આ છે LICનો મહિલાઓ માટે ખાસ પ્લાન, રોજનાં માત્ર 29 રૂપિયા રોકીને મેળવો 4 લાખ રૂપિયા
આ છે LICનો મહિલાઓ માટે ખાસ પ્લાન, રોજનાં માત્ર 29 રૂપિયા રોકીને મેળવો 4 લાખ રૂપિયા
LICનો આધાર શીલા છે એક ઉત્તમ પ્લાન
LIC India: જે મહિલાઓ પાસે આધાર કાર્ડ હશે તે આ સ્કીમ માટે યોગ્ય ઠરશે. અન્ય ઈન્શ્યોરન્સ પોલીસીની, પોલીસી હોલ્ડરને મેચ્યોરીટી પર પૈસા મળશે. LICની યોજના મૃત્યુ બાદ પોલીસી ધારકને નાણાંકીય કવરેજ આપી પરીવારને મદદ કરે છે.
દેશની સૌથી મોટી વિમા પોલીસી કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ ફરી પોતાની એક નવી ઈન્શ્યોરન્સ પોલીસી લોન્ચ કરી છે. આ સ્કીમ ખાસ મહિલાઓ માટે છે, જે તેની સૌથી મોટી ખાસીયત છે. આ પ્લાનનું નામ 'LIC આધાર શિલા પ્લાન' (LIC Aadhaar Shila Plan) છે જેનો ટેબલ નંબર 944 છે. નામની આ યોજનાનો ઉદ્દેશ્ય પોતાના ગ્રાહકોને સુરક્ષા અને બચત બંને આપવાનો છે. જેથી મુખ્ય ગ્રાહકોમાં 8થી 55 વર્ષની મહિલાઓનો સમાવેશ થાય છે. જેમ કે નામ પરથી જાણી શકાય છે કે જે મહિલાઓ પાસે આધાર કાર્ડ હશે તે આ સ્કીમ માટે યોગ્ય ઠરશે. અન્ય ઈન્શ્યોરન્સ પોલીસીની, પોલીસી હોલ્ડરને મેચ્યોરીટી પર પૈસા મળશે. LICની યોજના મૃત્યુ બાદ પોલીસી ધારકને નાણાંકીય કવરેજ આપી પરીવારને મદદ કરે છે.
આ સ્કીમ પ્રોફીટ્સ સાથેનો નોન-લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન છે અને નિયમિત પ્રીમિયમ ભરવાની એન્ડોમેન્ટ યોજના છે. તે સુરક્ષા માટેનું બચત તરીકેનું એક કોમ્બિનેશન છે. આ એક લોયલ્ટિ એડિશન આધારિત યોજના છે, તેથી પોલીસી હોલ્ડરને કોઇ પણ પ્રકારના મેડિકલ ટેસ્ટ સબમિટ કરવાની જરૂર રહેતી નથી. પોલીસી ટર્મ ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ છે. તેમાં મેચ્યૂરિટી માટે મહત્તમ ઊંમર પણ હોય છે જે 70 વર્ષ છે. ધ્યાન રાખો કે યોજના માટે ચૂકવણી મોડ માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક કે વાર્ષિક આધારે અને માત્ર SSS અને NACH દ્વારા કરવામાં આવે છે.
આધાર શિલા યોજના માટે ન્યૂનતમ રકમ રૂ. 70,000 છે અને મહત્તમ એશ્યોર્ડ રૂ. 3 લાખ છે. આ યોજનાનો સૌથી સારી વાત એ છે કે, આયોજનબદ્ધ રીતે તમે રોજ માત્ર રૂ.29ની બચત કરીને લગભગ 4 લાખ રૂપિયા જમા કરો છો. ઉદાહરણ તરીકે માની લો કે, તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે આગામી 20 વર્ષો સુધી દરરોજ રૂ. 29નું રોકાણ કે જમા કરવાનું શરૂ કરો છો. તમે પહેલા વર્ષમાં રૂ. 10,959 ટેક્સ સાથે જમા કર્યા હશે. ત્યાર પછીના વર્ષે તમારે રૂ. 10,723 ચૂકવવાના હશે. આ રીતે તમે તમારી જરૂરિયાત અને સુવિધા અનુસાર દર મહીને, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક આધારે પ્રીમિયમ જમા કરી શકો છો. આ ગણિત પ્રમાણે તમે 20 વર્ષ દરમિયાન રૂ. 2,14,696 રૂપિયા જમા કર્યા હશે, જે મેચ્યોરિટી પર કુલ રૂ. 3,97,000 થશે.
કઇ રીતે થશે ક્લેમ
પોલીસીના પહેલા પાંચ વર્ષોની અંદર મૃત્યુ થવા પર ક્લેમ રકમ વીમા રકમના 110 ટકા હશે. જોકે, મૃત્યુની તારીખ સુધી વ્યાજ સાથે મૂળ પોલીસીના સંદર્ભમાં ન ચૂકવેલા પ્રીમીયમ કાપ્યા બાદ જ મૃત્યુ પર મળતા લાભ ચૂકવવામાં આવશે. મૃત્યુની તારીખથી પડતી મૂળ પોલીસી માટે બેલેન્સ પ્રીમિયમની કપાત પછી અને જો આગામી પોલીસી વર્ષ પહેલા જો કોઇ હોય તો પણ લાભો ચૂકવવામાં આવશે.
LIC આધાર શિલા યોજનાની વિશેષતાઓ
તેમાં ઓટો કવર સુવિધા છે.
તેમાં માત્ર મહિલાઓ માટે જ પ્લાન છે.
આ યોજના ઓછા પ્રીમિયમ વાળો પ્રીમિયમ પ્લાન છે.
જો પાંચ વર્ષ પછી મૃત્યુ થાય તો પોલિસી લાભાર્થીઓને વધારાની ચૂકવણી તરીકે લોયલ્ટી એડિશન પ્રાપ્ત થશે. આ સરેરાશ વીમા પોલિસીથી વિપરીત છે જે માત્ર મૂળભૂત વીમાની બરાબર છે.
નોંધનીય છે કે ગંભીર બિમારીઓ આ નીતિ હેઠળ આવરી લેવામાં આવતી નથી.
તેમાં લોનની સુવિધા છે, પરંતુ તે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા પછી જ ઉપલબ્ધ થશે.
LIC આ પોલીસી માટે એક્સિડેન્ટલ રાઇડર અને પર્મનેન્ટ ડિસેબિલીટી રાઇડર પણ રાખે છે.
LIC આધાર શીલા યોજના હેઠળ ચૂકવવામાં આવતા પ્રીમિયમને કલમ 80સી હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે.
મેચ્યૂરિટી રકમ પણ કરમુક્ત છે, પરંતુ માત્ર કલમ 10(10D) હેઠળ.