ઈપીએફઓ તરફથી મળતા પેન્શન પર આપવામાં આવેલા કેરળ હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્ધ EPFO સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. અંગ્રેજી સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં છપાયેલા સમાચાર અનુસાર, EPFOના અધિકારીઓનો તર્ક છે કે, ઈપીએસમાં માસિક યોગદાન ઓછુ છે, જેને કારણે તે વધારે પેન્શનનો ભાર નહી સહન કરી શકે. તેમણે કહ્યું કે, રોકડની કિલ્લતના કારણે EPFOને પહેલા જ ન્યૂનત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારી 2000 રૂપિયા કરવાની યોજનાને સ્થગિત કરવી પડી હતી. તમને જણાવી દઈએ કે, કેરળ હાઈકોર્ટે ઈપીએફઓને આદેશ આપ્યો હતો કે, કર્મચારી રિટાયર થવા પર તમામને પૂરી સેલરીના હિસાબથી પેન્શન મળવું જોઈએ. જ્યારે હાલના સમયમાં EPFO 15000 રૂપિયા પગારની સીમા સાથે યોગદાનનું આંકલન કરે છે.
અત્યાર સુધી શું થયું - EPFO તરફથી જાહેર નીયમ અનુસાર, હાલના નિયમ હેઠળ અંતિમ સેલરીના આધાર પર માસિક પેન્શન આપવામાં આવે છે અને તેણે પેન્શનના કેલ્ક્યુલેશન માટે 15000 રૂપિયા માસિક બેઝિક સેલરી લિમિટ નક્કી કરી રાખી છે.
- કેરળ હાઈકોર્ટે EPFOને પેન્શન કેલક્યુલેટ કરવા માટે સેલરીની આ 15000ની સીમાને ખતમ કરવા અને કર્મચારીની પૂરી સેલરીના આધાર પર પેન્શન ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.
હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં - કેરળ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન(EPFO)એ સુપ્રીમ કોર્ટમાં જવાની પૂરી તૈયારી કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EPFOનું કહેવું છે કે, ઈપીએસમાં માસિક યોગદાન ઓછુ છે.
- એવામાં EPFO પર બોઝ વધી જશે - રોકડની કિલ્લતના કારણે જ EPFOએ પહેલા જ ન્યૂનત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારી 2000 રૂપિયા કરવાની યોજનાને સ્થગિત કરવી પડી હતી.
શું છે પેન્શન ફોર્મ્યૂલા - સર્વિસના વર્ષ + 2/70* છેલ્લી સેલરી - કોર્ટના આદેશ પહેલા - 18 વર્ષ (1996-2014)+ 1.1 રિટેન્શન બોનસ /70*6500 રૂપિયા=1773 + 15 - વર્ષ (2014-2029)+0.9/70*15000=3407.14 (કુલ 5180 રૂપિયા પ્રતિ મહિના) - કોર્ટના આદેશ બાદ - 33+2/70*50000 રૂપિયા (જો અંતિમ સંલરી છે) =25000 રૂપિયા પ્રતિ મહિના (આ હજુ નક્કી નથી કે આની ગણના શેના આધાર પર હશે)
શું છે મામલો - સપ્ટેમ્બર 2014માં ઈપીએફઓએ નવા નિયમમાં ફેરફાર કર્યો છે.
- હાલના સમયમાં વધારેમાં વધારે 15000 રૂપિયાના 8.33% યોગદાનને મંજૂરી મળી ગઈ છે. જોકે, આ સાથે એ નિયમ પણ લાવવામાં આવ્યો કે, જો કોઈ કર્મચારી ફૂલ સેલરી પર પેન્શન લેવા માંગે છે તો તેની પેન્શનવાળી સેલરી તેની પાછળની પાંચ વર્ષની સેલરીના હિસાબે નક્કી થશે.
- આ પહેલા નક્કી આ ગત વર્ષની એવરેજ સેલરી પર નક્કી કરવામાં આવતું હતું. આના કારણે કેટલાએ કર્મચારીઓની સેલરી ઓછી થઈ ગઈ.
- આ નવા નિયમ બાદ કેટલાએ કર્મચારીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી.
- આ મુદ્દે કેરળ હાઈકોર્ટે 1 સપ્ટેમ્બર 2014ના રોજ થયેલા ફેરફારને રદ કરીને જૂની સિસ્ટમ ચાલુ કરી દીધી
- વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટે ઈપીએફઓને કહ્યું કે, તેનો ફાયદો તેવા લોકોને પણ આપવામાં આવે જે પહેલાથી ફૂલ સેલરીના બેઝ પર પેન્શન સ્કીમમાં યોગદાન આપી રહ્યા હતા. આ નિર્ણયથી કેટલાએ કર્મચારીઓને ફાયદો થયો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર