મોદી સરકારનો નવો પ્લાન, આ ઇન્ડસ્ટ્રીમાં 20 લાખ લોકોને નોકરી મળશે

News18 Gujarati
Updated: September 23, 2019, 4:03 PM IST
મોદી સરકારનો નવો પ્લાન, આ ઇન્ડસ્ટ્રીમાં 20 લાખ લોકોને નોકરી મળશે
પ્રતીકાત્મક તસવીર

આગામી પાંચ વર્ષમાં લેધર ઇન્ડસ્ટ્રીમાં 20 લાખ લોકોને નોકરી મળશે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર (Central Government)એ હાલમાં લેધર સેક્ટર (Leather Sector) માટે 100 ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ સરકારે લેધર ઇન્ડસ્ટ્રી (Leather Industry) માટે કાચો માલ (Raw Material of Leather) અને સેમી-ફિનિશ્ડ લેધર પર એક્સપોર્ટ ડ્યૂટી (Export Duty)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રવિવારે કેન્દ્રીય કૌશલ વિકાસ તથા ઉદ્યમિતા (Skill Development and Entrepreneurship) રાજ્યમંત્રી મહેન્દ્રનાથ પાંડેય (Mahendra Nath Pandey)એ કહ્યું છે કે લેધર ઇન્ડસ્ટ્રી એક નિકાસ આધારિત સેક્ટર છે. આ સેક્ટરમાં ક્ષમતા છે જે આગામી પાંચ વર્ષમાં લગભગ 20 લાખ રોજગારીની તક ઊભી કરશે.

બજેટમાં સરકારે એક્સપોર્ટ ડ્યૂટી વિશે કરી હતી જાહેરાત

કેન્દ્ર સરકારે બજેટ 2019માં જાહેરાત કરી હતી કે લેધર સેક્ટરમાં કાચા તથા અડધા તૈયાર લેધર પર એક્સપોર્ટ ડ્યૂટીને પણ ઓછી કરવામાં આવશે. હાલમાં સરકારે લેધર ઇન્ડસ્ટ્રી પર 100 ટકાની એફડીઆઈને મંજૂરી આપી છે.

આ પણ વાંચો, દેશમાં બિઝનેસ કરતા લોકો માટે મોટા સમાચાર! હવે અહીં પણ આધાર લિંક કરવો ફરજિયાત

મહેન્દ્રનાથ પાંડેયે આ વાત રવિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું. આ કાર્યક્રમમાં તેઓએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ સ્નાતક તાલીમાર્થીઓ અને પૂર્વ શિક્ષણ સર્ટિફિકેટ પણ આપ્યા. તેઓએ ચામડા ક્ષેત્રમાં કૌશલ પરિષદના નિર્ધારિત પ્રયાસોની સાથે ચામડાની કંપનીઓમાં પોતાના હાલના કૌશલ પર પ્રશિક્ષિત, મૂલ્યાંકન અને પ્રમાણિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, જલ્દી 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઇલ નંબર, જાણો કારણ

દુનિયાના 13 ટકા લેધરનું ઉત્પાદન ભારતમાં થાય છે

નોંધનીય છે કે, ભારત દુનિયાના લગભગ 13 લેધરનું ઉત્પાદન કરે છે. ભારતની GDPમાં પણ લેધર ઇન્ડસ્ટ્રીનું યોગદાન લગભગ 1 ટકા છે, જ્યારે ફુટવેર ઇન્ડસ્ટ્રીનું દેશના જીડીપીમાં લગભગ 2 ટકા યોગદાન છે. એવામાં દેશની લેધર ઇન્ડસ્ટ્રીમાં નિકાસ વધારવાની પૂરતી ક્ષમતા છે. ભારતે જાપાન, કોરિયા, આશિયાન અને ચિલી જેવા દેશો સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. સાથોસાથ ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Agreement) માટે યૂરોપિયન યૂનિયન (European Union) અને ઓસ્ટ્રેલિયથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો, આ સરકારી સ્કીમમાં રુ. 200ના રોકાણથી બનાવી શકો છો 32 લાખ રુપિયા
First published: September 23, 2019, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading