ચીનની શાન ઠેકાણે લાવવા ભારતે કરી આ તૈયારી, 370 પ્રોડક્ટનું બનાવ્યું લીસ્ટ

ચીનની શાન ઠેકાણે લાવવા ભારતે કરી આ તૈયારી, 370 પ્રોડક્ટનું બનાવ્યું લીસ્ટ
પ્રતિકાત્મક તસવીર

લગભગ 370 ઉત્પાદનો માટે કડક માપદંડોને અંતિમરૂપ આપી દીધુ છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે, જે વસ્તુઓનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરી શકાય છે, તેની આયાત ના કરવામાં આવે.

 • Share this:
  નવી દિલ્હી : ભારતે સીમા વિવાદ વચ્ચે ચીનને સબક શિખવવા માટે તૈયારી કરી લીધી છે. ભારતે ચીનથી આયાત પર લગામ લગાવવા માટે આકરા ક્વોલિટી કન્ટ્રોલ ઉપાય અને હાયર ટેરિફ લગાવવાનો પ્લાન બનાવી લીધો છે. આ મામલા સાથે જોડાયેલા જાણકારોએ આ જાણકારી આુી છે. પાડોશી દેશના સૈન્ય ગતિરોધના કારણે આર્થિક સંબંધ ખતરામાં છે. તેમણે કહ્યું કે, સરકારી ભારતીય સ્ટાન્ડર્ડ બ્યૂરોએ લગભગ 370 ઉત્પાદનો માટે કડક માપદંડોને અંતિમરૂપ આપી દીધુ છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે, જે વસ્તુઓનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરી શકાય છે, તેની આયાત ના કરવામાં આવે.

  આ ઉત્પાદનોમાં રસાયણ (Chemicals), ઈસ્પાત (Steel), ઈલેક્ટ્રોનિક્સ (Electronics), ભારે મશીનરી (Heavy Machinery), ફર્નિચર (Furniture), કાગળ (Paper), ઔદ્યોગિક મશીનરી (Industrial Machinery), રબર આર્ટિકલ્સ (Rubber Articles), કાચ (Glass), મેટલ આર્ટિકલ્સ (Metal Articles), ફાર્મા (Pharma), ઉર્વરક (Fertilizer) અને પ્લાસ્ટિકના રમકડા સામેલ છે.  બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કિફર્નિચર, એર કન્ડીશનર કે કોમ્પ્રેશર્સ અને ઓટો કમ્પોનેન્ટ્સ પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા પર પણ ચર્ચા ચાલી રહી છે. સરકારના લોકલ મેન્યુફેક્ચરિંગ પર જોર આપવાની સાથે નાણા મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવ પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, વ્યાપાર મંત્રાલય અલગથી વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોથી બચવા માટે ચીની આયાતની તપાસ માટે નોન-ટેરિફ ઉપાયોનું મૂલ્યાંકન કરી રહી છે. આ પ્રકારના ઉપાયોમાં વધારે નિરિક્ષણ, ઉત્પાદ પરિક્ષણ અને ગુણવત્તા પ્રમાણન આવશ્યકતા સામેલ થશે.

  વ્યાપાર મંત્રાલયના એક પ્રવક્તાએ ટિપ્પણી કરવાની ના પાડી દીધી, જ્યારે નાણા મંત્રાલયના પ્રવક્તાએ કાર્યાલય સમય પર પોતાના મોબાઈલ પર કરવામાં આવેલા કોલનો જવાબ ન આપ્યો. ચીન ભારતના ઈમ્પોર્ટનું સૌથી મોટુ સ્ત્રોત છે. ગત વર્ષે ભારતે ચીનથી 70 બિલિયન ડોલરનો સામાન ઈમ્પોર્ટ કર્યો હતો, જેમાં ઈલેક્ટ્રોનિક ગુડ્સ, ઔદ્યોગિક મશીનરી અને ઓર્ગેનિક કેમિકલ્સ પ્રોડક્ટ્સ ખરીદવામાં આવી. બેઈઝિંગને નવી દિલ્હી સાથે લગબગ 50 બિલિયન ડોલરનું ટ્રેડ સરપ્લસ છે.
  Published by:News18 Gujarati
  First published:June 25, 2020, 16:55 pm

  ટૉપ ન્યૂઝ