LICની આ પોલિસીમાં મળશે 17.5 લાખ રૂપિયા, FDથી વધુ મળશે વ્યાજ, જાણો આ ખાસ પ્લાન વિશે

LICની આ પોલિસીમાં મળશે 17.5 લાખ રૂપિયા, FDથી વધુ મળશે વ્યાજ, જાણો આ ખાસ પ્લાન વિશે
LIC Bima Jyoti પોલિસીમાં ગ્રાહકોને ફિક્ડ્જ ઇનકમની સાથોસાથ ગેરેન્ટેડ રિટર્નની પણ સુવિધા મળશે

LIC Bima Jyoti પોલિસીમાં ગ્રાહકોને ફિક્ડ્જ ઇનકમની સાથોસાથ ગેરેન્ટેડ રિટર્નની પણ સુવિધા મળશે

  • Share this:
    નવી દિલ્હી. જો તમે પણ એલઆઇસી (LIC) નો કોઈ પ્લાન લેવાના છો તો આજે અમે આપને કંપનીના એક ખાસ પ્લાન વિશે જણાવીશું. નોંધનીય છે કે, આ પ્લાન કંપનીએ ફેબ્રુઆરીમાં લૉન્ચ કર્યો છે. આ પ્લાનનું નામ વીમા જ્યોતિ પોલિસી (LIC Bima Jyoti) છે. આ પોલિસીમાં ગ્રાહકોને ફિક્ડ્1 ઇનકમની સાથો-સાથ ગેરન્ટેડ રિટર્નની પણ સુવિધા મળશે. આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટિંગ પ્લાન છે. થોડા રોકાણ બાદ તેમાં આપને મેચ્યોરિટી પર 17.5 લાખ રૂપિયા મળશે. આવો જાણીએ કેવી રીતે...

    કેટલું મળશે ગેરેન્ટેડ રિટર્ન?



    આ પોલિસીમાં આપને ટર્મ દરમિયાન દરેક વર્ષના અંતમાં 50 રૂપિયા પ્રતિ હજાર બેઝિક સમ અશ્યોર્ડ ઉપરાંત ગેરન્ટી આપવામાં આવે છે. એટલે કે તેમાં આપને 50 રૂપિયા પ્રતિ હજાર સમ અશ્યોર્ડ પર ગેરેન્ટેડ બોનસ મળશે.

    આ પણ વાંચો, CBSE Board Exam News: સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓને લઈ 10 મહત્ત્વના અપડેટ્સ જાણવા જરૂરી

    મિનિમમ સમ અશ્યોર્ડ એક લાખ રૂપિયા

    આ પ્લાનમાં આપને બેઝિક સમ અશ્યોર્ડ એક લાખ રૂપિયાનો છે. બીજી તરફ, તેમાં ઉપરની લિમિટ નથી. આ પોલિસી 15થી 20 વર્ષની અવધિ માટે લઈ શકાય છે. 15 વર્ષની પોલિસીની અવધિ માટે પીપીટી 10 વર્ષ હશે અને 16 વર્ષની પોલિસી માટે પીપીટી 11 વર્ષ હશે.

    વીમા જ્યોતિ પોલિસીની શું છે ખાસયતો?

    >> આ પોલિસીને તમે ઓનલાઇન ખરીદી શકો છો.
    >> તેના માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષની છે.
    >> આ ઉપરાંત પરિપક્વતા પર મહત્તમ ઉંમર મર્યાદા 75 વર્ષની છે.
    >> આ પોલિસીમાં પ્રવેશની લઘુત્તમ ઉંમર 90 દિવસ અને મહત્તમ 60 વર્ષ છે.
    >> પોલિસીમાં બેન્ક ડેટિંગની સુવિધા.
    >> ગ્રાહકોને મેચ્યોરિટી સેટલમેન્ટ ઓપ્શનની સુવિધા મળશે.
    >> 5, 10 અને 15 વર્ષના હપ્તામાં પરિપક્વતા અને મૃત્યુ લાભ માટેના ઓપ્શન મળશે.
    >> પોલિસી અવધિ દરમિયાન ગેરન્ટીડ એડિશન 50 રૂપિયા પ્રતિ હજાર પ્રતિ વર્ષ બોનસ.
    >> આકસ્મિક અને વિકલાંગતા લાભ રાઇડર, ગંભીર બીમારી, પ્રીમિયમ માફ રાઇડર અને ટર્મ રાઇડરનો લાભ ઉઠાવવાનો વિકલ્પ ઉપલબ્ધ.
    >> પોલિસી અવધીની તુલનામાં 5 વર્ષ ઓછા પ્રીમિયમની ચૂકવણી.

    આ પણ વાંચો, જો તમે પણ લીધી છે LICની પોલિસી તો થઈ જાઓ સાવધાન, નહીં તો ડૂબી શકે છે આપની બચત

    કેવી રીતે મળશે 17.5 લાખ રૂપિયા?

    જો તમે 15 વર્ષની અવધિ માટે પોલિસી લો છો તો આપને 10 વર્ષ માટે પ્રીમિયમ ભરવું પડશે. 10 વર્ષનું પ્રીમિયમ 82545 રૂપિયા હશે. આ ઉપરાંત આપને મેચ્યોરિટીના વર્ષ સુધી દર વર્ષે 50 હજાર રૂપિયા મળશે તો આ રકમ 7.50 લાખ થશે. તેનો અર્થ એ છે કે 10 લાખની પોલિસી પર આપને મેચ્યોરિટીના સમયે કુલ 17.5 લાખ રૂપિયા મળશે. જો ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમ પર વ્યાજ જોડીએ તો તે 7.215 હોઈ શકે છે, જે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળનારા વ્યાજથી વધુ છે.
    Published by:Mrunal Bhojak
    First published:April 15, 2021, 07:15 am

    ટૉપ ન્યૂઝ