Home /News /business /

Diwali 2020ના અવરસ પર Electric કાર અને સ્કૂટર ખરીદવા ઉપર 3 દિવસમાં જ મળશે સબસિડીના પૈસા, જાણો કેવી રીતે

Diwali 2020ના અવરસ પર Electric કાર અને સ્કૂટર ખરીદવા ઉપર 3 દિવસમાં જ મળશે સબસિડીના પૈસા, જાણો કેવી રીતે

ફાઈલ તસવીર

આ છૂટ કેન્દ્ર સરકાર તરફથી મળનારી છૂટથી અલગતથી મળશે. આ ઉપરાંત સ્કીમમાં સ્ક્રેપિંગ ઈનન્સેન્ટિવ પણ આપવામાં આવશે.

    નવી દિલ્હીઃ જો તમે Diwali 2020ના અવસર ઉપર Electric કાર અને સ્કૂટર (Electric cars and scooters) ખરીદવાનું મન બનાવી લીધું છે તો તમારા માટે આ નિર્ણય ફાયદાકારક રહેશે. જો તમે તમારું કોઈ પણ વાહન સ્ક્રેપ કરો છો તો વાહનની કિંમતની સાથે તમને સબસિડી (Subsidy) પણ મળશે. દિલ્હી સરકાર તમને આ સબસિડી આપશે. તમે આ સબસિડી માત્ર વેબસાઈટની મદદથી લઈ શકો છો. પરંતુ આ ફાયદો ઉઠાવવા માટે તમારે એક કામ કરવાનું રહેશે. તમારે ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદવું પડશે. જો તમે આવું કરો છો તો સરકાર તમને ફરીથી સબસિડી આપશે. આ સબસિડી ઈલેક્ટ્રીકલ વ્હીકલ ખરીદવા ઉપર હશે.

    કયા કયા ઈલેક્ટ્રિક ગાડીઓ ઉપર કેટલી છૂટની જાહેરાત
    બાઈક (2-wheelers) ઉપર 30 હજારની છૂટ આપી રહી છે. કાર (4-wheelers) ઉપર દોઢ લાખની છૂટ. ઓટો ઉપર 30 હજાર સુધીની છૂટ. ઈ રિક્શા ઉપર 30 હજાર રૂપિયાની છૂટ. માલવાહક વાહનો ઉપર 30 હજાર સુધીની છૂટ મળશે.

    દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) કહ્યું કે આ છૂટ કેન્દ્ર સરકાર તરફથી મળનારી છૂટથી અલગતથી મળશે. આ ઉપરાંત સ્કીમમાં સ્ક્રેપિંગ ઈનન્સેન્ટિવ પણ આપવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલ પ્રમાણે દિલ્હીમાં તેમણે મોટા પ્રમાણમાં લોકો પાસેથી મળીને આ વિષય ઉપર ચર્ચા કરીને દિલ્હી Electric Vehicle Policy તૈયાર કરી છે. આજે સવારે આ પોલિસીને નોટિફાઈ કરી દીધું છે.

    આ પણ વાંચોઃ-બે ભાઈઓની બેગમાંથી નીકળ્યું એક કરોડ રૂપિયાનું સોનું, પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા

    બે બે સબસિડી લેવા માટે ખરીદવું પડશે આ વાહન
    દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનોના 100થી મોડલ છે. દિલ્હી સરકાર સ્વીકૃત કરી ચૂકી છે. અત્યાર સુધી 36 નિર્માતાઓએ ઈલેક્ટ્રિક વ્હીકલ નીતિના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આખા નેટવર્કમાં 98 ડિલર જોડાઈ ચૂક્યા છે.

    આ પણ વાંચોઃ-લગ્ન બાદ પતિ પત્ની સાથે ન્હોતો બાંધતો શરીર સંબંધ, પત્નીએ આ અંગે પતિને પૂછ્યા બાદ ભારે પસ્તાઈ

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે વિદ્યાર્થિનીઓને ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા

    દિલ્હી સરકાર તરફથી સ્વીકૃત 100 મોડલમાં 14 ટુ વ્હિલર, ઈ રિક્ષાના 45 મોડલ અને ફોર વ્હિલરના 12 મોડલ છે. આખી પ્રક્રિયા ઓનલાઈન અને એકદમ સરળ છે. સબસિડીનો દાવો કરનારને માત્ર ત્રણ ચીજો આપવી પડશે. સેલ્સ ઈનવોઈસ, આધારકાર્ડ અને કેન્સલ ચેકની એક કોપી.



    આ 100 વાહનોના મોડલ થશે ચાર્જ
    -14 ઈલેક્ટ્રિક ટૂવ્હિલર વાહન (હીરો ઈલેક્ટ્રીક, ઓકિનાવા, એમ્પીયર, જિતેન્દ્ર ન્યૂ ઈવી ટેક અને લી આયનો ઈલેક્ટ્રિક)
    - 12 ઈલેક્ટ્રિક ફોર વ્હિલર (ટાટા-મહેન્દ્રા)
    - ચાર ઈલેક્ટ્રીક ઓટો (2 મહિન્દ્રા, 1 પીઆગો અને 1 સારથી)
    - ઈ રિક્શાના 45 મોડલ
    Published by:ankit patel
    First published:

    Tags: Diwali 2020, દિલ્હી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन