આ પ્રાઈવેટ બેન્કે વ્યાજ દરોમાં કર્યો ઘટાડો, સસ્તી થઈ હોમ-ઓટો લોનની EMI

News18 Gujarati
Updated: April 8, 2019, 6:39 PM IST
આ પ્રાઈવેટ બેન્કે વ્યાજ દરોમાં કર્યો ઘટાડો, સસ્તી થઈ હોમ-ઓટો લોનની EMI
નવા દર આજથી લાગુ થશે. ત્યારબાદ બેન્કની હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સસ્તી થઈ જશે

નવા દર આજથી લાગુ થશે. ત્યારબાદ બેન્કની હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સસ્તી થઈ જશે

  • Share this:
ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં કટોતી કર્યા બાદ દેશની મોટી પ્રાઈવેટ બેન્ક એચડીએફસી બેંકે પણ ગ્રાહકોને ગીફ્ટ આપતા માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા દર આજથી લાગુ થશે. ત્યારબાદ બેન્કની હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સસ્તી થઈ જશે. એમસીએલઆર ઘટવાથી સામાન્ય માણસને સૌથી મોટો ફાયદો થાય છે કે, તેની ચાલી રહેલી લોન સસ્તી થઈ જાય છે અને તેણે પહેલાની તુલનામાં ઓછી ઈએમઆઈ આપવી પડે છે. તમને જણાવી દઈએ કે, બેન્ક ઓફ મહારાષ્ટ્ર બાદ હવે બીજી બેન્કો પર પણ વ્યાજ ઘટાડવાનું દબાણ બનશે.

0.10 ટકા ઘટાડો કર્યો

HDFC બેન્કે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિીંગ રેટમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. HDFC બેન્કે 1 વર્ષની લોન પર એમસીએલઆર 8.75 ટકાથી ઘટાડી 8.65 ટકા કરી દીધો છે. બેન્કની મોટાભાગની લોન આ અવધીના વ્યાજ દર સાથે જોડાયેલી હોય છે. આ સિવાય બેન્કે 6 મહિના, ત્રણ મહિના અને એક મહિનાના એમસીએલઆરને ઘટાડી 8.45 ટકા, 8.35 ટકા અને 8.30 ટકા કરી દીધો છે.

શું હોય છે MCLR - એમસીએલઆરને માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ પણ કહેવામાં આવે છે. આમાં બેન્કો પોતાના ફંડના ખર્ચના હિસાબથી લોનના દર નક્કી કરતી હોય છે. આ બેન્ચમાર્ક દર હોય છે. આ વધવાથી બેન્કની લોન પણ મોંઘી થઈ જાય છે.

એમસીએલઆર ઓછી થવાથી ફાયદો - એમસીએલઆર ઓછી થવાથી સીધો સામાન્ય લોકોને ફાયદો થાય છે, કે તેની હાલની લોન સસ્તી થઈ જાય છે, અને તેના પહેલાની તુલનામાં ઓછી ઈએમઆઈ આપવી પડે છે.

આરબીઆઈ તરફથી દરો ઘટાડ્યા બાદ લેવામાં આવ્યો આ નિર્ણય - આરબીઆઈએ રેપો રેટ એક ચતૃર્થાંસ (0.25 ટકા) ઘટાડી દીધો છે. આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીની ત્રણ દિવસીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. રેપો રેટમાં કટોતી બાદ આ દર 6 ટકા પર આવી ગયો છે. રિવર્સ રેપો રેટ પણ ઘટીને 5.75 ટકા પર આવી ગયો છે.
First published: April 8, 2019
વધુ વાંચો
अगली ख़बर