસ અને મહત્તમ ઉંમર 55 વર્ષ છે. 30 વર્ષની મુદત પર ન્યૂનતમ 2 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ છે. 20 વર્ષની મુદત પર ન્યૂનતમ 3 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ છે.

આ પણ વાંચો - LIC Plan: દરરોજ માત્ર 8 રૂપિયાના રોકાણમાં મેળવો રૂ. 17 લાખ, જાણો શું છે સ્કીમ

સિંગલ પ્રીમિયમ ચૂકવણી માટે મૃત્યુના કિસ્સામાં વીમાની રકમને વીમાની રકમના 125% તરીકે વ્યાખ્યાયિત કરાઈ છે. લિમિટેડ પ્રીમિયમ ચૂકવણી માટે મૃત્યુના કિસ્સાના વીમાની રકમ એ બેઝિક સમ એશ્યોર્ડના 125% અથવા વાર્ષિક પ્રીમિયમના 7 ગણા વધારે તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

લિમિટેડ પ્રીમિયમ ચુકવણી હેઠળ મૃત્યુ લાભ એ કોઈપણ વધારાના પ્રીમિયમ, કોઈપણ રાઈડર પ્રીમિયમ અને મોતની તારીખ સમયના કરવેરા સિવાય ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 105% કરતા ઓછો નહીં હોય. વધુ માહિતી LICની સત્તાવાર વેબસાઇટ licindia.in પર મળી શકે છે.
First published:

Tags: LIC, LIC Plan, બિઝનેસ

આગામી સમાચાર