LICએ તમામ પોલિસી હોલ્ડર્સ માટે જાહેર કરી જરૂરી સૂચના, ફટાફટ કરો ચેક

ભારતીય જીવન વીમા નિગમે (Life Insurance Corporation of India- LIC) પોતાના તમામ પોલિસી હોલ્ડર્સને ટ્વીટ કરી જરૂરી સૂચના આપી છે. (પ્રતીકાત્મક તસવીર)

LIC Alert: જો તમે પણ LICની પોલિસી લીધો છે તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે

  • Share this:
    નવી દિલ્હી. જો તમે પણ LICનો જીવન વીમો લીધો છે તો આ સમાચાર આપના માટે ખૂબ જ કામના છે. ભારતીય જીવન વીમા નિગમે (Life Insurance Corporation of India- LIC) પોતાના તમામ પોલિસી હોલ્ડર્સને ટ્વીટ કરી જરૂરી સૂચના આપી છે. મૂળે, પોલિસીની સાથે પેન કાર્ડને લિંક (PAN link with LIC policy) કરવી જરૂરી છે. એલઆઇસીએ (LIC) પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર આ વાતની જાણકારી આપી છે.

    નોંધનીય છે કે, સરકારે PAN અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ, 2022 કરી દીધી છે. કંઈક આવો જ નિયમ માર્કેટ રેગ્યુલેટર SEBIએ પણ નક્કી કર્યો છે અને રોકાણકારોને પોતાના PANને Aadhaar સાથે લિંક કરવા માટે કહ્યું છે. આ રીતે LICએ પણ PAN-Aadhaar Link કરવા માટે કહ્યું છે.



    જો તમે પણ હજુ સુધી પોલિસીને PANથી લિંક નથી કરાવ્યું તો તમે ઘરે બેઠા ઓનલાઇન કરી શકો છો. ચાલો જાણીએ તેના સ્ટેપ્સ...

    1. LICની વેબસાઇટ પર પોલિસીના લિસ્ટની સાથે PANની જાણકારી આપો.
    2. હવે પોતાનો મોબાઇલ નંબર નોંધો. LIC તરફથી તે મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને નિયત સ્થળે એન્ટર કરો.
    3. ફોર્મ સબમિટ થયા બાદ રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ સફળ થવાનો મેસેજ મળશે.
    4. હવે આપ જાણી શકશો કે તમારો PAN પોલિસી સાથે લિંક થઈ ગયો છે.

    આ પણ વાંચો, 233 રૂપિયાની બચતથી તૈયાર કરો 17 લાખનું ફંડ, જાણો કેવી રીતે ક્યાં રોકશો નાણા?

    ઘરે બેઠા ચેક કરો પોલિસીનું સ્ટેટસ

    >> આપને LIC પોલિસીનું ઓનલાઈન સ્ટેટસ જાણવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ https://www.licindia.in/ પર જવું પડશે. સ્ટેટસ જાણવા માટે તમારે અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
    >> રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી. આ માટે, તમારી જન્મ તારીખ, નામ, પોલિસી નંબર દાખલ કરવો પડશે. એકવાર રજિસ્રેબ શન થઈ ગયા બાદ તમે ગમે ત્યારે તમારું સ્ટેટસ ચકાસી શકો છો.
    >> જો તમને કોઈ માહિતી જોઈતી હોય તો તમે 022 6827 6827 પર ફોન પણ કરી શકો છો. આ ઉપરાંત તમે 9222492224 નંબર પર LICHELP <પોલિસી નંબર> લખીને મેસેજ પણ મોકલી શકો છો. આ મેસેજ મોકલવા માટે તમારા પૈસા કપાશે નહીં.

    આ પણ વાંચો, Earn Money: 1 લાખ રૂપિયાના રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી મહિને કરો 8 લાખની બમ્પર કમાણી, સરકાર કરશે મદદ

    SMSના માધ્યમથી કેવી રીતે જાણકારી મેળવશો?

    >> મોબાઇલથી SMS મોકલીને પણ તમે પોલિસીના સ્ટેટસની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તેના માટે આપને 56677 પર SMS મોકલવો પડશે.
    >> જો આપને પોલિસીનું પ્રીમિયમ જાણવું છે તો તમે ASKLIC PREMIUM ટાઇપ કરી 56677 નંબર પર SMS મોકલી શકો છો.
    >> જો પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો તેના માટે ASKLIC REVIVAL ટાઇપ કરી SMS કરવાનો રહેશે.
    Published by:Mrunal Bhojak
    First published: