ઘરે બેઠા જમા કરી શકશો ટ્રાફિકનું ચલણ, આ છે રીત

હવે તમે ઘરે બેઠા ટ્રાફિક ચલણની ચુકવણી કરી શકશો. દિલ્લીમાં ઇ-ચલણ અને ઓનલાઇન ચુકવણી પ્રણાલીનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ સિસ્ટમ દ્વારા ડ્રાઇવરોના ચલણ નોંધાયેલા નંબર પર મોકલવામાં આવશે.

News18 Gujarati
Updated: July 21, 2019, 11:36 AM IST
ઘરે બેઠા જમા કરી શકશો ટ્રાફિકનું ચલણ, આ છે રીત
ઇ-ચલણ અને ઓનલાઇન ચુકવણી પ્રણાલીનું ઉદઘાટન કરવામાં આવ્યું.
News18 Gujarati
Updated: July 21, 2019, 11:36 AM IST
ન્યૂઝ18 ગુજરાતી:  હવે તમે ઘરે બેઠા ટ્રાફિક ચલણની ચુકવણી કરી શકશો. દિલ્લીમાં ઇ-ચલણ અને ઓનલાઇન ચુકવણી પ્રણાલીનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ સિસ્ટમ દ્વારા ડ્રાઇવરોના ચલણ નોંધણી વાહન નંબર પર મોકલવામાં આવશે. આ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ પહોંચશે અને નોંધાયેલા વાહનોના સરનામા પર પણ પહોંચશે. હવે ચલણની ચુકવણી કોઇપણ ડેબિટ કાર્ડ અથવા ક્રેટિટ કાર્ડ દ્વારા કરી શકાય છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતા ધારકો નેટ બેન્કિંગમાંથી પણ ચલણ ચૂકવી શકે છે. આ સિસ્ટમ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) સાથે દિલ્લી પોલીસ મળીને વિકસાવવામાં આવી છે.

અન્ય રાજ્યો સાથે પણ શેર થશે ડેટા

(1) ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થયા પછી કોઈપણ ડ્રાઈવરનું દિલ્હીમાં ચલણ હશે તે હવે વાહનના નોંધણી નંબરના આધારે સંબંધિત રાજ્યના આરટીઓ પાસે પણ મોકલવામાં આવશે. તેથી રાજ્યને વાહનના ચલણ વિશેની માહિતી પણ મળશે. આ નવી સિસ્ટમથીં કોઈપણ રાજ્યમાં કોઈપણ વાહનોના ચલણ વિશેની માહિતી સરળતાથી પ્રાપ્ત થશે.

(2) આ સિસ્ટમના પરીક્ષણ દરમિયાન, નવા મશીનોમાંથી 6,03,503 ચલણ જાહેર કરવામાં આવ્યા અને 9.5 કરોડ રુપિયા દંડ તરીકે જમા થયા, ટ્રાયલ દરમિયાન 58 ટકાથી વધુ લોકોએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ અથવા નેટ બેન્કિંગ દ્વારા દંડ ચૂકવ્યો.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય! હાઈવે પર ટોલ ટેક્સના બદલ્યા નિયમ


(3) સારથી એપ દ્વારા એનસીઆરબીથી તમામ વાહનોના ચલણના લાઇસન્સિંગ લાઇસન્સના ડેટા પણ લેવામાં આવ્યાં છે, જેનાથી વાહન ચાલકના લાયસન્સના નંબરથી જ સિસ્ટમ તેના વિશે તમામ માહિતી આપશે.

(4) આનાથી એ પણ જાણી શકાશે કે લાઇસન્સ બોગસ તો નથી ને . લાઇસન્સ ધારકોનું પહેલા કેટલી વખત અને કેટલા નિયમનાં ઉલ્લંઘન પર ચલણ થઇ ચુક્યું છે. એ માહિતી પણ મળશે.
First published: July 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...