દેશના ટેલેન્ટ પર પૂરો ભરોસો, ટૂંક સમયમાં વિકાસને વેગવંતું કરીશું : PM મોદી

દેશના ટેલેન્ટ પર પૂરો ભરોસો, ટૂંક સમયમાં વિકાસને વેગવંતું કરીશું : PM મોદી
કારોબારીઓને PM મોદીએ કહ્યું, હું આપની સાથે છું, તમે એક ડગલું વધો, સરકાર ચાર ડગલા આગળ વધશે

કારોબારીઓને PM મોદીએ કહ્યું, હું આપની સાથે છું, તમે એક ડગલું વધો, સરકાર ચાર ડગલા આગળ વધશે

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંગળવારે ઉદ્યોગ સંગઠન પરિસંઘ (CII)ના વાર્ષિક સત્રને સંબોધિત કર્યું. તેઓએ પોતાના સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતની સાથે દેશની આર્થિક વૃદ્ધિના માર્ગે લાવવા માટે મંત્ર શૅર કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોના વાયરસ (Coronavirus)થી લડવા માટે વધુ સખ્ત પગલાં ભરવા પડશે. સાથોસાથ અર્થવ્યવસ્થા (Indian Economy)નું પણ ધ્યાન રાખવું પડશે.

  કોરોના સંકટની વચ્ચે દેશમાં આર્થિક મોરચે અનેક પ્રકારના પડકારો છે. કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. આ દરમિયાન આજે પીએમ મોદીએ CIIના વાર્ષિક કાર્યક્રમને સંબોધિત કરતાં કારોબારીઓને ભરોસો વ્યક્ત કર્યો છે તેઓ તેમની સાથે છે. તમે એક ડગલું આગળ વધારો, સરકાર ચાર ડગલા આગળ વધશે. રણનીતિક મામલાઓમાં કોઈ બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી. આત્મનિર્ભર ભારતનો અર્થ રોજગાર નિર્માણ અને વિશ્વાસ ઊભો કરવાનો છે જેથી ભારતની હિસ્સેદારી ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મજબૂત થઈ શકે.
  આ પણ વાંચો, 5 KM/સેકન્ડની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ

  કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર ભરોસો છે. આ જ કારણ છે કે અમને વિશ્વાસ છે કે આપણે ફરી એકવાર અર્થવ્યવસ્થાને તેજ ઝડપ આપીશું. કોરોનાએ આપણી સ્પીડ ભલે ધીમી કરી હોય પરંતુ ભારત લૉકડાઉનને પાછળ છોડીને અનલૉક ફેઇઝમાં આવી ચૂક્યું છે.


  PM મોદીએ કહ્યું કે આજથી ત્રણ મહિના પહેલા દેશમાં એક પણ PPE કિટ બનતી નહોતી પરંતુ આજે રોજ ત્રણ લાખ કિટ બની રહી છે. આત્મનિર્ભર ભારત સાથે જોડાયેલી તમામ જરૂરિયાતનું ધ્યાન સરકાર રાખશે. વડાપ્રધાને કહ્યું કે CII દરેક સેક્ટરને લઈ એક રિસર્ચ તૈયાર કરી અને મને પ્લાન આપે.

  આ પણ વાંચો, રિલાયન્સની આલોક ઇન્ડસ્ટ્રીઝ 33 ટકાના ખર્ચે કરી રહી છે PPE કિટનું ઉત્પાદન
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ