ખુશખબરી! RBIએ RTGSનો સમય વધાર્યો, હવે આટલા વાગ્યાથી કરી શકશો ટ્રાન્જેક્શન

News18 Gujarati
Updated: August 21, 2019, 10:51 PM IST
ખુશખબરી! RBIએ RTGSનો સમય વધાર્યો, હવે આટલા વાગ્યાથી કરી શકશો ટ્રાન્જેક્શન
ફાઇલ તસવીર

RTGS Timing: ભારતીય રિઝર્વ બેન્કે મોટી જાહેરાત કરી છે. આરબીઆઈએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમનો સમય વધારી દીધો છે

  • Share this:
RTGS Timing: ભારતીય રિઝર્વ બેન્કે મોટી જાહેરાત કરી છે. આરબીઆઈએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમનો સમય વધારી દીધો છે. હવે સવારે 8 વાગ્યાના બદલે 7 વાગ્યાથી RTGS શરૂ થશે. નવી સર્વિસ 26 ઓગસ્ટ 2019થી શરૂ થશે. તમને જણાવી દઈએ કે, RTGS ટ્રાંજેક્શન (ઈન્ટરનેટ દ્વારા પૈસાની લેવડ દેવડ) વાસ્તવીક સમયમાં થાય છે. જ્યારે તમે ટ્રાંજેક્શન કરો છો તો, બીજા એકાઉન્ટમાં તૂરંત પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. બીજા-ચોથા શનીવારે બેન્કમાં રજાની સાથે આ સર્વિસ બંધ રહે છે. જ્યારે રવિવારે અને બેન્કની જ્યારે-જ્યારે રજા હોય છે ત્યારે આ સર્વિસ બંધ રહે છે.

RTGSથી કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકાય છે
RTGSથી મુખ્ય રીતે 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમ ટ્રાન્સફર કરી શકાય છે. જોકે, તેના માટે ખાસ સમય નિશ્ચિત છે. RTGS પર દેખરેખ રાખતી રિઝર્વ બેન્કે હાલમાં RTGS ટ્રાન્સફરના ટાઈમિંગમાં દોઢ કલાકનો વધારો કર્યો છે.

RTGSનો નવો ટાઈમિંગ
આરબીઆઈએ RTGSનો સમય વધારી દીધો છે. હવે સવારે 8 કલાકને બદલે 7 વાગ્યાથી RTGS શરૂ થશે. હાલમાં ગ્રાહકો માટે RTGS સિસ્ટમનો ટાઈમિંગ 8 કલાકથી સાંજે 6 કલાકનો છે. જ્યારે ઈન્ટર-બેન્ક ટ્રાજેક્શનનો ટાઈમિંગ સવારે 8 કલાકથી સાંજે 7.45 કલાકનો છે. નવા આદેશમાં હવે RTGS સિસ્ટમનો સમય વધારવામાં આવ્યો છે. હવે ગ્રાહકો અને બેન્કો માટે RTGS સવારે 7 વાગ્યાથી શરૂ થશે.
First published: August 21, 2019, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading