નવી દિલ્હી: ઓનલાઈન શોપિંગ તરફ લોકોનું આકર્ષણ હોવાનું મૂળ કારણ ડિસ્કાઉન્ટ છે. વર્તમાન સમયે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા ઓનલાઇન મોબાઇલની ખરીદી ઉપર મોટા ફાયદા મળી રહ્યા છે. એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરીને તમે આઇફોન, સેમસંગ, રેડમી, વનપ્લસ, ઓપ્પો, વીવો, એલજી, નોકિયા અને અન્ય બ્રાન્ડના સ્માર્ટફોન પર 40 ટકા સુધીની છૂટ મળવી શકો છો.
ઉપરાંત એસબીઆઈના ગ્રાહકોને 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળે છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તેના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને 5 ટકાનું વધારાનું કેશબેક પણ આપી રહી છે. જોકે, એસબીઆઈના ગ્રાહકોએ કાર્ડ દીઠ લઘુતમ ટ્રાન્ઝેક્શન રૂ. 5,000નું કરવાનું રહે છે. બીજી તરફ કાર્ડ દીઠ મહત્તમ ડિસ્કાઉન્ટ રૂ. 1000નું મળે છે.
આ માટે એસબીઆઈના ગ્રાહકોએ યોનો એસબીઆઇમાં લોગ ઇન કરીને "બેસ્ટ ઑફર્સ" વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. “બેસ્ટ ઓફર્સ”ના માધ્યમથી એસબીઆઇ ગ્રાહકોએ અમેઝોનમાં જવાનું રહે છે. અમેઝોનમાં મોબાઇલની ફોનની ખરીદી પર નો-કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ મળશે.