Home /News /business /એન્જીનિયરિંગ છોડીને કોર્ડિસેપ્સ મશરૂમની શરૂ કરી ખેતી, કમાણી છે લાખોમાં, પ્રતિ કિલોનો ભાવ જાણી ઉડી જશે હોંશ

એન્જીનિયરિંગ છોડીને કોર્ડિસેપ્સ મશરૂમની શરૂ કરી ખેતી, કમાણી છે લાખોમાં, પ્રતિ કિલોનો ભાવ જાણી ઉડી જશે હોંશ

પ્રતિકાત્મક તસવીર

Farming tips: બીટેક ડિગ્રીધારી નિશાંતે એજીનિયરિંગ (Engineering) છોડીને કૃષીના વ્યવસાય અપનાવ્યો હતો. આ માટે કીડા જડી મશરુમ એટલે કે કોર્ડિસેપ્સ મશરૂમને (Cordyceps Militaris) પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું.

  જયપુરઃ કંઈ કરી બતાવાની ચાહમાં કોઈપણ કામ મુશ્કેલ નથી હોતું. ખેતીમાં પણ પ્રતિ મહિને લાખો રૂપિયા કમાઈ શકાય છે. આવું જ કંઈ કરી બતાવ્યું દેશભરમાં મશરુમ સિટી (Mushroom City) તરીકે પ્રખ્યાત હિમાચલ પ્રદેશના સોલન નિવાસી નિશાંત ગાજટાએ. બીટેક ડિગ્રીધારી નિશાંતે એજીનિયરિંગ (Engineering) છોડીને કૃષીના વ્યવસાય અપનાવ્યો હતો. આ માટે કીડા જડી મશરુમ એટલે કે કોર્ડિસેપ્સ મશરૂમને (Cordyceps Militaris) પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. આજે તેઓ મશરૂમ તૈયાર કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આ મશરૂમને માત્ર એક નાની લેબમાં તૈયાર કરવામાં આવે છે. જેને તમે શાકની જેમ ન ખાઈ શકો. પરંતુ મેડિસિનના રૂપમાં (Forms of Medicine) ખુબ જ ફાયદા કારક હોય છે.

  સોલન નિવાસી યુવા અને આધુનિક ખેડૂત નિશાંત પ્રમાણે તેના ઘરમાં નાનાજી મશરૂમ ઉગાડતા હતા. નાનાજીને જોઈને નિશાંતના મનમાં પણ બાળપણથી જ મશરૂમ ઉગાડવાની ઈચ્છા પ્રબળ હતી. બાળપણથી જ મશરૂમ ઉગાડવાનું સપનું જોવા લાગ્યા હતા. એન્જીનિયરિંગ કર્યા બાદ પણ પોતાનું આ સપનું રહી રહી યાદ આવતું હતું. એટલા માટે તેણે પોતાની એન્જીનિયરિંગ છોડીને મશરુમ ઉપર રિસર્ચ કરવાનું શરુ કર્યું હતું.

  ચંડીગઢમાં આની ટ્રેનિંગ મળે છે
  વર્ષ 2018માં જાણવા મળ્યું કે કીડા જડી મશરૂમ એટલે કે કોર્ડિસેપ્સ મશરૂમ ઇન્ડિયામાં આવી ચુક્યું છે. જેને તેમે સીધું જ ન ખાઈ શકો. પરંતુ આ બોડી માટે ખુબ જ ઉપયોગી છે. નિશાંતે ઇન્ટરનેટ અને અન્ય સ્ત્રોતોથી રિસર્ચથી જાણવા મળ્યું કે ચંડીગઢમાં આની ટ્રેનિંગ મળે છે. નિશાંતે ત્યાંથી ટ્રેનિંગ લીધી. અને ઘરે આવીને લેબ તૈયાર કરી હતી. પરંતુ ત્યારબાદ લોકડાઉન આવી ગયું હતું. લોકડાઉન દરમિયાન નિશાંતે લેબમાં જઈને મહેનત કરી કાર્ડિસેપ્સનું સફળ ઉત્પાદ કર્યું હતું.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: અન્ય લોકોના વિચારો તમને પ્રભાવિત તો નથી કરી રહ્યા ને?, જાણો રાશિફળ

  મેડિસીનમાં આની ખુબ જ માંગ છે
  નિશાંત અનુસાર કાર્ડિસેપ્સ સાઈનેસિસ હિમાચલમાં મળે છે. જેની કિંમત વધારે છે. પરંતુ તેને શોધવું ખુબ જ મુશ્કેલ છે. કોર્ડિસેપ્સ મિલિટેરિસની લેબમાં લગાવવામાં આવે છે. આમ કોર્ડિસેપ્સ ચારસો પ્રકારના આવે છે. જેમાં મોટાભાગે ચાઈનામાં મળે છે.

  " isDesktop="true" id="1138770" >

  ઇન્ડિયામાં માત્ર બે પ્રકારના કોર્ડિસેપ્સ સાઈનેસિસ અને કોર્ડિસેપ્સ મિલિટેરિસ મેડિસનમાં આ પ્રકારની ખુબ જ માંગ છે. નિશાંત પ્રમાણે આ ઇમ્યુનિટી બૂસ્ટર છે. આને વેજ અને નોનવેજ બે પ્રકારની મેથડથી તૈયાર કરાવમાં આવે છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

  50 હજારથી દોઢ લાખ રૂપિયા કિલો સુધી ભાવ
  સોલનમાં મશરૂમ બોય તરીકે ઓળખતા નિશાત પ્રમાણે યોગ્ય પ્રબંધનથી કીડા જડી મશરૂમ ઉગાડવામાં સફળ થયા છે. માતા-પિતાએ તેમની ખુબ જ મદદ કરી છે. તેને તૈયાર કરવાની રીત અંગે તેમણે જણાવ્યું કે આને તૈયાર કરવા માટે લેબ તૈયાર કરવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ આનંદનગરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીને હેરાન કરવાની અદાવતમાં આધેડને ઉતાર્યો મોતને ઘાટ

  લેબમાં તાપમાન 21 ડિગ્રી અને આર્દતા 75 રહેવી જોઈએ. આ બ્રાઉન રાઈસ તૈયાર કરવામાં આવે છે. 60 દિવસમાં આ કાર્ડિસેપ્સ તૈયાર થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 50 હજારથી દોઢ લાખ રૂપિયાનો ભાવ છે. ઈન્ડિયામાં હજી આ મશરૂમનું માર્કેટ નબળું છે. પરંતુ ટૂંક સમયમાં માંગ વધશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Business Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन