ગ્લોબલ માર્કેટ તુટવાની અસર સ્થાનિક માર્કેટમાં જોવા મળી રહી છે. શરૂઆતનાં કારોબારમાં જ સેન્સેક્સ 1000 પોઇન્ટ તુટ્યો છે જ્યારે નિફ્ટી 10,150 સુધી નીચે આવી ગયો છે
મુંબઇ: આંતરરાષ્ટ્રીય માર્કેટ તુટવાની અસર સ્થાનિક માર્કેટમાં પણ જોવા મળી રહી છે. શરૂઆતનાં જ કારોબારમાં સેન્સેક્સ 1000 પોઇન્ટ તુટ્યો છે જ્યારે નિફ્ટી 10,150 સુધી નીચે આવી ગયો છે સેન્સેક્સ અને નિફ્ટીમાં 2.5 ટકાથી વધુનું ધોવાણ જોવા મળી રહ્યું છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. BSEનો મિડકેપ ઇન્ડેક્સ 3.3 ટકા ઘટ્યો છે જ્યારે નિફ્ટીનો મિડકેટ 100 ઇન્ડેક્સમાં 3.3 ટકાનો કડાકો જોવા મળ્યો છે. BSEનાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં આશરે 3 ટકાનો ઘટાડો છે.
હાલમાં BSEનાં 30 શેરનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સમાં 957 પોઇન્ટ એટલે કે 2.75 ટકાનું ધોવાણ છે. આ સાથે જ હાલમાં માર્કેટ 33,804નાં સ્તર પર બિઝનેસ કરી રહ્યું છે. ASEનાં 50 શેર વાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 302 પોઇન્ટ એટલે કે 2.9 ટકા ઘઠીને 10,158નાં લેવલ પર બિઝનેસ કરી રહ્યો છે.
રૂપિયામાં પણ કડાકો- આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટીને 74.47ની સપાટીએ પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નરમાઈના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર