Home /News /business /

ફટકો! 70 રૂપિયા પાર પહોંચ્યું પેટ્રોલ, જાણો - હવે કેમ વધી રહ્યા છે ભાવ

ફટકો! 70 રૂપિયા પાર પહોંચ્યું પેટ્રોલ, જાણો - હવે કેમ વધી રહ્યા છે ભાવ

મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 28 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડિઝલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લિટર વધારો નોંધાયો છે.

મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 28 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડિઝલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લિટર વધારો નોંધાયો છે.

    પેટ્રોલ-ડિઝલના ભાવમાં સળંગ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સળંગ છટ્ઠા દિવસે પણ વધારો જોવા મળ્યો છે. મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 28 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડિઝલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લિટર વધારો નોંધાયો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 70.40 પ્રતિ લીટર પહોંચી ગઈ છે, જ્યારે ડિઝલનો ભાવ 64.47 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

    આજના નવા ભાવ
    દિલ્હી
    પેટ્રોલ - 70.40 રૂપિયા પ્રતિ લીટર
    ડિઝલ - 64.47 રૂપિયા પ્રતિ લીટર

    મુંબઈ
    પેટ્રોલ - 76.05 રૂપિયા પ્રતિ લીટર
    ડિઝલ - 67.49 રૂપિયા પ્રતિ લીટર



    કેમ મોંઘુ થયું પેટ્રોલ-ડિઝલ
    વૈશ્વિક સ્તર પર તેલની કિંમતમાં ઘટાડા બાદ પણ, પ્રમુખ તેલ કંપનીઓએ પોતાનો ફાયદો જોઈ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. તાજા કાચા તેલની કિંમતોમાં વધારાનું કારણ કમજોર રોકાણ પણ છે. તમને જણાવી દઈએ કે, અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયામાં નબળાઈ નોંધાઈ છે. આ કારણ છે કે, નવું વર્ષ આવતા જ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો શરૂ થઈ ગયો છે. ઈંધણની કિંમતમાં વધારો એટલે થયો છે કારણ કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડની કિંમતોમાં તેજી ચાલુ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Increase, Petrol-diesel-price, દિલ્હી, મુંબઇ, લેટેસ્ટ

    આગામી સમાચાર