Home /News /business /PF એકાઉન્ટમાં છે કેટલા પૈસા, માત્ર એક મિસ્ડ કોલથી જાણો, આ છે નંબર
PF એકાઉન્ટમાં છે કેટલા પૈસા, માત્ર એક મિસ્ડ કોલથી જાણો, આ છે નંબર
પીએફ એકાઉન્ટમાં કેટલા પૈસા છે. આમ તો, પીએફ બેલેન્સ જાણવા માટે કેટલીએ રીતો છે જે, ઈપીએફની અધિકારીક વેબસાઈટ પર જણાવવામાં આવ્યા છે પરંતુ, સૌથી સરળ રીત મિસ્ડ કોલવાળી છે
પીએફ એકાઉન્ટમાં કેટલા પૈસા છે. આમ તો, પીએફ બેલેન્સ જાણવા માટે કેટલીએ રીતો છે જે, ઈપીએફની અધિકારીક વેબસાઈટ પર જણાવવામાં આવ્યા છે પરંતુ, સૌથી સરળ રીત મિસ્ડ કોલવાળી છે
તમારામાંથી મોટાભાગના લોકો કોઈના કોઈ સંસ્થામાં નોકરી કરતા હશો. એવામાં કેટલાક લોકોને પ્રોવિડન્ડ ફંડના પૈસા પણ મળી રહ્યા હશે. જ્યારે કેટલાક લોકો સંસ્થાઓ પણ બદલતા હશે, પરંતુ પીએફ એકાઉન્ટ એક જ રાખતા હોય છે. એવામાં કેટલીક વખત આપણને પીએફના બેલેન્સની ચિંતા હોય છે કે, મારા પીએફ એકાઉન્ટમાં કેટલા પૈસા છે. આમ તો, પીએફ બેલેન્સ જાણવા માટે કેટલીએ રીતો છે જે, ઈપીએફની અધિકારીક વેબસાઈટ પર જણાવવામાં આવ્યા છે પરંતુ, સૌથી સરળ રીત મિસ્ડ કોલવાળી છે.
મિસ્ડ કોલ માટે આ નંબર પર કરો કોલ તમે માત્ર એક મિસ્ડ કોલ કરી પીએફ બેલેન્સ જાણી શકો છો. તેના માટે તમારે પીએપમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારી પાસે એક મેસેજ આવશે, જેમાં તમને તમારા એકાઉન્ટમાં રહેલા પીએફના પૈસાની જાણકારી મળી જશે.
SMS દ્વારા પીએફ બેલેન્સ જાણવા માટે આ નંબર પર મેસેજ કરો આ સિવાય તમે એક મેસેજ કરીને પણ પીએફ બેલેન્સ જાણી શકો છો. જોકે, આ બંને સેવાઓ માટે તમારો યૂએએન (યૂનિવર્સલ એકાઉન્ટ નંબર) એક્ટિવ હોવો જોઈએ. જો તમે એસએમએસ દ્વારા પીએફ બેલેન્સ જાણવા માંગતા હોવ તો, EPFOHO UAN ટાઈપ કરી 7738299899 મોકલી દો. આ સેવાનો લાભ તમે હિન્દી, અંગ્રેજી, પંજાબી સહિત 10 ભાષામાં ઉઠાવી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે હિન્દીમાં બેલેન્સ જાણવા માંગો છો તો, EPFOHO UAN HIN ટાઈપ કરી 7738299899 પર મેસેજ મોકલી દો.
અલગ અલગ ભાષા માટે અલગ અલગ કોડ છે જે આ રીતે છે. 1. અંગ્રેજી માટે કોઈ કોડ નથી 2. હિન્દી - HIN 3. પંજાબી - PUN 4. ગુજરાતી - GUJ 5. મરાઠી - MAR 6. કન્નડ - KAN 7. તેલુગુ - TEL 8. તમિલ - TAM 9. મલયાલમ - MAL 10. બંગાળી - BEN
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર