પાન કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર બેંક એકાઉન્ટ પાન સાથે લિંક કરવું ફરજિયાત છે.

આવકવેરા વિભાગ માત્ર ઇ-રીફંડ જ જાહેર કરશે અને તે પણ એ બેંક ખાતાઓમાં જાહેર કરવામાં આવશે જે પાન કાર્ડ જોડાયેલ હોય.

 • Share this:
  આવકવેરા વિભાગ માત્ર ઇ-રીફંડ જ જાહેર કરશે અને તે પણ એ બેંક ખાતાઓમાં જાહેર કરવામાં આવશે જે પાન કાર્ડ જોડાયેલ હોય. 1 માર્ચ 2019થી આઇટી વિભાગ ઇ-મોડ દ્વારા રિફંડ્સ આપશે. ટેક્સ રિફંડ મેળવવા માટે ટેક્સપેયર્સને તેમના બેંક એકાઉન્ટને પાનકાર્ડ સાથે જોડવુ પડશે. જો તમારું પાન તમારા બેંક ખાતા સાથે જોડાયેલ નથી તો તમારે આવકવેરા રિફંડ મેળવવા માટે તમારી બેંક શાખાને તાત્કાલિક વિગતો આપવી પડશે.

  ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર બેંક એકાઉન્ટ પાન સાથે લિંક કરવું ફરજિયાત છે. આનાથી તેમને સીધા જ બેંક ખાતામાં ટેક્સ રિફંડ આપશે જે સલામત રહેશે. હાલ તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપિયર્સને રિફન્ડ તેના બેંક એકાઉન્ટમાં અથવા એકાઉન્ટ પે ચેક દ્વારા કરે છે.

  બેંક એકાઉન્ટ સાથે પેન લિંક કરો

  આવકવેરા વિભાગનું કહેવુ છે કે જે કરદાતાઓએ તેમના બેંક ખાતાને પાન સાથે લિંક કર્યુ નથી તેને આવકવેરાની ટેક્સ વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in પર જઇને એકાઉન્ટને પાન સાથે લિંક કરો.

  આ પણ વાંચો: RBI બહાર પાડશે રૂ.100ની નવી નોટ, આવી રીતે કરો અસલી-નકલીની ઓળખ

  31 માર્ચ સુધીમાં પાનને બેંક સાથે જોડવું ફરજિયાત

  આ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે પાન કાર્ડની લિંક ફરજિયાત છે. સીબીડીટીએ આ માટે 31 માર્ચ સુધીનો સમય સમાપ્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આઇટીઆર ફાઇલ કરવા માટે આધારને પાન સાથે જોડવું પડશે. આ અનુસાર ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે 31 માર્ચ, 2019 પહેલાં પાન કાર્ડને આધાર સાથે જોડવું ફરજિયાત છે.
  Published by:Bhoomi Koyani
  First published: