બ્રિટનની 259 વર્ષ જૂની કંપનીને ખરીદવાની તૈયારીમાં રિલાયન્સ રિટેલ!

News18 Gujarati
Updated: April 17, 2019, 3:30 PM IST
બ્રિટનની 259 વર્ષ જૂની કંપનીને ખરીદવાની તૈયારીમાં રિલાયન્સ રિટેલ!
રિલાયન્સ રિટેલ બ્રિટનની 259 વર્ષ જુની રમકડાં બનાવતી કંપની હેમલીઝના બિઝનેસને ખરીદવાની તૈયારીમાં છે

રિલાયન્સ રિટેલ બ્રિટનની 259 વર્ષ જુની રમકડાં બનાવતી કંપની હેમલીઝના બિઝનેસને ખરીદવાની તૈયારીમાં છે

  • Share this:
રિલાયન્સ રિટેલ બ્રિટનની 259 વર્ષ જુની રમકડાં બનાવતી કંપની હેમલીઝના બિઝનેસને ખરીદવાની તૈયારીમાં છે. મનીકંટ્રોલને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર, બંને કંપનીઓ વચ્ચે વાતચીત ઘણી આગળ વધી ગઈ છે.

હેમલીઝ રમકડાંની પ્રખ્યાત ગ્લોબલ બ્રાંડ છે. સૂત્રો અનુસાર હેમલીઝ સ્ટોર્સની સંખ્યા ભારતમાં વધીને 200 કરવાનું લક્ષ્ય છે. હેમલીઝની ચીની પેરન્ટ કંપની બિઝનેસ વેચવા માંગે છે. પેરેન્ટ કંપની સી બેનરે 2015માં હેમલીઝને ખરીદી હતી.

- Hamleysની માલિકી કંપની સાથે વાતચીત અંતિમ તબક્કામાં

- ચાઈનીઝ કંપની સી બેનર સાથે વાતચીત ચાલુ
- કંપની Hamleys તા ગ્લોબલ બિઝનેસ ખરીદશે.
- Hamleys બ્રિટિશ રમકડાં કંપની છે.- કંપનીનો બિઝનેસ વધારવાની પણ યોજના
- 3 વર્ષમાં ભારતમાં 200 સ્ટોર ખોલવાની યોજના
- સી બેનરે 2015માં ખરીદી હતી Hamleys
- 100 મિલીયન પાઉન્ડમાં ખરીદી હતી
- બજારના અટકળો પર પ્રતિક્રિયા નહીં
- કંપની સમય સમય પર સંભાવનાઓ શોધતી રહે છે.

ડિસ્ક્લેમર - ન્યૂઝ18 ડોટ કોમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો જ હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે જ છે.
First published: April 17, 2019, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading