હોમ લોન લેનારા માટે ખુશખબરી, SBIએ ઘટાડ્યા વ્યાજ દર

News18 Gujarati
Updated: February 9, 2019, 12:28 PM IST
હોમ લોન લેનારા માટે ખુશખબરી, SBIએ ઘટાડ્યા વ્યાજ દર
ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ 20 લાખ રુપિયા સુધી હોમ લોન્સ 0.05 ટકા વ્યાજ દર કરી દીધુ છે.

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ 20 લાખ રુપિયા સુધી હોમ લોન્સ 0.05 ટકા વ્યાજ દર કરી દીધુ છે.

  • Share this:
ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ 20 લાખ રુપિયા સુધી હોમ લોન્સ 0.05 ટકા વ્યાજ દર કરી દીધુ છે. આરબીઆઇ તરફથી ઓછા કરવામાં આવેલા રેપોરેટ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. એસબીઆઇના ગ્રાહકો હવે રૂપિયા 30 લાખની હોમ લોનની ઇએમઆઈ પર રૂ. 96ની બચત કરશે. બેંક જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક મોનેટરી પોલિસી જાહેરાત બાદ સૌથી પહેલી બેંક છે જેને હોમ લોન્સ પર વ્યાજ 30 લાખ રૂપિયા ઘટાડ્યું છે. "બેંક જણાવ્યું હતું કે તે ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઇએ છેલ્લા અઠવાડિયામાં નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 6.25 કરી દીધો હતો.

આ પણ વાંચો: ઓફર! અહીં તમે ફ્રીમાં કરાવી શકશો હોમ લોન ટ્રાન્સફર

આટલા રુપિયાની થશે બચત

30 લાખ રુપિયાની હોમ લોન પર ઇએમઆઈ 26,607 હતી.
>> હવે આ 96 રુપિયા ઓછી હશે, એટલે કે 26,511 રૂપિયા હશે.
>> 25 લાખની લોન પર ઇએમઆઈમાં 80 રપિયાનો ફાયદો થશે.>> હવે એસબીઆઈ બાદ અન્ય બેંકો પણ તેમની હોમ લોનના દરમાં ઘટાડો કરી શકે છે.

એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું મધ્યસ્થ બેન્કના દરમાં ફાયદો નીચા અને મધ્યમ વર્ગ સુધી પહોંચાડવા માટે એસબીઆઇએ હોમ લોન્સના દરમાં ઘટાડો કર્યો છે. આ પગલાથી સંકટગ્રસ્ત રિયલ્ટી સેક્ટરને રાહત આપશે.
First published: February 9, 2019
વધુ વાંચો
अगली ख़बर