મોટી રાહત! લીગલ મેટ્રોલોજી એક્ટમાં ફેરફારની તૈયારી, વેપારીને નહીં થાય જેલની સજા

News18 Gujarati
Updated: July 14, 2020, 11:39 PM IST
મોટી રાહત! લીગલ મેટ્રોલોજી એક્ટમાં ફેરફારની તૈયારી, વેપારીને નહીં થાય જેલની સજા
પ્રતિકાત્મક તસવીર

મીટર સાથે છેડછાડ કરવા પર 10 લાખની પેનલ્ટી લાગશે. ગડબડી પર કંપનીના ડાયરેક્ટર જ જવાબદાર નહીં હોય. તપાસમાં કંપની કોઈ પણ અધિકારીને નોમિનેટ કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : ઓછુ તોલમાપ કરવા અથવા પછી પેકેટ પર મેન્યુફેક્ચરિંગ, એક્સપાયરી ડેટ અથવા કંપનીનું નામ નહી હોવા પર પ્રોડક્ટ વ્યાપારીને જેલની સજા નહીં થાય. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સરકાર લીગલ મેટ્રોલોજી એક્ટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં એક્ટનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની સજા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને તમામ રાજ્યોને લીગલ મેટ્રોલોજી એક્ટ હેઠળ નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે, પ્રોડક્ટ નિર્માતાએ દેશનું નામ, નિર્માતા પેકરનું નામ, Date of Manufacture, Expiry Date MRP (કર સહિત), માત્રા-વજન, ગ્રાહક પરિયાદ નંબર વગેરે ઉપભોક્તાના હિતમાં અન્ય જરૂરી વાત મોટા અક્ષરોમાં લખવી પડશે.

સરકારનો નવો પ્લાન ૃ એફએમસીજી, ઈ-કોમર્સ અને નાની કંપનીઓને રાહત આપવા માટે સરકાર મોટી તૈયારી કરી રહી છે. ઓછા તોલમાપ કરવા પર પ્રોડક્ટ નિર્માતાને જેલની સજા થશે. સરકાર લીગલ મેટ્રોલોજી એક્ટમાં ફેરફાર કરશે. લીગલ મેટ્રોલોજી એક્ટ હેઠળ પેકેટ પર ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ કંપનીનું નામ, પ્રોડક્ટ બનાવવાની જગ્યા, બેન્ચ નંબર વગેરે ફરજિયાત છે. તેને લઈ કન્ઝ્યૂમર એફેયર્સ મંત્રાલયે ફેરફારનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

લીગલ એક્ટ હવે પૂરી રીતે કમ્પાઉન્ડિંગ એક્ટ બનશે. હાલમાં એક્ટમાં સજા અને પેનલ્ટી બંનેની જોગવાઈ છે. હાલમાં એક્ટનું ઉલ્લંઘન કરવા પર 6 મહિનાથી 3 વર્ષની સજાની જોગવાઈ છે. એક્ટમાં ફેરફાર બાદ સરકાર માત્ર પેનલ્ટી લગાવશે અથવા લાયસન્સ રદ કરશે. પેનલ્ટીની માત્રા બે લાખથી 10 લાખ કરવામાં આવશે.

મીટર સાથે છેડછાડ કરવા પર 10 લાખની પેનલ્ટી લાગશે. ગડબડી પર કંપનીના ડાયરેક્ટર જ જવાબદાર નહીં હોય. તપાસમાં કંપની કોઈ પણ અધિકારીને નોમિનેટ કરી શકે છે.

કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને સ્પષ્ટ કર્યું કે, એમઆરપીને લઈ ગ્રાહકોને અંધારામાં રાખવામાં આવે છે. પરંતુ હવે સરકાર તેને લઈ ગંભીર થઈ ગઈ છે. રામવિલાસ પાસવાને કહ્યું કે, આવી પરિયાદ મળી રહી છે કે પેકેટમાં વેચાતા સામાન પર જરૂરી માહિતી આપવાના નિયમનું પાલન નથી થઈ રહ્યું. આ સંબંધમાં વિભાગના સચિવ અને લીગલ મેટ્રોલોજી અધિકારીઓને કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
Published by: kiran mehta
First published: July 14, 2020, 11:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading