દેશમાં માત્ર 9 લોકોની જ વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયાથી વધારે! ITના આંકડાથી થયો ખુલાસો

News18 Gujarati
Updated: October 19, 2019, 4:05 PM IST
દેશમાં માત્ર 9 લોકોની જ વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયાથી વધારે! ITના આંકડાથી થયો ખુલાસો
જ્યારે 89,793 લોકો એવા છે કે, જેમની વાર્ષીક આવક એકથી 5 કરોડ વચ્ચે છે

જ્યારે 89,793 લોકો એવા છે કે, જેમની વાર્ષીક આવક એકથી 5 કરોડ વચ્ચે છે

  • Share this:
ભારતમાં કરોડપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, દેશમાં માત્ર 9 વ્યક્તિ એવા છે, જેમની એક વર્ષની કમાણી 100 કરોડથી વધારે રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા વર્ષ 2018-19ના આંકડાથી આ માહિતી સામે આવી છે. તેમાં જાણવા મળે છે કે, દેશમાં માત્ર 9 એવા લોકો છે, જેમની વાર્ષીક આવક 100થી 500 કરોડ રૂપિયા વચ્ચે છે.

જોકે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ લોકોના નામનો ખુલાસો નથી કર્યો. તમને જણાવી દઈએ કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાકીય વર્ષ 2018-19 સુધીનો આ અપડેટેડ ટાઈમ સિરીઝ ડેટા અને એસેસમેન્ટ વર્ષ 2018-19 માટે ઈન્કમ-ડિસ્ટ્રીબ્યૂસન ડેટા જાહેર કર્યો છે, જેમાં કોર્પોરેટ્સ, હિન્દુ અનડિવાઈડેડ ફેમિલિઝ એન્ડ ઈન્ડિવ્યૂઝઅલ્સની ઈનકમ ડિસ્ટ્રીબ્યૂશનની જાણકારી સામેલ છે.

ઝડપથી વધી રહી છે કરોડપતિઓની સંખ્યા - ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2017-2018માં કરોડપતિઓની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે.

- દેશમાં 1 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરનારા લોકોની સંખ્યા 97,689 છે. જ્યારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના વર્ષ 2016-17ના રિપોર્ટમાં દેશમાં કરોડપતિઓની સંખ્યા 81,344 હતી.

- જ્યારે 89,793 લોકો એવા છે કે, જેમની વાર્ષીક આવક એકથી 5 કરોડ વચ્ચે છે. જ્યારે 5,132 લોકો એવા છે કે, જેમની આવક 5થી 10 કરોડ રૂપિયા વચ્ચે છે.

- 100-500 કરોડ રૂપિયાના લિસ્ટમાં 9 લોકો જ સામેલ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ લોકોના નામનો ખુલાસો નથી કર્યો.

- એસેસમેન્ટ વર્ષ 2018-19માં કરોડપતિ ટેક્સપેયર્સની સંખ્યા 20 ટકા વધી 97,689 પર પહોંચી ગઈ છે. એસેસમેન્ટ વર્ષ 2017-18માં એક કરોડ રૂપિયાથી વધારે ટેક્સબેલ ઈન્કમ વાળા ટેક્સપેયર્સની સંખ્યા 81,344 હતી.

- જો તમામ ટેક્સપેયર્સ આમાં સામેલ કરવામાં આવે તો, 1 કરોડ રૂપિયાથી વધારે વાર્ષીક ટેક્સ યોગ્યવાળા લોકોની સંખ્યા 1.67 લાખ છે. આ એસેસમેન્ટ વર્ષ 2017-18ની તુલનામાં 19 ટકા વધારે છે.

આંકડા અનુસાર, 15 ઓગસ્ટ, 2019 સુધી કુલ 5.87 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં આવ્યું છે. 5.52 કરોડ રૂપિયાથી વધારે વ્યક્તિગત લોકો, 11.13 લાખ હિન્દુ અવિભાજિત પરિવારો, 12.69 લાખ ફર્મો અને 8.41 લાખ કંપનીઓએ રિટર્ન દાખલ કર્યું છે.

- 10-15 લાખ રૂપિયા કમાણી કરનારા ટેક્સપેયર્સની સંખ્યા 22 લાખથી વધારે થઈ ગઈ છે.
First published: October 19, 2019, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading