ભારતે રચ્યો ઈતિહાસ! આ મામલે જાપાનને પછાડી ભારત દુનિયાના TOP-3 દેશમાં સામેલ

News18 Gujarati
Updated: January 28, 2019, 6:26 PM IST
ભારતે રચ્યો ઈતિહાસ! આ મામલે જાપાનને પછાડી ભારત દુનિયાના TOP-3 દેશમાં સામેલ
ટોપ-10 સ્ટીલ ઉત્પાદન દેશોમાં અમેરિકા 8.67 કરોડ ટનના ઉત્પાદન સાથે ચોથા સ્થાન પર છે.

ટોપ-10 સ્ટીલ ઉત્પાદન દેશોમાં અમેરિકા 8.67 કરોડ ટનના ઉત્પાદન સાથે ચોથા સ્થાન પર છે.

  • Share this:
ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની ગયો છે. વર્લ્ડ એસોસિએશન અનુસાર, સ્ટીલ ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાન પર છે. ગ્લોબલ સ્ટીલ ઉત્પાદનમાં ચીનની ભાગીદારી 51 ટકા છે. વર્લ્ડ સ્ટીલના તાજા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2018માં ચીનનું રો સ્ટીલનું ઉત્પાદન 6.6 ટકા વધીને 92.83 કરોડ ટન પહોંચી ગયું છે. 2017માં આ 87.09 કરોડ ટન હતું. ગ્લોબલ સ્ટીલ ઉત્પાદનમાં ચીનની ભાગીદારી 50.3 ટકાથી વધીને 51.3 ટકા થઈ ગઈ છે.

દુનિયાના ટોપ-10 દેશોનું લિસ્ટ
ટોપ-10 સ્ટીલ ઉત્પાદન દેશોમાં અમેરિકા 8.67 કરોડ ટનના ઉત્પાદન સાથે ચોથા સ્થાન પર છે. ત્યાબાદ દક્ષિણ કોરિયા 7.25 કરોડ ટન સાથે પાંચમા સ્થાન પર, રશિયા 7.17 કરોડ ટન સાથે છટ્ઠા સ્થાન પર, જર્મની 4.24 કરોડ ટન સાથે સાતમા સ્થાન પર, તુર્કી 3.73 કરોડ ટન સાથે આટમા સ્થાન પર, બ્રાઝિલ 3.47 કરોડ ટન સાથે નવમા સ્થાન પર અને ઈરાન 2.5 કરોડ ટન સાથે 10મા સ્થાન પર છે. અન્ય દેશોના લીસ્ટમાં ઈટલીએ ગત વર્ષે 2.45 કરોડ ટન સ્ટીલ ઉત્પાદન કર્યું હતું. ફ્રાંસે 1.54 કરોડ ટન અને સ્પેને 1.43 કરોડ ટન ઉત્પાદન કર્યું.
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_BUSINESS/NW18_GUJ_BUSINESS_AS/NW18_GUJ_BUS_AS_ROS_BTF_728"); });

ભારત નંબર - 2
- રિપોર્ટ અનુસાર, ભારતનો કાચા સ્ટીલનું ઉત્પાદન 2018માં 4.9 ટકા વધીને 10.65 કરોડ ટન રહ્યું, જે 2017માં 10.15 કરોડ ટન હતું.
- જાપાનનું ઉત્પાદન આ દરમ્યાન 0.3 ટકા ઘટીને 10.43 કરોડ ટન રહ્યું- આ રીતે ભારતે સ્ટીલ ઉત્પાદનમાં જાપાનને પાછળ પાડી દીધુ છે.
- રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, 2018માં ગ્લોબલ સ્ટીલ ઉત્પાદન 4.6 ટકા વધીને 180.86 કરોડ ટન રહ્યું, જે 2017માં 172.98 કરોડ ટન હતું.
First published: January 28, 2019, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading