Home /News /business /lemon village થકી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાની તૈયારી, અહીં જાણો શું છે આયોજન

lemon village થકી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાની તૈયારી, અહીં જાણો શું છે આયોજન

લિંબુની ખેતીની પ્રતિકાત્મક તસવીર

lemon village: લેમન વિલેજ પ્રોજેક્ટ (lemon village project) હેઠળ 125 પરિવારો લીંબુની ખેતી અને વેચાણ દ્વારા સ્વનિર્ભર (aatmanirbhar) બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગામમાં લગભગ 2,200 લીંબુના રોપા રોપવામાં આવશે.

lemon village project: સ્વાદમાં ખાટા લીંબુ (lemon) આસામના (Assam news) ડિબ્રુગઢ જિલ્લાના પૂર્વ છેડે સ્થિત અંતરિયાળ ગામમાં આર્થિક સફળતાના મીઠા ફળો આપવા જઈ રહ્યું છે. ડિબ્રુગઢથી લગભગ 70 કિમી દૂર ચેલેંગ ચુકને મોડેલ લેમન વિલેજ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. જેનાથી રોજગારી વધવાની આશા છે.

ગામને લીંબુની ખેતી અને વેચાણથી સ્વનિર્ભર બનાવાશે
આ પ્રોજેક્ટ હેઠળ 125 પરિવારો લીંબુની ખેતી અને વેચાણ દ્વારા સ્વનિર્ભર બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગામમાં લગભગ 2,200 લીંબુના રોપા રોપવામાં આવશે. અહીં કુલ 10,000 છોડ રોપવાનો ઉદેશ્ય છે. લેમન વિલેજ ડિબ્રુગઢ જિલ્લા વહીવટ અને કૃષિ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્વાકાંક્ષી કાર્યક્રમનો એક ભાગ છે. સ્થાનિક બજારને પૂરી પાડવા ઉપરાંત જો માંગ અને પુરવઠો અપેક્ષિત પ્રમાણમાં રહેશે તો તેને વિદેશી બજારોમાં પણ મોકલવા તંત્ર તૈયાર છે.

દુબઈ અને લંડનમાં થાય છે નિકાસ
આ ગામ લીંબુની ખેતી માટે પહેલેથી જ પ્રખ્યાત છે. ગામમાં આસામી લીંબુની બે જાત થાય છે. જેને સ્થાનિક કક્ષાએ ગોલ નેમુ અને કાઝી નેમુ તરીકે ઓળખવામાં આવે છે. GI (ભૌગોલિક સૂચકાંકો) પ્રમાણિત કાઝી નેમુ વિદેશી બજારોમાં ખૂબ વખણાય છે. આ લીંબુની વેરાયટી દુબઈ અને લંડનમાં નિકાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-વર્ક ફ્રોમ હોમ પૂરું થવા તરફ, TCS, Wipro, Infosys જેવી કંપનીઓ કર્મચારીઓને ઓફીસે બોલાવવા તૈયાર

વિસ્તારમાં આબોહવાની સ્થિતિ લીંબુની ખેતી માટે યોગ્ય
tribuneindia.comના અહેવાલ મુજબ ડિબ્રુગઢના ડેપ્યુટી કમિશનર પલ્લવ ગોપાલ ઝાએ ગયા અઠવાડિયે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. ઝાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આબોહવાની સ્થિતિ લીંબુની ખેતી માટે યોગ્ય છે. અમે ગામને મોડેલ લીંબુ ગામ તરીકે વિકસાવવા માંગીએ છીએ. અમારો ઉદ્દેશ મોટા પાયે લીંબુનું ઉત્પાદન કરવાનો છે. તે સ્થાનિક અર્થતંત્રને નવજીવન આપી સ્વરોજગારને વેગ આપશે.

આ પણ વાંચોઃ-Bajaj Pulsar 150 અને Pulsar 160 ns પર મળી રહી છે શાનદાર ઓફર, 4 હજાર રૂપિયાની કરો બચત

ઉલ્લેખનીય છે કે, લેમન સીટી નામે ઓળખાતું એક ગામ કેરળ- તમિલનાડુ સરહદ પર પણ આવેલું છે. જેનું નામ પુલિયાંકુડી છે. આ ગામ લીંબુ ઉત્પાદકો અને વેપારીઓનું કેન્દ્ર છે. જ્યાંથી દેશના વિવિધ ભાગોમાં લીંબુ પહોંચાડવામાં આવે છે.
First published:

Tags: Business idea, Lemon, Money tips