Laxmi Organic IPO: જાણો શેરનું અલૉટમેન્ટ સ્ટેટસ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

ફાઇલ તસવીર

આ આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા શેર અનામત રખાયા હતા. જ્યારે 50 ટકા શેર QIBs અને 15 ટકા શેર નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયા હતા.

  • Share this:
    Laxmi Organic IPO: તમામ લોકોની નજર લક્ષ્મી ઓર્ગેનિકના શેરના અલૉટમેન્ટ (Laxmi Organic stock allotment) પર ટકેલી છે. લક્ષ્મી ઓર્ગેનિકના શેરને લઈને રોકાણકારોમાં ખૂબ જોશ જોવા મળી રહ્યો છે. આ આઈપીઓ માટે લિંક ઇનટાઇમ ઇન્ડિયા (Link Intime India) રજિસ્ટ્રાર છે, જે આઈપીઓ સંબંધિત અલૉકેશન અને રિફંડનું કામ જોઈ રહી છે. લક્ષ્મી ઓર્ગેનિકના શેરની ફાળવળી 22મી તારીખના રોજ એટલે કે આજે થવાની સંભાવના છે. જે બાદમાં 25 માર્ચના રોજ કંપનીના શેરની લિસ્ટિંગ થશે. આ આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા શેર અનામત રખાયા હતા. જ્યારે 50 ટકા શેર QIBs અને 15 ટકા શેર નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયા હતા.

    તમને શેર લાગ્યા છે કે નહીં તેની ચકાસણી તમે ઇનટાઇમ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને કરી શકો છો.

    IPO લાગ્યો કે નહીં, આ રીતે તપાસો:

    >> સૌથી પહેલા રજિસ્ટ્રાર વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.htmlની મુલાકાત લો.
    >> વેબસાઇટ ખોલ્યા બાદ તેમાં IPO (લક્ષ્મી ઓર્ગેનિક) પસંદ કરો.
    >> જો તમે એપ્લિકેશન નંબર પસંદ કરો છો તો તમારે NON-ASBA અથવા ASBA પસંદ કરો અને એપ્લિકેશન નંબર દાખલ કરો. DPID​​/ ક્લાઇન્ટ ID પસંદ કરવાના કેસમાં NSDL/CDSL પસંદદ કરો અને DPID ​​અને ક્લાઇન્ટ ID દાખલ કરે. PAN કાર્ડના કેસમાં ફક્ત પાન કાર્ડ દાખલ કરો.

    >> જે બાદમાં આપેલો કેપ્ચા દાખલ કરો. સબમિટ બટન દબાવતા જ તમને શેર ફાળવવામાં આવ્યા છે કે નહીં તેની માહિતી દેખાશે.

    આ પણ વાંચો: શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

    આ ઉપરાંત તમે BSEની વેબસાઇટ પર જઈને પણ અલૉટમેન્ટ સ્ટેટસ તપાસી શકો છો. ઈશ્યૂ ટાઇપ (ઇક્વિટી) અને ઇશ્યૂ નેમ, એપ્લિકેશન નંબર અને પાન કાર્ડ નંબર દાખલ કરીને તમે ફાળવણીની વિગત તપાસી શકો છો.

    ઉલ્લેખનીય છે કે સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી લક્ષ્મી ઓર્ગેનિકનો આઈપીઓ 107 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટમાં લક્ષ્મી ઓર્ગેનિકનો શેર 63 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. 15થી 17 માર્ચ સુધી ખુલેલા આઈપીઓની પ્રાઇસ બેન્ડ 129-130 રૂપિયા હતી.

    આ આઈપીઓમાં QIBs માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 175.47 ગણો ભરાયો હતો. જ્યારે બિન સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 217.62 ટકા ભરાયો હતો. જ્યારે રિટેલ હિસ્સો 20 ગણો ભરાયો હતો.

    આ પણ વાંચો: ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ

    300 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે

    લક્ષ્મી ઑર્ગેનિક આ IPO મારફતે 300 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે. 300 કરોડના શેર કંપનીના પ્રમોટર્સ યલો સ્ટોન ટ્રસ્ટ (Yellow Stone Trust) જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે કેમિકલ કંપની લક્ષ્મી ઑર્ગેનિકની શરૂઆત 1992માં થઈ હતી. કંપની એસિટલડિહાઈડ (acetaldehyde) અને એસિટિક એસિડ (acetic acid) બનાવે છે. જે ભારતમાં acetaldehydeનું ઉત્પાદ કરતી સૌથી મોટી કંપની છે.

    કંપની ફંડનો રોકાણ અહીં કરશે

    કંપની આઈપીઓ મારફતે એકઠા કરેલા ફંડનો ઉપયોગ ફ્લોરોસ્પેશિયાલિટી સરાયણ (fluorospecialty chemicals)નું ઉત્પાદન કરવા માટે નવો પ્લાન્ટ નાખવા પાછળ, તેમજ વર્તમાન પ્લાન્ટના વિસ્તાર માટે મશીનરી ખદીવાની સાથે સાથે નાણાની જરૂરિયાત અને કોર્પોરેટર જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published: