Home /News /business /મેટા અને ટ્વિટર બાદ હવે Amazonમાં પણ છટણી, 10 હજાર કર્મચારીઓને ઘરે બેસાડશે

મેટા અને ટ્વિટર બાદ હવે Amazonમાં પણ છટણી, 10 હજાર કર્મચારીઓને ઘરે બેસાડશે

એક પછી એક ટોચની કંપનીઓ મંદીના ડરથી કર્મચારીઓને કાઢી રહી છે.

LayOffs in Tech Companies: દુનિયાની ટોચની મેટા અને ટ્વિટર જેવી દિગ્ગજ કંપનીઓમાં છટણી બાદ હવે વિશ્વની સૌથી મોટી ઈ કોમર્સ કંપનીઓ પૈકી એમેઝોનમાં પણ કર્મચારીઓને ઘરે બેસાડવાનું શરું કરવામાં આવી શકે છે. અહેવાલો મુજબ કંપની 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે.

વધુ જુઓ ...
  ટ્વીટર અને ફેસબુક બાદ હવે દિગ્ગજ અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોન તેના લગભગ 10,000 કર્મચારીઓની છટણી (Amazon Layoffs) કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું છે કે કંપની આ સપ્તાહથી છટણી શરૂ કરવાનું વિચારી રહી છે અને મોટાભાગની કોર્પોરેટ અને ટેકનોલોજી સંબંધિત નોકરીઓમાં કાપ મુકવામાં આવશે.

  રિપોર્ટ અનુસાર, છટણી મુખ્યત્વે એલેક્સા (Alexe) જેવી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીના ડિવાઇસ યુનિટ અને તેના રિટેલ યુનિટ અને હ્યુમન રિસોર્સિસ ટીમમાં કરવામાં આવશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છટણીમાં સામેલ કર્મચારીઓની સંખ્યામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. સમાચાર લખાય છે ત્યારે, એમેઝોન તરફથી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

  આ પણ વાંચોઃ શેરબજારમાં બંપર કમાણી માટે લક્ષ્મી ઐય્યરની સ્ટ્રેટેજી અપનાવો પછી બેઠાં બેઠાં રુપિયા ગણો

   એમેઝોનમાં કુલ 16 લાખ કર્મચારીઓ


  31 ડિસેમ્બર, 2021 સુધીના ડેટા અનુસાર લગભગ 16 લાખ કર્મચારીઓ એમેઝોનમાં ફુલટાઈમ અને પાર્ટ ટાઈમ કામ કરે છે. મહત્વનું છે કે તાજેતરમાં જ એમેઝોને જણાવ્યું હતું કે તે આગામી કેટલાક મહિનાઓ માટે કંપનીમાં નવી ભરતી કરવાનું બંધ કરી રહી છે.

  અમેઝોને ગ્રોથ ઘટવાની શક્યતા વ્યક્ત કરી


  આ છટણીના સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે હાલમાં જ થોડા સમય પહેલા એમેઝોને આશંકા વ્યક્ત કરી હતી કે આ વર્ષે હોલીડે સીઝનમાં તેનો ગ્રોથ દર વર્ષ કરતા ઓછો હોઈ શકે છે. જ્યારે એમેઝોન સામાન્ય રીતે આ તહેવારોની મોસમ દરમિયાન વર્ષનો સૌથી વધુ વેચાણ રેકોર્ડ નોંધાવે છે.

  આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

  એમેઝોને કહ્યું કે આ વખતે વધતી મોંઘવારીને કારણે લોકો અને કંપનીઓ પાસે વધારાના ખર્ચ માટે ઓછા રુપિયા બચ્યા છે. આ છટણી સાથે, એમેઝોન હવે એવી ટેક કંપનીઓની યાદીમાં જોડાઈ ગયું છે, જે સંભવિત આર્થિક મંદી પહેલા ખર્ચ ઘટાડવા માટે છટણીનો આશરો લઈ રહી છે.

  ફેસબુક, ટ્વિટર અને સ્નેપચેટમાં પણ છટણી


  એમેઝોન પહેલા ગત સપ્તાહમાં ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ જાહેરાત કરી હતી કે તે કંપનીના 11,000 અથવા 13 ટકા કર્મચારીઓને છટણી કરશે. આ સિવાય ઈલોન મસ્કની માલિકીની ટ્વિટર, તેમજ દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટ અને સ્નેપ દ્વારા પણ તાજેતરમાં કંપનીમાં મોટાપાયે છટણી કરવામાં આવી છે.

  આ વર્ષે એમેઝોનના શેરમાં 42%નો ઘટાડો


  આ દરમિયાન સોમવારે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં એમેઝોનના શેર લગભગ 1.75 ટકા ઘટીને $99 થઈ ગયા હતા. વિશ્વભરની ટેક કંપનીઓમાં વેચવાલી વચ્ચે આ વર્ષે અત્યાર સુધીમાં એમેઝોનના શેરના મૂલ્યમાં લગભગ 42 ટકાનો ઘટાડો થયો છે.  મહત્વનું છે કે અગાઉ, વોલ સ્ટ્રીટ જર્નલે પણ દાવો કર્યો હતો કે એક મહિનાની સમીક્ષા પછી, એમેઝોને કંપનીના તેવા એકમોને ચેતવણી આપી હતી જે થોડા ક્વાર્ટરથી ખોટમાં ચાલી રહ્યા હતા. એમેઝોને તે એકમોના કર્મચારીઓને અન્ય તકો શોધવા કહ્યું હતું.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Amazon job, Business news, Jobs in india, Twitter

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन