સેવિંગ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ હોય છે ટેક્સ ફ્રી, કેટલા પર લાગે છે ટેક્સ? અહીં જાણો

સેવિંગ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ હોય છે ટેક્સ ફ્રી, કેટલા પર લાગે છે ટેક્સ? અહીં જાણો
પ્રતિકાત્મક તસવીર

કરવેરા કાયદા હેઠળ નાણાકીય વર્ષમાં દસ લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ જમા કરાવવી અથવા પરત ઉપાડવામાં આવી હોય તેવા ખાતાને ટેક્સ વિભાગને જાણ કરવાની રહે છે.

  • Share this:
નવી દિલ્હીઃ વર્તમાન યુગમાં દરેક વ્યક્તિ પાસે બચત ખાતું (saving account) તો હોય જ. જેમાં બેંક (bank) દ્વારા વર્ષે વ્યાજ ચૂકવવામાં આવે છે. વ્યાજ દર બેંક દીઠ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે બચત ખાતામાં જમા રકમ ઉપર કોઈ સીમા હોતી નથી. પરંતુ તમને ક્યારેય વિચાર આવ્યો છે કે, એક નાણાકીય વર્ષમાં સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરાવી શકો અને કેટલા ઉપાડી શકો કે જેનાથી આવકવેરાના દાયરામાં (Income tax) ન આવો.

આવા ખાતા પર હોય છે આવકવેરા વિભાગની નજર


કરવેરા કાયદા હેઠળ નાણાકીય વર્ષમાં દસ લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ જમા કરાવવી અથવા પરત ઉપાડવામાં આવી હોય તેવા ખાતાને ટેક્સ વિભાગને જાણ કરવાની રહે છે. આ મર્યાદા કરદાતાના એક અથવા વધુ ખાતામાં (ચાલુ ખાતું અને ટાઈમ ડિપોઝીટ) નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા અથવા તેથી વધુની રોકડ થાપણો સરેરાશ આંકવામાં છે.

આવકવેરાની કલમ 114E અંગે હોવી જોઈએ જાણકારી
કરન્ટ એકાઉન્ટમાં આ મર્યાદા રૂપિયા 50 લાખ અથવા તેનાથી વધુની છે. અલબત્ત કેટલીક અન્ય લેવડદેવડ પણ છે, જેના અંગે તમને ખ્યાલ હોવો જોઈએ. હોસ્ટબુક લિમિટેડના સ્થાપક અને અધ્યક્ષ કપિલ રાણાનું કહેવું છે કે, વ્યક્તિને ખાતામાંથી આવક ખર્ચ અંગે આવકવેરા નિયમ 114E વિશેની માહિતી હોવી જોઈએ. જેથી તે નાણાકીય વર્ષમાં બચત ખાતામાંથી એટલી જ રકમ ઉપાડે અથવા જમા કરે, જેથી તે આવકવેરાના રડારમાં ન આવે.

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂની હેરાફેરી માટે બૂટલેગરે લગાવ્યું જોરદાર ભેજું, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

• બેંક ખાતાની સુવિધા પૂરી પાડતી દરેક બેંકિંગ કંપની અથવા સહકારી બેંક પર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 લાગુ પડે છે. તેમને બેંક ખાતાઓથી સંબંધિત નીચેના વ્યવહારોની જાણ કરવી જરૂરી છે.
• 10 લાખ રૂપિયા અથવા તેથી વધુની રકમ નાણાકીય વર્ષમાં જમા થતી હોય તેવા એકાદ ખાતાને બાદ કરીને વિગતો અપાવી પડે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007ની કલમ 18 હેઠળ બેંકના ડ્રાફ્ટ્સ, પે ઓર્ડર, બેંકરના ચેક, રિઝર્વ બેન્ક દ્વારા ઇશ્યૂ કરાયેલા પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માટે નાણાકીય વર્ષમાં રોકડ એકત્રીકરણમાં 10 લાખ કે તેથી વધુની ચુકવણી કરવામાં આવી હોય.
• બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 લાગુ હોય તેવી ક્રેડિટ કાર્ડ આપનારી બેન્કિંગ કંપની અથવા સહકારી બેંક. અથવા અન્ય કોઈ કંપની અથવા સંસ્થાએ નીચેના વ્યવહારોની જાણ કરવી પડે છે.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

નાણાકીય વર્ષમાં એક અથવા વધુ ક્રેડિટ કાર્ડના બીલની સામે એક લાખ કે તેથી વધુની રોકડ ચુકવણી.

તેમજ આવી જ રીતે ક્રેડિટ કાર્ડ બિલ માટે કોઈ પણ પ્રકારે 10 લાખ અથવા તેનાથી વધુની ચુકવણી.
• બોન્ડ અથવા ડિબેન્ચર જાહેર કરનાર કંપની અથવા સંસ્થાએ કોઈ નાણાકીય વર્ષમાં કંપની અથવા સંસ્થા દ્વારા જાહેર બોન્ડ કે ડિબેન્ચર મેળવવા માટે 10 લાખ કે તેનાથી વધુની રકમના કોઈ પણ વ્યક્તિની પાવતીનો રિપોર્ટ કરવો જરૂરી છે.
• કંપની દ્વારા ઈશ્યુ થયેલા શેર મેળવવા માટે કોઈ પણ નાણાકીય વર્ષમાં 10 લાખ અથવા તેથી વધુની રકમની રિપોર્ટ કરવી જરૂરી છે.
• કંપની એક્ટ 2013ની કલમ 68 હેઠળ માન્ય સ્ટોક એક્સચેંજ અને તેની સિક્યોરિટીઝની ખરીદી પર લિસ્ટેડ કંપનીના કોઈપણ વ્યક્તિ પાસેથી નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુ શેરોના બાયબેકની જાણ કરવી જરૂરી છે.
• મ્યુચ્યુઅલ ફંડના ટ્રસ્ટી અથવા અન્ય વ્યક્તિ કે જે મ્યુચ્યુઅલ ફંડની બાબતોનું સંચાલન કરે છે, તેને મ્યુચ્યુઅલ ફંડની એક અથવા વધુ યોજનાઓના એકમો મેળવવા માટે નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુની રકમની કોઈપણ વ્યક્તિની રસીદનો અહેવાલ આપવો પડશે.

• ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એકટ 1999ની કલમ 2ની કલમ (સી) માં ઉલ્લેખિત કોઈ અધિકૃત વ્યક્તિને વિદેશી વેચાણ માટે નાણાકીય વર્ષમાં મેળવેલી 10 લાખ કે તેથી વધુની રકમનીની જાણ કરવી જરૂર છે.
• નોંધણી અધિનિયમની કલમ 1908 હેઠળ નિયુક્ત થયેલ ઈન્સ્પેક્ટર જનરલ અથવા તે ધારાની કલમ 6 હેઠળ નિયુક્ત રજિસ્ટ્રાર અથવા નાયબ રજિસ્ટ્રારને 30 લાખ રૂપિયા અથવા તેથી વધુની સ્થાવર મિલકતની ખરીદી અથવા વેચાણની જાણ કરવી જરૂરી છે.
• આવી રીતે બેંકમાં કોઈ પણ રકમ જમા કરવા કે ઉપાડતા પહેલા ખાતરી કરવી જોઈએ કે, નિયમોની અમલવારી કરીને આપણે એવા વ્યવહારોના દાયરામાં ન આવવું જોઈએ જે નિયમ 114 ઇ હેઠળ તમને ટેક્સના દાયરામાં લાવી શકે.
Published by:News18 Gujarati
First published:May 29, 2021, 17:58 IST

ટૉપ ન્યૂઝ