Home /News /business /

પેટ્રોલ થઈ શકે છે રૂ.10 સસ્તુ! જાણો- શું છે સરકારની નવી યોજના

પેટ્રોલ થઈ શકે છે રૂ.10 સસ્તુ! જાણો- શું છે સરકારની નવી યોજના

એટલું જ નહી ગાડીઓનું ટ્રાયલ પણ જોર-શોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પુરી કવાયદથી પેટ્રોલના ભાવ 10 રૂપિયા સુધી ઘટી શકે છે.

એટલું જ નહી ગાડીઓનું ટ્રાયલ પણ જોર-શોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પુરી કવાયદથી પેટ્રોલના ભાવ 10 રૂપિયા સુધી ઘટી શકે છે.

    આલોક પ્રેયદર્શી

    નીતિ આયોગની દેખરેખમાં સરકાર દેશભરમાં 15 ટકા મેથેલોન ભેળવેલું પેટ્રોલ લાવવાની તૈયારી કરી ચુકી છે. એટલું જ નહી ગાડીઓનું ટ્રાયલ પણ જોર-શોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પુરી કવાયદથી પેટ્રોલના ભાવ 10 રૂપિયા સુધી ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે, મેથનોલ કોલસાથી બને છે. હાલમાં પેટ્રોલ-ડિઝલમાં ઈથેનોલ મિલાવવામાં આવે છે. આ શેરડીમાંથી બનાવવામાં આવે છે. જેનો ખર્ચ પ્રતિ લીટર 42 રૂપિયા આવે છે. જ્યારે મેથનોલનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ લીટર આવે છે.

    શું છે સરકારની નવી યોજના
    - મેથનોલથી ગાડી ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
    - 15 ટકા મેથનોલ ભેળવેલા પેટ્રોલથી ગાડીઓ ચાલવાનું શરૂ થઈ ગયું છે.
    - નીતિ આયોગની દેખરેખ હેઠળ પુનામાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે.
    - મેથનોલ ભેળવેલું પેટ્રેલ 8થી 10 રૂપિયા સસ્તુ થઈ શકે છે.
    - પુનામાં મારૂતિ અને હુંડાઈની ગાડીઓ પર ટ્રેયલ કરવામાં આવી રહ્યું છે.
    - 2-3 મહિનામાં ટ્રાયલ રનનું પરિણામ આવી જશે.

    આવું કેમ કરી રહી છે સરકાર
    - ઈથેનોલના મુકાબલે મેથનોલ ઘણું સસ્તુ છે.
    - ઈથેનોલ 40 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મેથલોન 20 રૂપિયા પ્રતિ લીટરથી પણ સસ્તુ છે.
    - મેથનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ ઘટી શકસે.

    ક્યાંથી આવશે મેથનોલ
    - ઘરેલુ ઉત્પાદન વધારવા અને પોર્ટ પર સરકારનું ફોકસ છે.
    - આરસીએફ (રાષ્ટ્રીય કેમિકલ એન્ટ ફર્ટીલાઈઝર્સ) જીએનએપસી (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ કોર્પોરેશન) અને આસામ પેટ્રોકેમિકલ્સ જેવી કંપનીઓની ક્ષમતા વિસ્તારની તૈયારી કરી ચુકી છે.
    - મેથનોલ ઈમ્પોર્ટ કરવા માટે નીતિ આયોગે હરાજીના ભાવ મંદાવ્યા છે.
    - ભાવ આવ્યા બાદ ઈમ્પોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવશે
    - ચીન, મેક્સિકો અને મિડલ ઈસ્ટથી મેથનોલનું ઈમ્પોર્ટ કરવામાં આવી શકે છે.

    શેરડીમાંથી બને છે ઈથેનોલ
    ઈથેલોન શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2003માં ભારતમાં પેટ્રોલમાં 5 ટકા ઈથેલોન મિક્સિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આની પાછળનું કારણ પર્યાવરણની સુરક્ષા, વિદેશી મુદ્દાની બચત અને ખેડૂતોને ફાયદો કરાવવાનું હતું. હાલમાં 10 ટકા સુધીની બેલેડિંગ કરી શકાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 10 rupees, After, Diesel, Down, Methanol blending, Niti aayog plan, Petrol, Price, લેટેસ્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन