એક ક્રેડિક કાર્ડથી બીજા કાર્ડનું બિલ ભરવું કેટલું છે ફાયદાકારક, જાણો અહીં

News18 Gujarati
Updated: March 2, 2019, 12:29 PM IST
એક ક્રેડિક કાર્ડથી બીજા કાર્ડનું બિલ ભરવું કેટલું છે ફાયદાકારક, જાણો અહીં
અનેક બેંક હવે એક કાર્ડથી ખર્ચ કરેલા પૈસાને બીજા કાર્ડમાં ટ્રાન્સફર કરવા માટે મંજૂરી આપે છે. તેને બેંકિંગ ભાષામાં બેલેન્સ ટ્રાન્સફર કહેવામાં આવે છે.

અનેક બેંક હવે એક કાર્ડથી ખર્ચ કરેલા પૈસાને બીજા કાર્ડમાં ટ્રાન્સફર કરવા માટે મંજૂરી આપે છે. તેને બેંકિંગ ભાષામાં બેલેન્સ ટ્રાન્સફર કહેવામાં આવે છે.

  • Share this:
દિલ્હીના પાંડવ નગરના રહેવાસી અમિત ચૌહાણને બેંક તરફથી કોલ મળ્યો હતો. કસ્ટમર કેર તરફથી તેને કહેવામાં આવ્યું હતું કે તેમની બેંક ક્રેડિટ કાર્ડ પર મફત બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા પ્રદાન કરી રહી છે. આ કાર્ડનો ફાયદો તેને મેળવ્યો. આવા ફોન મોટેભાગે અનેક લોકોમાં આવે છે, પરંતુ ખૂબ ઓછા લોકો બેલેન્સ ટ્રાન્સફરની આ સુવિધા વિશે જાણે છે. ચાલો તે વિશે જાણીએ...

બેલેન્સ ટ્રાન્સફર શું છે - અનેક બેંકો પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર બેલેન્સ ટ્રાન્સફર સુવિધાની ઑફર આપે છે. આનો અર્થ એ છે કે એક કાર્ડની ખર્ચ કરેલી રકમ બીજા કાર્ડ પર ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. તે માટે મહત્વનું છે કે બીજા કાર્ડની ક્રેડિટ સીમા ખર્ચ કરવામાં આવેલી રકમ કરતાં વધુ હોય. પ્રીમિયમ કાર્ડ લેનાર ગ્રાહકોને આ સુવિધાનો લાભ લેવા માટે કોઈ વધારાની પ્રક્રિયા અથવા દસ્તાવેજની જરૂર નથી. આ સુવિધા માટે સામાન્ય ગ્રાહકોને આ કાગળોની જરૂર પડી શકે છે - ક્રેડિટ કાર્ડની ફોટો કૉપી છેલ્લા 3-6 મહિના માટે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ અને સરનામાનો પુરાવો.

બેલેન્સ ટ્રાન્સફર પ્રક્રિયા - બેલેન્સ ટ્રાન્સફરની આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. ક્રેડિટ કાર્ડ ગ્રાહકો ચુકવણી તારીખના બે દિવસ પહેલા ચૂકવણીની બાકી રકમ તેમના બાકીના હિસાબ ટ્રાન્સફર કરી શકે છે. આ સુવિધામાં, ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને બાકી રકમ ચૂકવવા માટે બફર સમયગાળો મળે છે, જેના માટે તેમને કોઈ વ્યાજ ચૂકવવાની જરૂર નથી.

કેટલું ફાયદાકારક - બેલેન્સ ટ્રાન્સફરની આ સુવિધા તે લોકો માટે સારી છે જે તેમના ક્રેડિટ કાર્ડ બિલ્સને સમયસર ચૂકવી શકતા નથી અને દેવાની જાળમાં ફસાઈ જાય છે. જો તમે ક્રેડિટ કાર્ડ ખર્ચ કર્યા પછી સમય ચૂકવતા નથી, તો તમે સંયુક્ત વ્યાજના દરોના ચક્રમાં ફસાઇ જાઓ છો. આ દર મહિને 3-4% હોઈ શકે છે.

ત્રણ જરુરી વસ્તુઓ

(1) નવા ક્રેડિટ કાર્ડની એટલી જ રકમ બેલેન્સ ટ્રાન્સફર કરી શકો છો જે તેની ક્રેડિટ સીમાની અંદર હોય. બેલેન્સ ટ્રાન્સફર માટે પ્રોસેસિંગ ફી આવશ્યક હોય છે.
Loading...

(2) અનેક લખત પ્રોસેસિંગ ફી ઊંચી હોઈ શકે છે, જેનાથી તમને બેલેન્સ ટ્રાન્સફર વધારે ખર્ચાળ બનાવી શકે છે. ક્રેડિટ કાર્ડની ચૂકવણી પરના વ્યાજના દરો નવી ખરીદીઓ પર લાગુ પડતા નથી. આ વ્યવહારો ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર બેંક દ્વારા જાહેર કરાયેલ વ્યાજ દર અનુસાર હોય છે.
(3) બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કર્યા પછી, જો તમે એ રકમ ચૂકવવા માટે સરળ હપ્તો (ઇએમઆઈ)નો વિકલ્પ પસંદ કરો છો, તો વ્યાજ દરનું ધ્યાન રાખો. એવું ન થાય કે તમારે પહેલાં કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડશે.
First published: March 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com