ક્યારેક નાનકડી દુકાનથી શરૂ થયેલી હલ્દીરામ, હવે વીડિયોકૉન ખરીદવાની તૈયારીમાં

News18 Gujarati
Updated: November 19, 2019, 3:10 PM IST
ક્યારેક નાનકડી દુકાનથી શરૂ થયેલી હલ્દીરામ, હવે વીડિયોકૉન ખરીદવાની તૈયારીમાં
હલ્દીરામ

8 રોકાણકારોએ વીડિયોકોન ખરીદવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે.

  • Share this:
દેશની સૌથી મોટી નાસ્તા બનાવતી કંપની હલ્દીરામ (Haldiram) હવે વીડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ (Videocon Industries) ખરીદવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નાદારી કાનૂન હેઠળ વેચાઇ રહેલી વીડિયોકૉન ઇન્ડસ્ટ્રીજને ખરીદવા માટે હલ્દીરામ, વેદાંતા અને ઇન્ડોનેશિયાની બિલિયનેયર રૉબર્ટ હાર્તોનો સહિત કુલ 8 રોકાણકારોએ ઇચ્છા વ્યક્ત કરી છે. ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ આઠ રોકાણકારોએ ઔપચારિક રીતે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જમા કરાવ્યું છે. જલ્દી જ આ મામલે ડ્યૂ ડિલિજેન્સ શરૂ કરવામાં આવશે.

કેમ વહેંચાઇ રહી છે વીડિયોકોન : વીડિયોકોનને ખરીદવાની ઔપચારિક શરૂઆત ઓગસ્ટમાં શરૂ કરવામાં આવી હતી. વીડિયોકોન ઇન્ડસ્ટ્રીનો વેપાર અનેક ક્ષેત્રમાં ફેલાયેલો છે. પણ તેની પર 20,000 કરોડનું દેવું હોવાથી તેને નાદારી નોંધાવી છે. અનેક લોકલ અને ઇન્ટરનેશનલ ઓપરેટર્સની મળેલા 122 ટેલીકોમ લાયસન્સ 6 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટની તરફથી ખારીજ કરવામાં આવતા વીડિયોકોનની આર્થિક મુશ્કેલી વધી હતી. જેમાં કંપની મોબાઇલ ટેલીફોની ઓફરિંગ માટે લાઇસન્સ અને સ્પેક્ટ્રમની મોટી રકમ લગાવનાર ઓપરેટર્સ પણ સામેલ હતા. વળી વીડિયોકોનને ઓઇલ વેપારમાં નુક્શાની થઇ હતી.

જેને કંપનીએ પોતાની કેટલીક મિલકત વહેંચી સેટલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેને સફળતા ન મળી. બેંક 2016માં વિભિન્ન સ્કીમો હેઠળ સમાધાન કરવાની માંગણી પણ કરી. વધુમાં વીડિયોકોન ઇન્ડસ્ટ્રીજના ચેરમેન વેણુગોપલ વિરુદ્ધ સીબીઆઇ તપાસ પણ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ વીડિયોકોનમાં રસ ધરાવતા રોકાણકારોમાં એક સરકારી ઓઇલ એન્ડ ગેસ કંપની સિવાય, સ્ટ્રેટેજિક અને ફાઇનેશિયલ ઇન્વેસ્ટર્સ સામેલ છે. ઇન્ડોનેશિયાના હાર્તોનો પરિવાર પણ કંપની ખરીદવા રસ બતાવી ચૂકી છે.
First published: November 19, 2019, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading