ખેડૂતોની આવક ડબલ કરવાનો મોદી સરકારનો નવો પ્લાન, આ નિયમમાં મળશે રાહત

ખેડૂતોની આવક બેઘણી કરવા માટે ફૂલ એક્શનમાં મોદી સરકાર - જો આ કાયદામાં ઢીલ આપવામાં આવે છે તો, ખેડૂતોની આવક પર તેની સીધી અસર થશે.

News18 Gujarati
Updated: June 7, 2019, 5:42 PM IST
ખેડૂતોની આવક ડબલ કરવાનો મોદી સરકારનો નવો પ્લાન, આ નિયમમાં મળશે રાહત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 7, 2019, 5:42 PM IST
મોદી સરકારના બીજા કાર્યકાલના પહેલા દિવસે જ મોદી સરકાર ખેડૂતોના હિતમાં સળંગ પગલા ભરી રહી છે. સૂત્રો તરફથી CNBC અવાજને મળેલી જાણકારી અનુસાર, ખેડૂતોની આવક વધારવા માટે નીતિ આયોગે કન્ઝ્યુમર અફેયર મંત્રાલયને એસેન્સિયલ કમોડિટી એક્ટમાં ઢીલ આપવાની માંગ કરી છે. નીતિ આયોગ અનુસાર, કડક કાયદાને ચાલતા ટ્રેડર્સ સ્ટોક નથી રાખવા માંગતા. એવામાં ખેડૂતોને તેમની ઉપજના સાચા ભાવ નથી મળી રહ્યા.

જો આ કાયદામાં ઢીલ આપવામાં આવે છે તો, ખેડૂતોની આવક પર તેની સીધી અસર થશે. તમને જણાવી દઈએ કે, કેબિનેટની પહેલી બેઠકમાં ખેડૂતોને લઈ બે નિર્ણય થઈ ચુક્યા છે. પહેલા પીએમ સન્માન ખેડૂત નિધિ યોજના હેઠળ હવે તમામ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળશે. જ્યારે, બીજી તરફ નિર્ણય હેઠળ ખેડૂતો માટે પેન્શન યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતોની આવક બેઘણી કરવા માટે ફૂલ એક્શનમાં મોદી સરકાર - નીતિ આયોગે કન્જ્યુમર અફેયર મંત્રાલયે એસેન્સિયલ કોમોડિટી એક્ટમાં ફેરફાર કરવાની માંગ કરી છે. વાત જાણે એમ છે કે, કડક કાયદાના કારણે ટ્રેડર્સ ભંડારણ નથી કરવા માંગતા. એવામાં ખેડૂતોને તેમની ઉપજના સાચા ભાવ નથી મળી રહ્યા.

એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠલ સરકાર કોઈ પણ વસ્તુ કે માત્રા અને ભાવ નક્કી કરી શકે છે. સરકાર કોઈ વ્યાપારીને ઓછા ભાવ પર વેચવા માટે મજબૂર કરી શકે છે. સાથે જ, એક્ટમાં વ્યાપારી માટે સજાની પણ જોગવાઈ છે. એમએસપી વધારવા માટે સરકારે પ્રાઈવેટ વ્યાપારીઓ દ્વારા પાક ખરીદવાની પણ યોજના બનાવી છે. પરંતુ, કડક કાયદાના કારણે યોજના કારગર નથી થઈ રહી.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...