અપના પ્લાન (Apna plan). અમિત એક MBA વિદ્યાર્થી છે જે અપના બ્લોગ લખે છે. સાથે જ તેમની પાસે નેશનલ સ્ટોક એક્સચેન્જના સર્ટિફિકેટ પણ છે. તે મ્યૂચ્યુઅલ ફંડ, વીમા, સ્ટોક, એફડી, આરડી, રિટાયરમેન્ટ પ્લાન, સ્માર્ટ શોપિંગ જેવા વિષયો પર પોતાના બ્લોગમાં જાણકારી આપે છે.
જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાનું શેર બજાર 2.5 ટકા નીચે આવી ગયું.
યૂરોપ અને એશિયાના શેર બજારોમાં ભારે કડાકો નોંધાયો છે. જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાનું શેર બજાર 2.5 ટકા નીચે આવી ગયું. આ સંકેતોની અસર ભારતીય શેર માર્કેટમાં પણ જોવા મળી. બીએસઈના 30 શેરોના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 572.28 અંક નીચે ગગડી 35312.13 પર બંધ રહ્યું. જ્યારે એનએસઈના 50 પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટિ 181.75 પોઈન્ટ સાથે 10601.15ના સ્તર પર બંધ રહ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે, આ ગિરાવટનું કારણ કેનેડામાં ચીનની સૌથી મોટી કંપની હુવાઈ ટેક્નોલોજીની સીએફઓની ધરપકડ છે. કારણ કે, આનાથી અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ટ્રેડ વોર વધવાની આશંકા વધી ગઈ છે. સાથે, ક્રૂડ એક્સપોર્ટ કરનારા ઓપેક દેશોની બેઠક પર પણ રોકાણકારોની નજર છે.
શું છે મામલો - કેનેડામાં હ્યુવાઈ ટેક્નોલોજીની સીએફઓને ઈરાન પર યૂએસ પ્રતિબંધ તોડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
- અમેરિકાએ કેનેડાથી ધરપકડ કરવામાં આવેલી સીએફઓના પ્રત્યાર્પણની માંગ કરી છે. - હુવાઈ ટેક્નોલોજી ચીનની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. - ટ્રેડ વોર પર યૂએસ-ચીન વચ્ચે સમાધાન સમયે આ ધરપકડ થઈ છે. - સીએપઓની ધરપકડ સમાધાનની ગાડીને રોકી શકે છે. હુવાઈના અમેરિકન બિઝનેસ પર રોક લગાવવામાં આવી શકે છે.
ભારતીય શેર બજારમાં કડાકો - રૂપિયામાં નબળાઈ અને દુનિયાભરના બજારોમાંથી નેગેટિવ સેન્ટિમેટલ મળવા કારણે ઘરેલુ શેર માર્કેટમાં ભારે કડાકો નોંધાયો. બીએસઈ સેન્સેક્સ (3.10 ) 540 પોઈન્ટ તૂટી 35360ના સ્તર પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી 170 પોઈન્ટથી વધારે તૂટી 10612 પર રહ્યો હતો. નિફ્ટી પર તમામ 11 ઈન્ડેક્સ નબળા ટ્રેડ કરી રહ્યા છે. IT, FMCG, મેટલ અને બેન્ક શેરોમાં વેચવાલી સૌથી વધારે રહી. બેન્ક નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો કડાકો નોંધાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર