નવી દિલ્હીઃ દેશમાં ખાનગી સેક્ટરની (private sector) સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્ક (HDFC bank) દ્વારા સંગઠનમાં મસમોટા બદલાવ કરવામાં આવ્યા છે. જેના કારણે બેંકની તંદુરસ્તી વધુ સારી થશે તેવી અપેક્ષા છે. આ નિર્ણયથી ગ્રાહકોને પણ ફાયદો થશે. બેંકના MD & CEO તરીકે શશી જગદીશનની નિમણૂકના સાત મહિના પછી મોટા સંગઠનાત્મક ફેરફાર કરવાની જાહેરાત થઈ છે.
આવી રીતે થશે ગ્રાહકોને લાભ
એચડીએફસી બેન્ક દ્વારા અપાયેલા નિવેદન મુજબ બિઝનેસ વર્ટીકલ, સપ્લાય ચેનલો અને ટેક્નોલોજી અને ડિજિટલ જેવા ત્રણ સ્તંભોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ સાથે બેંકે વરિષ્ઠ નેતૃત્વની ભૂમિકામાં પણ ફેરફાર કર્યા છે. કોર્પોરેટ બેંકિંગના ગ્રુપ હેડ રાહુલ શુક્લાને કોમર્શિયલ બેંકિંગ (MSME) અને ગ્રામીણ કાર્યની જવાબદારી સોંપવામાં આવ્યા છે.
આ ફેરફાર અંગે જગદીશને કહ્યું કે આવનારી તકોનો સંપૂર્ણ લાભ લઈ શકાય તે માટે અમે શ્રેષ્ઠ પ્રતિભા, ટેક્નોલોજી તથા ડિજિટલ કન્વર્ઝનના આધારે વિકાસના એન્જિન તૈયારી કરી રહ્યા છીએ. આ પગલાને આંતરિક રૂપથી પ્રોજેકટ ફ્યુચર રેડી (Project- Future Ready) નામ અપાયુ હતું.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, ભવિષ્યમાં અલગ-અલગ ગ્રાહક ક્ષેત્રોમાં તકોનો પૂરતો ફાયદો ઉઠાવવા માટે કેન્દ્રિત વ્યવસાયિક કાર્યક્ષેત્ર તથા વિતરણ વ્યવસ્થાનું ગઠન કરવામાં આવી રહ્યું છે. જગદીશને કહ્યું કે, "મને વિશ્વાસ છે કે, આ માળખું જરૂરી વ્યૂહાત્મક અને અમલની ક્ષમતાઓનું નિર્માણ કરશે. જેનાથી દેશના રિટેલ, એમએસએમઇ અને કોર્પોરેટ ક્ષેત્રોમાં અમારા ગ્રાહકોને સેવા આપવાની જરૂર છે."
ક્રેડિટ કાર્ડ પ્લેટફોર્મમાં ફેરફારના એંધાણ
લાઈવ મિન્ટના રિપોર્ટ મુજબ બેંક એન્ડ ટુ એન્ડ પ્રોસેસિંગ અને સિક્યુરિટીને સક્ષમ બનાવવા માટે પોતાના કાર્ડ પ્લેટફોર્મને ફિનટેક કંપનીમાં ટ્રાન્સફર કરી શકે છે. સામાન્ય રીતે ફિનટેકને ઓનલાઇન બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડ માટે સારું પ્લેટફોર્મ માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર