આ યોજનામાં પ્રવેશ માટે લઘુત્તમ વય 8 વર્ષ અને મહત્તમ 55 વર્ષ છે.
LIC Investment: LIC આપી રહી છે આ ઉત્તમ સ્કીમનો મોકો. રોજના રૂપિયા 58 ભરો. મેચ્યોરિટી સમયે મળશે 8 લાખ રૂપિયા. અહીં જાણો કઈ સ્કીમ છે અને કોણ તેનો લાભ ઉઠાવી શકશે.
LIC Money Investment Scheme: કમાણી કરતાં રોકાણ વધુ મહત્વનું છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ ઘણું કમાય છે પરંતુ તેમ છતાં તેમનું બેંક બેલેન્સ ઘણું ઓછું રહે છે. પૈસા વધારવા માટે, સારી સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે. સરકાર દ્વારા રોકાણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાં પૈસા ડૂબવાનો ભય નથી. તમજ દર મહિને માત્ર થોડા રૂપિયાનું રોકાણ કરીને, તમે નોંધપાત્ર બેંક બેલેન્સ બનાવી શકો છો.
આજે અમે તમને એવા જ એક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમે નાની રકમ જમા કરીને સારી બચત કરી શકો છો. આ સ્કીમ એલઆઈસીની છે. LIC મહિલાઓથી લઈને વિવિધ ઉંમરના લોકો માટે પોલિસીઓ છે. બેંકો અને પોસ્ટ ઓફિસો દ્વારા પૂરી પાડવામાં આવતી બચત સાથે જોડાયેલી યોજનાઓ પછી નાણાં બચાવવા માટે LIC યોજનાઓ ભારતીયો માટે લોકપ્રિય વિકલ્પ છે. લોકો LICની યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ચાલો, અમે તમને આ સ્કીમ વિશે જણાવીએ.
ભારતીય જીવન વીમા નિગમ સમાજના દરેક વર્ગ માટે યોજનાઓ ધરાવે છે. આ જ કારણ છે કે તે વીમા ક્ષેત્રમાં માર્કેટ લીડર છે. LIC આધાર શિલા પોલિસી ઓછી અને મધ્યમ આવકના લોકો માટે સારી યોજના છે. તેની લઘુત્તમ રકમ 75000 રૂપિયા અને મહત્તમ 3 લાખ રૂપિયા છે. તમે LIC આધાર શિલામાં રોકાણ કરવા માટે દરરોજ એક સામાન્ય રકમ અલગ રાખી શકો છો. આ મોટાભાગની LIC પોલિસીની જેમ લાંબા ગાળાનું રોકાણ છે. તે વ્યક્તિને મૃત્યુ કવચ પણ આપે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 58 રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને મેચ્યોરિટી સમયે લાખો રૂપિયા મળશે. મૃત્યુ પર વીમાની રકમ વાર્ષિક પ્રીમિયમ કરતાં સાત ગણી અને મૂળભૂત વીમા રકમના 110% છે. આ યોજનામાં પ્રવેશ માટે લઘુત્તમ વય 8 વર્ષ અને મહત્તમ 55 વર્ષ છે. પોલિસીની મુદત 10 થી 20 વર્ષની છે.
મેચ્યોરિટી પર 8 લાખ મળશે
આ યોજના ફક્ત મહિલાઓ માટે છે. ન્યૂનતમ પ્લાન ટર્મ 10 થી 20 વર્ષની વચ્ચે છે. પરિપક્વતા માટેની મહત્તમ ઉંમર 70 વર્ષ છે. તેમાં લોયલ્ટી એડિશન ફીચર પણ છે. પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચૂકવવાનું રહેશે. જો તમે 20 વર્ષના છો અને દરરોજ 58 રૂપિયાના દરે રોકાણ કરો છો તો તમે વાર્ષિક 21,918 રૂપિયાનું રોકાણ કરશો. 20 વર્ષ પછી તમારી રોકાણ કરેલી રકમ 4,29,392 રૂપિયા થઈ જશે. મેચ્યોરિટી સમયે તમને 7,94,000 રૂપિયા મળશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર