ખુશખબર! જરૂરિયાતની 33 વસ્તુ થઈ સસ્તી, સરકારે GST દરમાં કર્યો ઘટાડો, શું થયું સસ્તુ?

News18 Gujarati
Updated: December 22, 2018, 4:55 PM IST
ખુશખબર! જરૂરિયાતની 33 વસ્તુ થઈ સસ્તી, સરકારે GST દરમાં કર્યો ઘટાડો, શું થયું સસ્તુ?
અરૂણ જેટલી

33 પ્રોડક્ટ પર જીએસટી દર ઘટાડી 18%, 12%, 5% કરવામાં આવ્યો છે.

  • Share this:
જીએસટી કાઉન્સિલ (GST Council)ની 31મી બેઠકમાં કુલ 33 ચીજવસ્તુઓ પરથી જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7 આઈટમોને 28 ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે. કોંગ્રેસ નેતા વીનારાયણસ્વામીએ કહ્યું કે, 33 આઈટમ પર જીએસટી ઘટાડવામાં આવ્યું છે. સાથે 7 આઈટમોને 28 ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે. 28 આઈટમોને 18 ટકા સ્લેબ થી 12 ટકાનાસ્લેબમાં લાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગત અઠવાડીયે પીએમ મોદીએ દર ઘટાડવાની વાત કરી હતી. 4 કલાકે GST Councilની પ્રેસ કોન્ફરન્સ થશે.

33 પ્રોડક્ટ પર જીએસટી દર ઘટાડી 18%, 12%, 5% કરવામાં આવ્યો છે. સાથે ટાયર, વીસીઆર, લિથિયમ બેટરીને 28 ટકાના દાયરામાંથી નીકાળી 18 ટકા પર લાવવામાં આવ્યા છે.

33 સામાન પર ઘટ્યા જીએસટી દર - પોંડુચેરી મુખ્યમંત્રી નારાયણ સ્વામીએ કહ્યું કે, કુલ 33 આઈટમો પર જીએસટી દરમાં કટોતી પર સહમતિ બની છે. આમાં 7 આઈટમ 28 ટકાથી ઘટાડીને 18 અથવા નીચલા સ્લેબમાં લાવવામાં આવી છે. જ્યારે, 27 આઈટમ્સને 18 ટકાથી ઘટાડી 12, 5 ટકા અથવા જીરોના સ્લેબમાં લાવવામાં આવી છે. આ તમામ આઈટમ સામાન્ય મામસની રોજબરોજની જરૂરિયાતવાળી વસ્તુઓ છે.

શું થયું સસ્તુ
નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, ટાયર, વીસીઆર અને લિથિયમ બેટરીને 28 ટકાના દરમાંથી 18 ટકાના દરમાં લાવવામાં આવી છે. 32 ઈંચ સુધીના ટીવીના દરમાં 28 ટકાથી ઘટાડી 18 ટકા કરી દેવામાં આવ્યા છે. 28 ટકાના સ્લેબમાં હવે માત્ર 34 વસ્તુઓ જ બચી છે. 100 રૂપિયાથી ઉપરની સિનેમા ટિકીટ પર 18 ટકા લાગશે. જ્યારે 100 રૂપિયાની નીચેની સિનેમા ટિકીટ પર 12 ટકા જીએસટી લાગશે.

ટાયર પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવામાં આવી છે. વ્હીલ ચેર પર જીએસટી 28 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવી છે. ફ્રોઝન વેઝિટેબલ પર જીએસટી પાંચ ટકાથી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે. ફુટવિયર પર જીએસટી દર 18 ટકાથી ઘટાડી 12 ટકા કરવામાં આવી છે. બિલિયર્ડસ અને સ્નૂકર પર જીએસટી દર 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે. લીથિયમ બેટરી પર જીએસટી દર 28 ટકાથી ઘટાડી 18 ટકા કરી દેવામાં આવ્યો છે. થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ પર જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા કરી દેવામાં આવ્યો છે. ધાર્મિક યાત્રા પર 18 ટકાને બદલે હવે 12 ટકાથી 5 ટકા દર નક્કી કરવામાં આવ્યો છે.નાણામંત્રીએ કહ્યું કે, સિમેન્ટ પર જીએસટી ઘટાડવાથી 13000 કરોડનો બોઝો પડેમ છે, જેથી તેના પર હજુ ચર્ચા નથી થઈ. જીએસટી કાઉન્સીલની અગામી બેઠક જાન્યુઆરી મહિનામાં થશે. આ બેટકમાં રિયલ એસ્ટેટ સેક્ટર પણ પમ ચર્ચા થશે.

નાણામંત્રીએ કહ્યું કે, રોજબરોજની ચીજ વસ્તુઓ સસ્તી થશે. ઓટો પાર્ટ્સ પર દર ઘટાડવાથી રાજસ્વ પર 20000 કરોડનો બોઝ પડશે.
First published: December 22, 2018, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading