Home /News /business /

LIC IPO: એલઆઈસીના આઈપીઓ માટે અરજી કરતી વખતે Paytm, Zomato અને અન્ય IPOમાંથી મળેલા આ પાઠ યાદ રાખો

LIC IPO: એલઆઈસીના આઈપીઓ માટે અરજી કરતી વખતે Paytm, Zomato અને અન્ય IPOમાંથી મળેલા આ પાઠ યાદ રાખો

એલઆઈસી આઈપીઓ

LIC IPO: રોકાણકારો સમાન ભૂલો કરતા જોવા મળે છે. તાજેતરના IPOની લહેર દરમિયાન પણ તેવું જ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે હોટ થીમ્સનો પીછો કરવાથી કામ થતું નથી. 2021માં ટેકને કેન્દ્રમાં રાખતી કંપનીઓ જુસ્સામાં હતી. પરંતુ તે બધાએ પૈસા કમાવી આપ્યા નથી.

વધુ જુઓ ...
મુંબઈ: દેશના ઇતિહાસમાં સૌથી મોટો IPO ભારતીય જીવન વીમા નિગમ (LIC) લાવશે. ત્યારે મોટી સંખ્યામાં રિટેલ રોકાણકારો (Retail investors) શેર માટે અરજી કરવા માટે ઉત્સુક છે. તાજેતરના અમુક IPOએ શરૂઆતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. કેટલાક શેરો શેરહોલ્ડર્સ (Stockholders) માટે મલ્ટીબેગર્સ બન્યા હતા. જેથી લોકોમાં વધુ ઉત્સાહ છે. જોકે, જેમ જેમ બજાર અસ્થિર બન્યું છે, તેમ તેમ લોકોને લોભ અને ભયની આસપાસના જૂના પાઠો યાદ અપાવવા જરૂરી બન્યા છે. આથી LICનો IPO ભરવાનો નિર્ણય લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેની જાણકારી મેળવીએ.

વેલ્યુએશન અને ફંડામેન્ટલ્સ


રોકાણકારો સમાન ભૂલો કરતા જોવા મળે છે. તાજેતરના IPOની લહેર દરમિયાન પણ તેવું જ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે હોટ થીમ્સનો પીછો કરવાથી કામ થતું નથી. 2021માં ટેકને કેન્દ્રમાં રાખતી કંપનીઓ જુસ્સામાં હતી. પરંતુ તે બધાએ પૈસા કમાવી આપ્યા નથી. પેટીએમની ઓપરેટર વન97 કોમ્યુનિકેશન્સ (PAYTM)ના IPOમાં શેરની કિંમત 2,150 રૂપિયા જેટલી હતી. ત્યારથી અત્યારસુધીમાં આ કિંમતના બે તૃતીયાંશ ભાગ ગુમાવ્યો છે અને શેર 634 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. કારટ્રેડ ટેક અને પીબી ફિનટેક જેવા અન્ય એકમો પણ IPOના ભાવથી નીચે ટ્રેડ કરી રહ્યા છે.

નિષ્ણાતનો અભિપ્રાય


મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચના એવીપી સ્નેહા પોદ્દાર કહે છે કે, શેરના ભાવો અંડરલાઈન બિઝનેસના ફંડામેન્ટલ્સને ટ્રેક કરવાનું વલણ ધરાવે છે. જો કંપની પૈસા કમાતી નથી અથવા કોઈ ખાસિયત વિના ખૂબ જ સ્પર્ધાત્મક ઉદ્યોગમાં છે, તો કટોકટીભર્યા સમયમાં આવી કંપનીઓના શેર નીચે જાય છે અને ફંડામેન્ટલ્સમાં સુધારો ન થાય ત્યાં સુધી બાઉન્સ બેક કરવામાં સમય લાગી શકે છે. જ્યારે સેન્ટિમેન્ટ સુધરે છે ત્યારે ફંડામેન્ટલ મજબૂત હોય તેવી સારી ગુણવત્તાવાળી કંપનીઓના શેરમાં ઝડપથી ઉછાળો આવે છે.

દીપક જસાણીનો અભિપ્રાય


HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના વડા દીપક જસાણી કહે છે કે, ઘણી ન્યૂ એજ કંપનીઓએ ગ્રાહકોના હસ્તાંતરણ અને નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રૂઢિચુસ્ત રોકાણકારોએ કંપનીઓ નફાકારક બનવાની અને પછી સતત નફાકારક વૃદ્ધિ આપે તેની રાહ જોવી પડે છે. વેલ્યૂએશન મહત્વપૂર્ણ છે અને ન્યૂ એજ કંપનીઓ મોંઘી હતી. ઉપરાંત, ઘણા રોકાણકારો પાસે આ ન્યૂ-એજ IPOની વેલ્યૂ કેવી રીતે કાઢવી તે અંગે સ્પષ્ટતા નહોતી.

શું તમે ખરેખર વ્યવસાયને સમજો છો?


વોરેન બફેટ સહિતના ઘણા સફળ રોકાણકારો વ્યક્તિની કુશળતા સાથે મેળ ખાય તેવી જગ્યાએ રોકાણની વાત કરે છે. તેઓ કહે છે કે, જો કોઈ રોકાણકાર જે તે વ્યવસાયને સમજે તો રોકાણના નિર્ણયો લેવા માટે વધુ અનુકૂળ રહે છે.

જ્યારે ન્યૂ એજ બિઝનેસને IPOના માર્ગ દ્વારા વ્યાપકપણે જાહેર જનતાને ઓફર કરવામાં આવ્યા ત્યારે ઘણા લોકોએ ઓળખના આધારે નિર્ણય લીધા હતા. કેટલાકે આ કંપનીઓ દ્વારા આપવામાં આવતી સેવાઓનો ગ્રાહક તરીકે ઉપયોગ કર્યો હતો. તેમણે પોતાની મેળે નિર્ણયો લીધા હતા.

આ બાબતે હેમ સિક્યોરિટીઝના પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસના વડા મોહિત નિગમ કહે છે કે, ગ્રાહક હોવાથી તમે માલ અને સેવાઓની ગુણવત્તા વિશે અભિપ્રાય મેળવી શકો છો. પરંતુ તેનો અર્થ એ નથી કે ગ્રાહક બિઝનેસ મોડેલ, માર્જિન, નફાકારકતા, ભવિષ્યની વૃદ્ધિ અને બિઝનેસના વેલ્યુએશનને સમજે છે.

છેલ્લા એક વર્ષમાં લિસ્ટ થયેલા શેરોમાં ક્લિન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને અમી ઓર્ગેનિક્સ જેવા ક્વોલિટી બિઝનેસ અને ઓટોમોટિવ ટેકનોલોજી કંપની સોના BLW પ્રિસિજન ફોર્જિંગ્સે સારો દેખાવ કર્યો હતો.

લિસ્ટિંગ ગેઇન અથવા રોકાણ


ઘણી વખત રોકાણકારો એ સમજવામાં નિષ્ફળ જાય છે કે તેઓ IPOમાં શેર માટે શા માટે અરજી કરી રહ્યા છે? તમારા રોકાણના લક્ષ્યને અવગણવું અને બહાર નીકળવાની વ્યૂહરચના ન રાખવી એ સૌથી મોટી ભૂલ હોય શકે છે.

નિગમ કહે છે, કેવા પ્રકારના શેરબજારમાં કામ કરી રહ્યા છીએ તે અંગે સ્પષ્ટ રહો. જ્યારે તમે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે જ અરજી કરો છો, ત્યારે ઉપર તરફનું ટ્રેન્ડિંગ માર્કેટ મદદ કરે છે. બજારને લિક્વિડિટી અને ઓવરબોટ ઝોનમાં ટ્રેડિંગ દ્વારા તાકાત મળે છે, ત્યારે લિસ્ટિંગ પર સેલિંગ અર્થપૂર્ણ છે. આવું સેલિંગ ભલે નાના ફાયદા સાથે હોય કે કેટલીકવાર નાના નુકસાન સાથે હોય તો પણ ચાલે. જ્યારે બજાર ઉપર જઈ રહ્યું હોય, ત્યારે વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ.

જોકે, રોકાણકારોએ બિઝનેસનો લાંબા ગાળાનો દૃષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. જો તમે યોગ્ય રીતે ગણતરી કરો, તો IPO તમારા રોકાણમાં ઉમેરો કરવા માટે સારો વિકલ્પ છે.

આ પણ વાંચો: USમાં વ્યાજદર વધવા છતાં બજારમાં કેમ આવ્યો ઉછાળો?

સ્ટોપલોસ તમને બચાવી શકે


જસાણી સલાહ આપે છે કે, IPOમાં રોકાણ કરવા માટે વ્યવસાયની સ્પષ્ટ સમજની જરૂર હોય છે. અલબત્ત અમુક પરિસ્થિતિઓમાં બધા પ્રયત્નો કરવા છતાં વ્યક્તિથી ખોટું થઈ શકે છે. તેવામાં સ્ટોપલોસ સ્ટ્રેટેજી તમારા બચાવમાં આવી શકે છે. દરેક આઈપીઓમાં તમે કેટલાં નાણા ગુમાવી શકો તેમ છો તે નક્કી કરો. જો સ્ટોક તે લેવલની નીચે જાય, તો વેચી નાખો.

તેઓ વધુમાં કહે છે કે, આ બાબત તમને વધુ નુકસાનને ટાળવામાં મદદ કરશે. જો તમે 20 ટકાનો સ્ટોપ લોસ રાખશો, તો તમે તે લેવલથી બહાર નીકળી જશો. તમારું નુકસાન તેનાથી આગળ નહીં વધે. IPOની દરેક સિઝન બાદ રોકાણકારોના પોર્ટફોલિયોમાં શેરોની સંખ્યા વધી જાય છે. તેમને ટ્રેક કરવા મુશ્કેલ બની જાય છે. સ્ટોપલોસ સ્ટ્રેટેજીને વળગી રહેવાથી તમને પોર્ટફોલિયોમાં શેરોની સંખ્યાને અંકુશમાં રાખવામાં મદદ મળશે. સ્ટોપલોસને અડકયા બાદ સ્ટોકનો ભાવ વધે તો પણ ભવિષ્ય અંગે સ્પષ્ટતા હોય તો પછીના તબક્કે સ્ટોકમાં રી-એન્ટ્રી કરી શકાય છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર LIC IPOને મે સુધી સ્થગિત કરી શકે

ટેક્સ પ્લાનિંગ


ઘણા સ્માર્ટ રોકાણકારો કર ઓછો ભરવા માટે તેમના કેપિટલ લોસને બુક કરવાનું વલણ ધરાવે છે. નાણાકીય વર્ષ 22માં ઘણા રોકાણકારોએ વર્તમાન ઉથલપાથલ છતાં સારો નફો કર્યો છે. અત્યારે તમારી પાસે IPOમાં આવેલા અમુક સ્ટોક પર ફેર વિચારણા કરવાનો સમય છે. તમારા સલાહકારની સલાહ લો. જો તમે આઈપીઓની કિંમતથી નીચે વેચાણ કરો છો, તો તમે લોસ બુક કરી રહ્યા છો. જે કેટલાક અન્ય નફા સામે સરભર થઈ શકે છે અને કર પણ ઓછો ભરવો પડે છે. બજાર જેમ જેમ સામાન્ય સ્થિતિમાં પાછું ફરે, તેમ તેમ તમને રોકાણ કરવાની ઘણી વધુ તકો મળે છે. તમે નુકસાનમાં રહેલા શેરો વેચીને તમારી મૂડીને છૂટી કરી ફંડામેન્ટલ રીતે મજબૂત હોય તેવી કંપનીઓ પસંદ કરી શકો છો. (NIKHIL WALAVALKAR, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, IPO, Share market

આગામી સમાચાર