Aadhaar Shila: મહિલાઓ માટે LICની વિશેષ વીમા યોજના, રોજ 29 રૂપિયા જમા કરતાં કેટલા લાખ મળશે?

આ વખતે ભારતીય જીવન વીમા નિગમે મહિલાઓ માટે રજૂ કરવામાં આવેલી વીમા યોજના ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

ભારતીય જીવન વીમા નિગમે મહિલાઓ માટે રજૂ કરેલો પ્લાન ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે, આ પ્લાનનું નામ છે ‘આધાર શિલા’

  • Share this:
    LIC: દેશની સૌથી મોટી વીમા કંપની LIC નવી નવી વીમા યોજના લાવતી રહે છે. આ વખતે ભારતીય જીવન વીમા નિગમે  (Life Insurance Corporation of India) મહિલાઓ માટે રજૂ કરવામાં આવેલી વીમા યોજના ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. આ યોજનાનું નામ આધાર શિલા (Aadhaar Shila) છે. આ પ્લાનના નામમાં આધાર શબ્દ જોડવા પાછળનો ખાસ ઉદ્દેશ્ય છે. આ પોલિસીને માત્ર એવી જ મહિલાઓ (LIC Plan for Women) ખરીદી શકે છે, જેમની પાસે આધાર કાર્ડ છે.

    1 ફેબ્રુઆરી 2020ના રોજ Aadhaarshila પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. લાઇફ કવરની સાથે આ પોલિસી બચત પણ પૂરી પાડે છે. જો કોઈ મહિલા આ પોલિસીમાં 29 રૂપિયા રોજના રોકાણ કરે છે તો મેચ્યોર થવા પર તેમને 4 લાખ રૂપિયા મળશે. આ દરમિયાન આ પ્લાનમાં લોન પણ લઈ શકાય છે.

    કેટલા સમય માટે લઈ શકાય છે પ્લાન?

    8થી લઈને 55 વર્ષની ઉંમની કોઈ પણ મહિલા આ પોલિસીને ખરીદી શકે છે. તેને 10 વર્ષની ટર્મ માટે લઈ શકાય છે. મહત્તમ અવધિ 20 વર્ષની છે. મેચ્યોરિટી પર મહિલાની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

    વીમાની રકમ

    આ પ્લાન હેઠળ મિનિમમ 75 હજાર રૂપિયાનો વીમો મળી શકે છે, જ્યારે મહત્તમ રકમ 30 લાખ રૂપિયા છે. પોલિસી હોલ્ડર, તેમાં એક્સીડન્ટ બેનિફિટનો રાઇડર લઈ શકે છે.

    કેટલું પ્રીમિયમ હશે?

    જો કોઈ મહિલાની ઉંમર 20 વર્ષ છે અને પોલિસીની અવધિ પણ 20 વર્ષ છે અને તેમણે 3 લાખ રૂપિયાનો વીમો લીધો છે તો તેમને વાર્ષિક લગભગ 10,649 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે.

    આ પણ વાંચો, પહેલી ઓક્ટોબરથી 2 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય, જાણો કેવી રીતે થશે અપડેટ

    મેચ્યોરિટી બેનિફિટ

    મેચ્યોરીટી અવધિ પર તેમને 4 લાખ રૂપિયા મળશે. 2 લાખ રૂપીયા વીમા રકમ તરીકે અને બાકીની રકમ લોયલ્ટી બોનસ હશે.

    પ્રીમિયમ પેમેન્ટ

    આ પ્લાનમાં મંથલી, ક્વાર્ટરલી, હાફ-યરલી અને યરલી આધાર પર પ્રીમિયમ જમા કરાવી શકાય છે. જો તમે સમય પર પ્રીમિયમ ભરવાનું ભૂલી જાઓ છો તો 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. પરંતુ, મંથલી આધાર પર પ્રીમિયમ ભરવાનું પસંદ કર્યું છે તો 15 દિવસનો જ ગ્રેસ પીરિયડ મળશે.

    કેશ બેનેફિટ

    જો પોલિસી શરૂ થવાના 5 વર્ષની અંદર પોલિસી હોલ્ડરનું મૃત્યુ થઈ જાય છે તો ઇશ્યોર્ડ રકમના બરાબર ચૂકવણી કરી દેવામાં આવશે. પરંતુ, જો ત્યારબાદ મૃત્યુ થાય છે તો નોમિનીને ઇશ્યોર્ડ રકમ અને લોયલ્ટી બોનસ પણ મળશે.

    આ પણ વાંચો, BARC Recruitment 2021: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ધોરણ-12 પાસ માટે નોકરીની તક, 34 હજાર સુધી મળશે પગાર

    સેટલમેન્ટ

    મેચ્યોરિટી થવા પર તમે ઈચ્છો તો એક સાથે પૂરી ચૂકવણી પ્રાપ્ત કરી શકો છો અથવા પછી હપ્તામાં.

    સરેન્ડર કરવું

    સતત બે વર્ષ સુધી પ્રીમિયમ જમા કરાવ્યા બાદ આ પોલિસીને કોઈ પણ સમયે સરેન્ડર કરાવી શકાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: