તમારા માટે કેટલા કામનું છે જેટલીનું બજેટ, 9 પોઇન્ટમાં સમજો

આ વખતનું બજેટ ખેડૂત, ગરીબ અને કામદારોના નામે રહ્યું. ખેડૂતો માટે ટેકાના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો, તો ગરીબો અને મજૂરો માટે સ્વાસ્થ્ય વીમા માટે મોટી જાહેરાત કરવામાં આવી.

આ વખતનું બજેટ ખેડૂત, ગરીબ અને કામદારોના નામે રહ્યું. ખેડૂતો માટે ટેકાના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો, તો ગરીબો અને મજૂરો માટે સ્વાસ્થ્ય વીમા માટે મોટી જાહેરાત કરવામાં આવી.

 • Share this:
  આ વખતનું બજેટ ખેડૂત, ગરીબ અને કામદારોના નામે રહ્યું. ખેડૂતો માટે ટેકાના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો, તો ગરીબો અને મજૂરો માટે સ્વાસ્થ્ય વીમા માટે મોટી જાહેરાત કરવામાં આવી. જોકે, નોકરિયાત વર્ગ માટે આ બજેટ ખૂબ જ નિરાશાજનક છે. ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ મર્યાદા વધારવામાં આવી શકે છે. ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો પરંતુ 40 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળ્યું છે. મતલબ કે હવે દરેક પ્રકારના કર્મચારીએ પગારમાંથી 40 હજાર ઘટાડીને ટેક્સ આપવો પડશે.

  1) ઇન્કમ ટેક્સમાં કોઇ છૂટ નહીં. 40 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. એટલે કે પગારમાંથી 40 હજાર ઘટાડીને ટેક્સપાત્ર આવકની ગણતરી કરવામાં આવશે. ઇન્કમ ટેક્સ પર સેસમાં 1 ટકાનો વધારો થયો છે. સેસને 3 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય ટેક્સ વધારવામાં આવ્યો છે. શેરધારકોએ વધારે ટેક્સ આપવો પડશે.

  2) મોબાઈલ ફોન અને ટીવીની કિંમતમાં વધારો થશે. ટીવીના સ્પેરપાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં વધારો થયો છે. મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યૂટીમાં પણ વધારો કરાયો છે. મોબાઈલ પર હવે 15 ટકાને બદલે 20 ટકા કસ્ટમ ડ્યૂટી લાગશે.

  3) લોંગ ટર્મ કેપિટલ ગેન હવે 10 ટકા લાગશે. 250 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ હવે 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે. પહેલા આવી રાહત 50 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ મળતી હતી.

  4) 80 હજાર કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય. બજાર ડૂબશે નહીં તો આ લક્ષ્ય હાસલ કરી શકાય છે. એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.

  5) રાષ્ટ્રપતિનો પગાર 5 લાખ, ઉપરાષ્ટ્રપતિનો 4 લાખ અને ઉપરાજ્યપાલનો પગાર 3.5 લાખ થશે. સાંસદોનું વેતન અને ભથ્થાઓ પાંચ વર્ષે વધારવામાં આવશે.

  6) ઉજ્જવલા યોજનાનો ટાર્ગેટ 5 કરોડથી વધારીને 8 કરોડ કરવામાં આવ્યો છે.

  7) નોકરિયાત મહિલાઓના ઇપીએફના ફાળાને ઘટાડીને 8 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે મહિલાઓની ટેક હોમ સેલેરીમાં વધારો થશે. પહેલા આ પ્રમાણ 9 ટકા હતું. સરકારે આ વર્ષે નવા કર્મચારીઓ માટે વધારીને 12 ટકા કરી નાખ્યું હતું.

  8) રેલવેના તમામ નેટવર્ક બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવશે. 25 હજાર રેલવે સ્ટેશન પર સ્વચાલિત સીડી લગાવવામાં આવશે. દેશમાં હવે મોટી લાઈન પર જ ટ્રેન ચાલશે. તમામ સ્ટેશન પર વાઈફાઈ લાગશે. મુંબઈ લોકલનો વિસ્તાર વધારવામાં આવશે. 90 કિલોમીટર માટે નવી ડબલ લાઈન. 600 સ્ટેશનને આધુનિક બનાવવામાં આવશે.

  9) ભારત નેટ અંતર્ગત એક લાખ ગ્રામ પંચાયતને જોડવામાં આવશે. તમામ ટોલ બૂથ પર ઇ-પેમેન્ટની સુવિધા આપવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: