Amazon અને flipkartને ફટકો, કર્ણાટક હાઈકોર્ટે CCI તપાસ સામેની અરજી નકારી

Amazon અને flipkartને ફટકો, કર્ણાટક હાઈકોર્ટે CCI તપાસ સામેની અરજી નકારી
પ્રતિકાત્મક તસવીર

દિલ્હમાં સ્મોલ અને મીડિયમ બિઝનેસ માલિકોના પ્રતિનિધિત્વ કરનાર ગ્રૂપ દિલ્હી વાયાપર મહાસંઘ એટલે કે ડીવીએમને દેશના બે સૌથી મોટા ઈ કોમર્સ પ્લેયર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ સીસીઆઈમાં એક અરજી દાખલ કરી હતી

  • Share this:
    બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court)ની દિગ્ગજ ઈ કોર્મસ કંપની એમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટને (Flipkart) મોટો ફટકો આપ્યો છે. હાઈકોર્ટે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એટલે કે સીસીઆઈ તપાસ માટે કરેલી અરજી નકારી કાઢી હતી. હાઈકોર્ટે શુક્રવારે કહ્યું હતું કે સીસીઆઈ ((Competition Commission of India)) એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે પ્રતિસ્પર્ધા કાયદાનું કથિત ઉલ્લંઘનની તપાસ કરી શકે છે.

    આ મામલો લગભગ 18 મહિના પહેલા શરુ થયો હતો. જ્યારે દિલ્હમાં સ્મોલ અને મીડિયમ બિઝનેસ માલિકોના પ્રતિનિધિત્વ કરનાર ગ્રૂપ દિલ્હી વાયાપર મહાસંઘ એટલે કે ડીવીએમ (Delhi Vyapar Mahasangh)ને દેશના બે સૌથી મોટા ઈ કોમર્સ પ્લેયર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ સીસીઆઈમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમના ઉપર કથિત પ્રતિસ્પર્ધા વિરોધી આચરણ અપનાવવા, ખુબ જ વધારે છૂટ આપીને ગેરવર્તન અને પોતાના પસંદીદા દુકાનદારો સાથે તાલમેલનો આરોપ લગાવ્યો હતો.



    હાઈકોર્ટની બે જજોની બેચ અથવા સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ
    કોર્ટના અંતરિમ આદેશના બે સ્પતાહના વિસ્તાર માટે ફ્લિપકાર્ટના વરિષ્ઠ વકીલની અરજીને પણ નકારી દીધી છે. આ આદેશ ન્યાયમૂર્તિ પીએસ દિનેશ કુમારે સંભળાવ્યો હતો. એમેઝોન અને ફ્લિપકાર્ટ પાસે હવે હાઈકોર્ટના બે જજોની બેચ અથવા સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ હશે.

    આ પણ વાંચોઃ-પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

    આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

    આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

    આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

    જાન્યુઆરીમાં સીસીઆઈએ આપ્યા હતા તપાસના આદેશ
    ઉલ્લેખનીય છે કે સીસીઆઈએ દિલ્હી વ્યાપાર મહાસંઘ સહિત વ્યાપારીઓના સંગઠનોની ફરિયાદ ઉપર જાન્યુઆરીમાં એેમેઝોન અને ફ્લિપકાર્ટ સામે કથિત રીતે આરોપોની તપાસનો આદેશ આપ્યો હતો. જેની સામે એમેઝોને ફેબ્રુઆરીમાં કર્ણાટક હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે રાહત પ્રદાન કરતા સીસીઆઈ તપાસના આદેશ ઉપર વચગાળાનો પ્રતિબંધ લગાવ્યો હતો.



    સ્માર્ટફોનના લોન્ચ ઉપર પસંદીદા વિક્રેતાઓને મહત્વ આપવાનો આરોપ
    ઓક્ટોબર 2019માં દિલ્હી વ્યાપાર મહાસંઘે આરોપ લગાવ્યો હતો કે એમેઝોન અને ફ્લિપકાર્ટ પોતાના ઓપરેશંસ, વિશે, રૂપથી સ્માર્ટફોનના લોન્ચ ઉપર પંસદગીના વિક્રેતાઓને મહત્વ આપી રહ્યાં છે.
    Published by:ankit patel
    First published:June 12, 2021, 00:08 am

    ટૉપ ન્યૂઝ