Home /News /business /Gold Price: સોનાની કિંમત 53,000 રૂપિયાની નજીક, હવે ખરીદવું, વેચવું કે સાચવીને રાખવું?

Gold Price: સોનાની કિંમત 53,000 રૂપિયાની નજીક, હવે ખરીદવું, વેચવું કે સાચવીને રાખવું?

શુક્રવારે 1970 ડોલરના બ્રેકઆઉટ સાથે સોનું 1974 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું (પ્રતિકાત્મક તસવીર)

24 carat gold rate in india - યુએસ ફુગાવો, રશિયા-યુક્રેન સંકટ જલ્દી સમાપ્ત ન થવા જેવા ઘણા કારણોથી હાલ બજારમાં સોનાની કિંમત નજીકના ભવિષ્યમાં 2020 ડોલર પ્રતિ ઔંસના સ્તરે જઈ શકે છે.

  Gold Price: રશિયા અને યુક્રેનના યુધ્ધ (Russia Ukraine war)માં શાંતિના પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે અમેરિકામાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર જૂન 2022ના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ માટે સોનાના ભાવ (Gold Price) રૂ. 53,000 પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયા હતા અને યુ.એસ.માં ફુગાવો રેકોર્ડ છેલ્લા 40 વર્ષોની ઊંચાઈએ પહોંચ્યો હતો. જોકે, તે રૂ. 53,000ના મનોવૈજ્ઞાનિક સ્તરથી ઉપર રહેવામાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન શુક્રવારે 1970 ડોલરના બ્રેકઆઉટ સાથે સોનું 1974 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું.

  કોમોડિટી બજારના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફુગાવો, રશિયા-યુક્રેન સંકટ જલ્દી સમાપ્ત ન થવા જેવા ઘણા કારણોથી હાલ બજારમાં સોનાની કિંમત નજીકના ભવિષ્યમાં 2020 ડોલર પ્રતિ ઔંસના સ્તરે જઈ શકે છે. તેમણે કહ્યું કે સ્થાનિક બજારમાં MCX સોનાની કિંમત ટૂંક સમયમાં 53,500 થી 53,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

  સોનાના માધ્યમથી ફુગાવાથી રાહતના પ્રયાસ

  રેલિગેર બ્રોકિંગ લિમિટેડના કોમોડિટી અને કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવાએ સતત બીજા સપ્તાહમાં રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે સોનાના ભાવમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે શાંતિ માટેના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. ઉપરાંત, વધતા ફુગાવાના અહેવાલો બજારના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, યુએસ વાર્ષિક CPI માર્ચમાં વધીને 8.5 ટકા થયો હતો, જે 40 વર્ષનો રેકોર્ડ છે. PPI દ્વારા માપવામાં આવેલ જથ્થાબંધ ભાવ 11.2 ટકાના વાર્ષિક દરે પહોંચી ગયો છે. બીજી તરફ બ્રિટનમાં માર્ચ મહિનાના ફુગાવાના આંકડાએ વિશ્વમાં સૌથી વધુ ફુગાવો દર્શાવ્યો છે. આ સ્થિતિમાં રોકાણકારો હાર્ડ એસેટ્સ દ્વારા ફુગાવાથી બચવા માંગે છે. જેથી સોનું ખરીદવામાં રસ વધ્યો છે.

  આ પણ વાંચો - મોદી સરકાર જીએસટીમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં, સ્લેબ ઘટી જશે પણ દર વધી જશે

  અમેરિકી ડૉલરનો પ્રવાહ વધ્યો હોવા છતાં તેજી

  રેલિગેર બ્રોકિંગ એક્સપર્ટ સુગંધા સચદેવાએ પણ કહ્યું હતું કે રશિયા પર નવા પ્રતિબંધોની શક્યતાને કારણે આ સપ્તાહે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે વૈશ્વિક મોંઘવારીનો ભય વધુ વધી ગયો છે. તેમણે કહ્યું કે, ભૌગોલિક રાજકીય કટોકટીના સમયમાં યુએસ ડોલરનો પ્રવાહ વધતો હોવા છતાં, સોનું સતત વધી રહ્યું છે.

  માંગ વધવાની શક્યતા

  અનુજ ગુપ્તા, વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન), IIFL સિક્યોરિટીઝ ((IIFL Securities), સ્થાનિક પરિબળો વિશે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, ભારતમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સોનાના ભાવ માટે મુખ્ય સ્થાનિક ટ્રિગર તરીકે કામ કરશે કારણ કે એપ્રિલથી જૂનમાં સોનાની માંગમાં વધારો થવાની ધારણા છે. આ ઉપરાંત, સ્પોટ ગોલ્ડે 1970 ડોલરના સ્તરે નવો બ્રેકઆઉટ આપ્યો છે અને રશિયા-યુક્રેન સંઘર્ષ અને વૈશ્વિક ફુગાવા જેવા અન્ય ભૂતકાળના ટ્રિગર્સ હજુ પણ હાજર છે. એટલા માટે મને આશા છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2000 ડોલરથી 2020 ડોલર પ્રતિ ઔંસના સ્તરે વધશે. જ્યારે સ્થાનિક બજારમાં ટૂંકા ગાળામાં તે 53,500 થી 53,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જઈ શકે છે.
  First published:

  Tags: 10 Gram gold Latest Price, 10 Gram Gold Rates, બિઝનેસ