સતત ચોથા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડાનો સતત ચોથો દિવસ છે. આજે રવિવારે પણ ઇંધણનાં ભાવ ઘટ્યા છે.

News18 Gujarati
Updated: June 9, 2019, 11:42 AM IST
સતત ચોથા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડાનો સતત ચોથો દિવસ છે. આજે રવિવારે પણ ઇંધણનાં ભાવ ઘટ્યા છે.
News18 Gujarati
Updated: June 9, 2019, 11:42 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો સતત ચોથા દિવસે રવિવારે પણ ચાલુ છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલનાં ભાવમાં 16 પૈસા અને ડીઝલનાં ભાવમાં 15 પૈસાનો પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 70.56 રૂપિયા થઇ ગયો છે અને એક લીટર ડીઝલનો ભાવ 64.50 રૂપિયા થઇ ઘયો છે. પેટ્રોલ અને ડીઝલનાં રિટેલ ભાવ ગ્લોબલ ભાવ અને રૂપયા-અમેરિકી ડોલરનાં એક્સચેન્જ રેટ પર નિર્ભર છે.

ચાર મહાનગરમાં શું છે ભાવ
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનાં ભાવમાં ક્રમશ: 7.56 રૂપિયા, 72.81 રૂપિયા, 76.25 રૂપિયા અને 73.31 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ડીઝલનાં ભાવ પણ ચાર મહાનગરમાં ઘટીને ક્રમશ: 64.50 રૂપિયા, 66.42 રૂપિયા, 67.64 રૂપિયા અને 68.24 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

રોજ સવારે 6 વાગે નક્કી થાય છે ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) ભાવની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ ભાવ અને ડીઝલનાં ભાવ નક્કી કરે છે. ઇન્ડિયનઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સંશોધન કરી તે જાહેર કરે છે.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...