Home /News /business /

Multibagger Stock: એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, આપ્યું બમણું Return

Multibagger Stock: એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, આપ્યું બમણું Return

હોટ સ્ટોક્સ

LGBB Stocks: બ્રોકરેજ હાઉસ HDFC સિક્યોરિટીઝે નોંધ્યું હતું કે, LGBBએ ભારતીય 2-વ્હીલર ઉદ્યોગમાં ઓટોમોટિવ ચેઇન્સમાં મજબૂત નેતૃત્વની સ્થિતિ ધરાવે છે. કંપની મુખ્યત્વે બે સેગમેન્ટમાં કામ કરે છે.

મુંબઇ. એલજી બાલક્રિષ્નન એન્ડ બ્રધર્સ લિમિટેડ (LGBB Stocks)ના શેરે છેલ્લા 12 મહિનામાં રોકાણકારોના નાણાં બમણા (Double Return) કર્યા છે. પાછલા એક વર્ષમાં શેરની કિંમત રૂ. 293થી 627 પર પહોંચી ચૂકી છે અને આ સમયગાળામાં લગભગ 114 ટકા વળતર મળ્યું છે. લાંબાગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને મોટો ફાયદો (Profit) મેળવ્યો છે, કારણ કે છેલ્લા દસ વર્ષમાં તે લગભગ 700 ટકા વધ્યો છે. રૂ. 1,928 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે.

ગ્રીન પોર્ટફોલિયોના સ્થાપક દિવમ શર્માના જણાવ્યા અનુસાર, છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં નોંધાયેલ સૌથી વધુ ત્રિમાસિક આવક અને માર્જિન સાથે કંપનીની બજાર નેતૃત્વની સ્થિતિ કંપનીને વધુ આકર્ષક બનાવે છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે 2 વ્હીલર EV માં ચેઈનના ન્યૂનતમ ઉપયોગને કારણે EV સંક્રમણની અસરનું વિશ્લેષણ કરવું પડશે. જો મેનેજમેન્ટ આગામી બે વર્ષમાં ઉત્પાદનમાં વૈવિધ્યકરણ સાથે આવે છે, તો મૂલ્યાંકનના વર્તમાન સ્તરો વધુ સારા કહી શકાય છે. બજારમાં EV અપનાવવા તરફના વિકાસ માટે સાવચેતીભર્યા અભિગમ સાથે લાંબા ગાળા માટે સ્ટોકને ધ્યાનમાં લઈ શકાય છે.

બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


બ્રોકરેજ હાઉસ HDFC સિક્યોરિટીઝે નોંધ્યું હતું કે, LGBBએ ભારતીય 2-વ્હીલર ઉદ્યોગમાં ઓટોમોટિવ ચેઇન્સમાં મજબૂત નેતૃત્વની સ્થિતિ ધરાવે છે. કંપની મુખ્યત્વે ટુ-વ્હીલર (2W) ઉદ્યોગને માલ પૂરો પાડે છે અને બે સેગમેન્ટમાં કામ કરે છે, 1) ટ્રાન્સમિશન પ્રોડક્ટ્સ જેમાં ચેન, સ્પ્રૉકેટ્સ, ટેન્શનર્સ, બેલ્ટ અને બ્રેક શૂનો સમાવેશ થાય છે. જે એકંદર આવકમાં લગભગ 80 ટકા ફાળો આપે છે. 2) મેટલ ફોર્મિંગ પ્રોડક્ટ્સ જેમાં શીટ મેટલના ભાગો, મશીનવાળા કોમ્પોનેન્ટ અને વાયર ડ્રોઇંગ પ્રોડક્ટ્સ માટે ફાઇન બ્લેન્કિંગનો સમાવેશ થાય છે, જે એકંદર આવકમાં લગભગ 20 ટકા ફાળો આપે છે.

ભારતમાં 2W માટે ટ્રાન્સમિશન પ્રોડક્ટ્સમાં તેની સારી પકડના કારણે 2Wના મોટાપાયાને જોતાં તેનું રિપ્લેસમેન્ટ વેચાણ વધતું રહેશે અને ન્યૂનતમ ટ્રાન્સમિશન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા 2Wમાં EVના નિકટવર્તી જોખમને કારણે કેટલીક ચિંતાઓ સરભર થઇ શકે છે, એમ તેણે જણાવ્યું હતું.

તેમના તાજેતરના એક અહેવાલ અનુસાર, "તેના પરિણામે ખર્ચ ઑપ્ટિમાઇઝેશનના પ્રયાસો દ્વારા સહાયતા મળતા માર્જિનમાં વધારો થાય છે (કેમ કે રિપ્લેસમેન્ટ વેચાણ વધુ માર્જિન ધરાવે છે.) અમે અપેક્ષા રાખીએ છીએ કે LGBBની આવક/EBITDA/PAT FY21-FY24ની સરખામણીમાં 19/24//31 ટકા CAGR પર વૃદ્ધિ કરશે."

આ પણ વાંચો: દેશના મુખ્ય આર્થિક સલાહકારનું પેટ્રોલ-ડીઝલની કિંમત પર મહત્ત્વનું નિવેદન

શેર માટે ટાર્ગેટ


બ્રોકરેજ ફર્મ માને છે કે રોકાણકારો રૂ. 595-605ના બેન્ડમાં સ્ટોક ખરીદી શકે છે અને રૂ. 672 (7x FY24E EPS) અને તેજીના મૂળ કેસની વાજબી કિંમત માટે રૂ. 525-535 બેન્ડ (5.5x FY24E EPS)માં ઘટાડો કરી શકે છે. આગામી 2 ક્વાર્ટર્સમાં રૂ. 720 (7.5x FY24E EPS) નું કેસ વાજબી મૂલ્ય રહી શકે છે.

ઓટોમાબાઇલની માંગમાં વધારાની આશા


વધુમાં નોંધ્યુ કે, ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગે FY22 માં ઉંચા આધાર અને ઉત્પાદનમાં વિક્ષેપને કારણે મ્યૂટ વૃદ્ધિ જોવા મળી છે. મોટાભાગની OEM મેનેજમેન્ટ કોમેન્ટ્રી દ્વારા FY23 વેચાણ વૃદ્ધિ વધુ સારી રહેવાની અપેક્ષા છે. ઉપરાંત, સરકાર રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં જંગી રોકાણ કરી રહી છે, જેનાથી ઓટોમોબાઈલની માંગમાં વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: શા માટે એક જ બેંકમાં બચત ખાતું ન રાખવું?

એચડીએફસી સિક્યોરિટીઝે વધુમાં ઉમેર્યું હતું કે, મહામારીના પરિણામે વ્યક્તિગત વાહનોની માંગમાં વધારો થયો છે, જેથી 2Wને ફાયદો થાય છે, જે મોટાભાગના ભારતીયો માટે પ્રથમ વ્યક્તિગત ઓટોમોબાઈલ છે. MarketsMojo અનુસાર, કંપની ડેટ સર્વિસ કરવાની મજબૂત ક્ષમતા ધરાવે છે, કારણ કે કંપની પાસે 0.46 ગણો ઓછો ડેટ ટુ EBITDA રેશિયો છે. ઉપરાંત તેણે છેલ્લા સળંગ 5 ક્વાર્ટરના હકારાત્મક પરિણામો જાહેર કર્યા છે. શેર તેના સરેરાશ ઐતિહાસિક મૂલ્યાંકનની તુલનામાં વાજબી મૂલ્ય પર ટ્રેડિંગ કરી રહ્યો છે.
First published:

Tags: Investment, Multibagger Stock, Share market, Stock market

આગામી સમાચાર