OMG! રિપોર્ટમાં મોટો ખુલાસો, રોજના 132 કરોડ રૂપિયા લાંચ આપે છે ટ્રક ડ્રાઈવર

News18 Gujarati
Updated: February 29, 2020, 9:39 PM IST
OMG! રિપોર્ટમાં મોટો ખુલાસો, રોજના 132 કરોડ રૂપિયા લાંચ આપે છે ટ્રક ડ્રાઈવર
વર્ષે 48 હજાર કરોડ રૂપિયા લાંચ ચૂકવે છે

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રક ડ્રાઈવરો દર વર્ષે 48000 કરોડ રૂપિયા (રોજના 132 કરોડ રૂપિયા) લાંચ તરીકે ચૂકવે છે.

  • Share this:
દેશમાં ટ્રક ડ્રાઈવર અને તેના માલિકો રોજ લાંચ તરીકે વાર્ષિક 48 હજાર કરોડ રૂપિયા ચૂકવે છે. અંગ્રેજી બિઝનેસ અખબાર ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, આ લાંચ માલની હેર-ફેર સમયે અથવા રાજમાર્ગ પર પોલીસને આપવામાં આવે છે. સમાચારપત્રમાં એનજીઓ સેવલાઈફ ફાઉન્ડેશનના અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રક ડ્રાઈવરો દર વર્ષે 48000 કરોડ રૂપિયા (રોજના 132 કરોડ રૂપિયા) લાંચ તરીકે ચૂકવે છે. આ અધ્યયન 10 પ્રમુખ પરિવહન અને ટ્રાન્સપોર્ટ કેન્દ્રોમાં કરવામાં આવ્યું હતું.

82 ટકાથી વધારે ડ્રાઈવરો અને ટ્રક માલિકોનું કહેવું છે કે, રોડ પર ચાલતા સમયે તેમણે એક-બે વિભાગના અધિકારીઓને જ રિશ્વત આપવી પડે છે. એટલું જ નહી, પૂજા સમિતી જેવી સ્થાનિક સમૂહ પણ લાંચ લઈને તેમના ટ્રક જવા દે છે. આ પ્રકારે દરેક ચક્કરમાં ટ્રક ડ્રાઈવરોએ એવરેજ 1257 રૂપિયા લાંચ ચુકવવી છે.

- આ અભ્યાસમાં સામેલ ટ્રાંસપોર્ટ હબોમાં, ગુવાહાટી સૌથી ખરાબ છે, જ્યાં 97.5 ટકા ડ્રાઈવરોનો દાવો છે કે, તેમણે લાંચ આપી હતી. ત્યારબાદ ચેન્નાઈ (89 ટકા) અને દિલ્હી (84 ટકા) સ્થાન રહ્યું.

- રિપોર્ટમાં દાવો છે કે, આરટીઓ પણ લાંચ માંગે છે. 44 ટકા ડ્રાઈવરોનું માનવું છે કે, આરટીઓ પમ લાંચ માંગે છે. લાંચખોરીમાં સૌથી વધારે આરટીઓ બેંગલુરૂ સૌથી આગળ છે. ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ માટે પણ લાંચ આપવી પડે છે.

- એટલું જ નહી, રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, ડ્રાઈવરોના એક મોટા ભાગ (લગભગ 47 ટકા)એ પોતાના ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યુ કરવા માટે લાંચ આપી હોવાની વાત સ્વીકારી છે.

- મુંબઈના લગભગ 93 ટકા ડ્રાઈવરો અને ટ્રક માલિકોએ દાવો કર્યો કે, તેમને આની માટે રિશ્વત આપવી પડે છે, ત્યારબાદ ગુવાહાટી (83 ટકા) અને દિલ્હી-એનસીઆર(78 ટકા)ને સ્થાન મળ્યું.- એવરેજ એક ડ્રાઈવરે લાયસન્સના નવીનીકરણ માટે 1789 રૂપિયા ચૂકવણી કરી, દિલ્હીમાં રિશ્વતની રકમ વધારે 2025 રૂપિયા હતી.
First published: February 29, 2020, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading