નવી દિલ્હી. જો તમારી પાસે પણ ભારતીય જીવન વીમા નિગમની (Life Insurance Corporation of India- LIC) કોઈ પોલિસી ખરીદેલી છે અને તમે પોલિસી પ્રીમિયમની (Policy Premium) જાણકારી મોબાઇલ પર ઈચ્છો છો તો પોતાની કોન્ટેક્ટ ડિટેલ તાત્કાલિક અપડેટ કરી દો. LIC પોતાના ગ્રાહકોને પ્રીમિયમ અને તેના સાથે જોડાયેલી સૂચનાઓ મોબાઇલ પર નોટિફિકેશન એલર્ટ (LIC Notification Alert) તરીકે મોકલે છે.
એલઆઇસીથી આ સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે ગ્રાહકની કોન્ટેક્ટ ડિટેલ એલઆઇસીની સાથે રજિસ્ટર થવી જરુરી છે. ગ્રાહક કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરી ઓનલાઇન જ પોતાની કોન્ટેક્ટ ડિટેલ રજિસ્ટર કરી શકે છે અને પોતાના મોબાઇલ પર નોટિફિકેશન એલર્ટ મેળવી શકે છે. આવો જાણીએ તેની પ્રક્રિયા વિશે...
આવી રીતે અપડેટ કરો કોન્ટેક્ટ ડિટેલ્સ
>> સૌ પ્રથમ તમારે LIC ની વેબસાઇટ www.licindia.in પર જવું પડશે.
>> હવે 'Customer Services' નામનું બટન હોમ પેજની ટોચ પર દેખાશે, તેના પર જઈને સ્ક્રોલ ડાઉન કરો.
>> ત્યાર પછી યાદીમાંથી 'અપડેટ યોર કોન્ટેક્ટ ડિટેલ્સ ઓનલાઇન' પર ક્લિક કરો.
>> હવે તમે નવા પેજ પર પહોંચશો. અહીં 'અપડેટ યોર કોન્ટેક્ટ ડિટેલ્સ ઓનલાઇન' લિંક પર ક્લિક કરો.
>> સ્ક્રીન પર ખુલેલા એક નવા પેજમાં પોતાની જાણકારી નોંધવાની રહેશે.
>> હવે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સને ચેક કરો અને ડિક્લેરેશન બોક્સ અને સબમિટ પર ક્લિક કરો.
>> પોલિસી નંબર દાખલ કરો.
>> હવે વેલિડેટ પોલિસી ડિટેલ્સ' પર ક્લિક કરો અને પોલિસી નંબર/સંખ્યાને વેલિડેટ કરો. આ રીતે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવશે. હવે તમે માત્ર થોડા ક્લિક્સ સાથે તમારા પોલિસી પ્રિમીયમ ઓનલાઇન ચૂકવી શકો છો.
>> એલઆઈસી પોલિસીનું ઓનલાઈન સ્ટેટસ જાણવા માટે તમારે પહેલા ઓફિશિયલ વેબસાઈટ https://www.licindia.in/ પર જવું પડશે. સ્ટેટસ જાણવા માટે તમારે અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
>> રજિસ્ટ્રેશન માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી. આ માટે, તમારે પોતાની જન્મ તારીખ, નામ, પોલિસી નંબર દાખલ કરવો પડશે. એકવાર રજિસ્ટર્ડશન થઈ ગયા બાદ તમે ગમે ત્યારે તમારું સ્ટેટસ ચેક શકો છો.
>> જો તમને કોઈ માહિતી જોઈતી હોય તો તમે 022 6827 6827 પર કોલ પણ કરી શકો છો. આ ઉપરાંત, તમે 9222492224 નંબર પર LICHELP લખીને મેસેજ પણ મોકલી શકો છો. આમાં મેસેજ મોકલવા માટે તમારા પૈસા કપાશે નહીં.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર