Home /News /business /Hiring બતાવીને 177 મિલિયન ડોલરનું ભંડોળ ભેગું કર્યું, પછી એવું તો શું થયું કે કર્મચારીઓને કહી દીધું Bye Bye...

Hiring બતાવીને 177 મિલિયન ડોલરનું ભંડોળ ભેગું કર્યું, પછી એવું તો શું થયું કે કર્મચારીઓને કહી દીધું Bye Bye...

હેલ્થકેર સ્ટાર્ટઅપની છટણીએ સેલ્સ, ટેક અને પ્રોડક્ટ ટીમના કર્મચારીઓને માટે મુશ્કેલી ઉભી કરી છે.

Pristyn Care Layoff: ગુરુગ્રામ સ્થિત હેલ્થકેર યુનિકોર્ન પ્રિસ્ટીન કેરે તેના વિભાગોમાંથી 350 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

સ્ટાર્ટઅપ વર્લ્ડમાં ફંડ મેળવવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક સ્ટાર્ટઅપે પહેલા હાયરિંગ બતાવીને ફંડિંગ એકત્ર કર્યું અને હવે ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. વાસ્તવમાં, ગુરુગ્રામ સ્થિત હેલ્થકેર યુનિકોર્ન પ્રિસ્ટિન કેરે તેના વિભાગોમાંથી 350 કર્મચારીઓને છટણી કરતી વખતે બરતરફ કર્યા છે. હેલ્થકેર સ્ટાર્ટઅપની છટણીએ સેલ્સ, ટેક અને પ્રોડક્ટ ટીમના કર્મચારીઓને માટે મુશ્કેલી ઉભી કરી છે.

જો કે, સ્ટાર્ટઅપે Inc42ને જણાવ્યું કે તેણે માત્ર 45 કર્મચારીઓને તેમના પ્રદર્શનના આધારે કાઢી મૂક્યા છે. પ્રિટીન કેરના પ્રવક્તાએ ટાંકીને કહ્યું હતું કે અમારી પાસે એક વ્યાપક પ્રદર્શન મૂલ્યાંકન પ્રક્રિયા છે, જે કર્મચારીઓની યોગ્યતાના સ્તરને સમજવામાં મદદ કરે છે. આ એક નિયમિત પ્રક્રિયા છે અને અમને આખી સંસ્થામાં લગભગ 45 કર્મચારીઓ મળ્યા જેઓ અપેક્ષા મુજબ કામગીરી કરી રહ્યા ન હતા, તેથી અમારે આ પગલું ભરવું પડ્યું.

આ પણ વાંચો: PM Kisan: સરકાર ખેડૂતોને આપી રહી છે ડબલ ફાયદો, દર મહિને ઉઠાવો લાભ, કરવું પડશે આ કામ

સ્ટાર્ટઅપે અત્યાર સુધીમાં 177 મિલિયન ડોલરથી વધુ ભંડોળ મેળવ્યું


વર્ષ 2018 માં સ્થપાયેલ, પ્રિસ્ટીન કેર તેના 800 થી વધુ હોસ્પિટલો, 200+ ક્લિનિક્સ અને 400 થી વધુ ઇન-હાઉસ સુપર-સ્પેશિયાલિટી સર્જનોના નેટવર્ક દ્વારા અદ્યતન માધ્યમિક સર્જરી સંભાળ પ્રદાન કરે છે. ગુરુગ્રામ સ્થિત સ્ટાર્ટઅપે અત્યાર સુધીમાં 177 મિલિયન ડોલરથી વધુ ફંડ એકત્ર કર્યું છે.


સૌથી ઓછા સમયમાં બનાવ્યું હેલ્થટેક યુનિકોર્ન


અમે તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2021માં, પ્રિસ્ટીન કેરે તેની સીરિઝ E રાઉન્ડમાં 96 મિલિયન ડોલર એકઠા કર્યા હતા, જેનું મૂલ્ય 7 મહિનામાં બમણું કરીને 1.4 બિલિયન ડોલર થયું હતું અને શક્ય તેટલા ઓછા સમયમાં હેલ્થટેક યુનિકોર્ન બની ગયું હતું.
First published:

Tags: Business news, Employees, Startups

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો