Nykaa IPO: અંતિમ દિવસ સુધી નાયકાનો IPO 82 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 12.2 ગણો ભરાયો

નાયકા આઈપીઓ

Nykaa IPO subscription last day: આઈપીઓ પહેલા જ નાયકાએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,396 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા. નાયકાનો આઈપીઓ પહેલા જ દિવસે સંપૂર્ણ રીતે ભરાયો હતો.

  • Share this:
    મુંબઈ: FSN ઇ-કૉમર્સ વેન્ચર્સ લિ. (Nykaa IPO)નો આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અંતિમ દિવસ એટલે કે પહેલી નવેમ્બર, 2021 સુધી આ આઈપીઓ 82 ગણો ભરાયો (Nykaa IPO subscription) છે. આઈપીઓ પહેલા જ નાયકાએ એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor investors) પાસેથી 2,396 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા. નાયકાનો આઈપીઓ પહેલા જ દિવસે સંપૂર્ણ રીતે ભરાયો હતો. BSE અને NSE પર ઉપલબ્ધ ડેટા પ્રમાણે આજે પાંચ વાગ્યા સુધી QIB સેગમેન્ટ 92 ગણો, HNI હિસ્સો 112.51 ગણો અને રિટેલ હિસ્સો 12.19 ગણો ભરાયો હતો. જ્યારે કર્મચારીનો હિસ્સો 1.88 ગણો ભરાયો હતો.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Nykaa IPO GMP)

    માર્કેટ નિષ્ણાતો પ્રમાણે આજે નાયકાના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (Nykaa IPO GMP) ગત દિવસ કરતા ઘટ્યું છે. જોકે, પ્રીમિયમમાં ઘટાડો થવા છતાં નાયકાના એક શેર પર હાલ 570 રૂપિયા ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે. એટલે કે નાયકાનો શેર ઇશ્યૂ કિંમતથી 570 રૂપિયા વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનો શેર 11મી નવેમ્બરના રોજ એનએસઈ અને બીએસઈ પર લિસ્ટ થાય તેવી સંભાવના રહેલી છે. નાયકાએ પોતાના આઈપીઓ માટે 1085-1125 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Nykaa IPO price band) રાખી હતી. કોઈ રોકાણકાર ઓછામાં ઓછા 12 શેર માટે નાયકાના આઈપીઓ માટે બીડ કરી શકતો હતો. એટલે કે અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારો ઓછામાં ઓછા 13,500 રૂપિયા (Nykaa IPO minimum Investment) લગાવવા પડશે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત (Nykaa IPO Quota Details)

    નાયકાના આઈપીઓમાંથી 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો હતો. જ્યારે QIB (Qualified institutional buyer) માટે 75 ટકા હિસ્સો અનામત રખાયો હતો. NII (Non institutional investor) માટે 15 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાયકાએ પોતાના કર્મચારીઓ માટે 2.5 લાખ ઇક્વિટી શેર અનામત રાખ્યા હતા.

    એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,400 કરોડ મેળવ્યા

    આઈપીઓ ખુલ્યાના એક દિવસ પહેલા Nykaaએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,400 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. નાયકાએ એન્કર ઇન્વેસ્ટર્સ માટે જેટલો હિસ્સો અનામત રાખ્યો હતો તેના માટે 40 ગણી વધારે બોલી લાગી છે. આ શેર્સ માટે સૌથી વધારે બોલી રોકાણ પેઢી બ્લેકરૉક કેપિટલ ગ્રુપ અને અસેટ મેનેજર ફિડિલિટીએ લગાવી છે. આ ઉપરાંત કેનેડાના સૌથી મોટા પેન્શન ફંડ મેનેજર CPPIB અને સિંગાપુરના સૉવરેન વેલ્થ ફંડ GIC સહિત મોટી વૈશ્વિક સંસ્થાઓએ પણ આ બીડમાં ભાગ લીધો હતો.

    આ પણ વાંચો: PolicyBazaar IPO: પોલિસી બજારના IPOની પ્રાઇસ બેન્ડ 940-980 રૂપિયા, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

    આ પણ વાંચો: KFC ઓપરેટર સેફાયર ફૂડ્સનો IPO 9 નવેમ્બરના રોજ ખુલશે, જાણો વિગત

    પ્રોફિટ કરતી કંપની

    ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો. માર્ચ અંત સુધી કંપનીએ મોબાઇલ એપ્લીકેશન 4.37 કરોડ ડાઉનલોડ થયેલી છે.

    આ પણ વાંચો: Paytm IPO: 8મી નવેમ્બરના રોજ ખુલશે Paytmનો આઈપીઓ, ઇશ્યૂ સાઇઝ હશે 18,300 કરોડ રૂપિયા

    કંપનીના 80 સ્ટોર

    નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: