વિજ્ઞાન ભવનમાં આયોજીત કંસ્ટ્રક્શન ટેક્નોલોજી ઈન્ડીયા 2019 કોન્ફેંસમાં પીએમ મોદીએ પોતાની સરકારની સસ્તા હાઉસિંગ કાર્યક્રમની વાત કરી. તેમણે કહ્યું કે, મને હંમેશા એ સાંભળી દુખ થાય છે કે, આપણા દેશમાં કેટલાએ લોકો પાસે પોતાનું પાક્કુ મકાન નથી. મારૂ સપનું છે કે, 2022 સુધીમાં બધાને પાક્કા મકાન મળે. તેમણે કહ્યું કે, કન્સ્ટ્રક્શનમાં પોતાનો વિચાર રાખી અમે ફેરફાર કર્યો. ઘર હોય, મકાન હોય, કોમર્શિયલ બિલ્ડીંગ અથવા રસ્તા હોય. તેને ઈકો ફ્રેન્ડલી બનાવવા માટે અમે કામ કર્યું. સસ્તા ઘરો પર જીએસટી ઓછી કરી. જેને 8 ટકાથી ઘટાડી 1 ટકા કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી દિલ્હીમાં કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી ઈન્ડીયા 2019 કોન્ફેંસને સંબોધીત કરી રહ્યા છે.
ઈન્કમ ટેક્સ ઓછો કર્યો - પીએમ મોદીએ કહ્યું કે 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ જીરો કરી દેવામાં આવ્યો. આ સિવાય હવે બે ઘરના અનુમાનિત ભાડા પર કોઈ ઈન્કમ ટેક્સ નહી આપવો પડે. તેમણે જણાવ્યું કે, આરી રીતે પૂંજીગત આવક પર ટેક્સ છૂટ હવે એકના બદલે બે ઘર પર મળવાની છે, આ તમામ પ્રયાસ મધ્યમ વર્ગને નવા મકાન ખરીદવા માટે પ્રોત્સાહિત કરનારા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતમાં કન્સ્ટ્રક્શનની અપ્રોચમાં સરકારે એક અન્ય ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું કે, હવે રસ્તા હોય કે, રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટ કે પછી કોમર્શિયલ બિલ્ડીંગ, તેને ઈકો ફ્રેન્ડલી, પ્રાકૃતિક આપદાનો સામનો કરી શકે તેવી અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપતા નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
જીએસટી દરોમાં ઘટાડો - પીએમએ કહ્યું કે, હાલમાં જ કંસ્ટ્રક્શન સેક્ટરમાં જીએસટીનો બોઝ ઓછો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી 8 ટકાના બદલે હવે ઘટાડી 1 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે અંડર કન્સ્ટ્રક્શન હાઉસિંગ પ્રોજેક્ટ પર જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. પીએમએ કહ્યું કે, આનો ફાયદો ઘર બનાવનારા અને ખરીદનાર બંનેને મળશે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે. શહેરોનો વિસ્તાર વધી રહ્યો છે, અને લોકોની ઘરોની જરૂરત વધી રહી છે. સરકાર હાઉસિંગ સેક્ટરની નીતિ પર ફોક્સ બનાવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઘર માત્ર દીવાલ નથી હોતી, પરંતુ એ જગ્યા છે, જ્યાં સપનાઓને સચ કરવાની તાકાત પેદા થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર