Home /News /business /Amazonના સંસ્થાપક જેફ બેઝોસ 20 જુલાઈએ અંતરિક્ષમાં જશે, જાણો બ્લૂ ઓરિજિનના સ્પેસક્રાફ્ટની વિશેષતા

Amazonના સંસ્થાપક જેફ બેઝોસ 20 જુલાઈએ અંતરિક્ષમાં જશે, જાણો બ્લૂ ઓરિજિનના સ્પેસક્રાફ્ટની વિશેષતા

ફાઈલ તસવીર

જેફ બેઝોસે જાહેરાત કરી છે કે તેઓ 20 જુલાઈ 2021સે પોતાના ભાઈ સાથે અંતરિક્ષ યાત્રા ઉપર જશે. બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્ર ઉપર માણસના પગલાંની 52મીં વર્ષગાંઠ નિમિત્તે અંતરિક્ષ યાત્રા ઉપર જશે.

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક કાર મેકર ટેસ્લાના (Electric car maker Tesla) સહ સંસ્થાપક એલન મસ્ક (Alan Musk) એકવાર અંતરિક્ષ યાત્રા (Space travel) ઉપર જવાની ઇચ્છા સાર્વજનિક રીતે જાહેર કરી ચૂક્યા છે. જોકે, હજી સુધી તેમણે પોતાની અંતરિક્ષયાત્રા અંગે કોઈ પાક્કી ઘોષણા કરી નથી. જોકે ઈ કોમર્સ અને ટેક કંપની એમેઝોનના (Amazon) મુખ્ય કાર્યકારી અધિકારી અને સંસ્થાપક જેફ બેઝોસે (Jeff Bezos) જાહેરાત કરી છે કે તેઓ 20 જુલાઈ 2021સે પોતાના ભાઈ સાથે અંતરિક્ષ યાત્રા ઉપર જશે. બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્ર (Moon) ઉપર માણસના પગલાંની 52મીં વર્ષગાંઠ નિમિત્તે અંતરિક્ષ યાત્રા ઉપર જશે. ઉલ્લેખનીય છે કે નીલ આર્મસ્ટ્રાંગને પણ 20 જુલાઈ 1969ના દિવસે ચંદ્ર ઉપર પહેલો પગ મુક્યો હતો.

જેફ બેઝોસના સ્પેસક્રાફ્ટનું નામ આપ્યું છે NS-14
જેફ બેઝોસ અંતરિક્ષ યાત્રા પોતાની કંપની બ્લૂ ઓરિજિનના (Blue Origin) એરક્રાફ્ટથી કરશે. બેઝોસ પોતાની કંપની થકી લોકોને સ્પેસ ટૂરિઝમ કરાવવાની જાહેરાત પહેલાથી જ કરી ચૂક્યા છે. તેમની કંપનીનું સ્પેસક્રાફ્ટ ન્યૂ શેપર્ડ સ્પે ટૂરિઝમ રોકેટ (New Shepard Space Tourism Rocket) 14 વખત સફળ પરીક્ષણ કરી ચુક્યું છે.

કંપની આ સ્પેસક્રાપ્ટને લેન્ડ અને લોન્ચ કરાવવામાં સફળ રહી છે. બેઝોસે આ સ્પેસક્રાફ્ટને NS-14 નામ આપ્યું છે. કંપનીએ લોન્ચ ટેસ્ટિંગ દરમિયાન નવું બૂસ્ટર અને અપગ્રેડેડ કેપ્સૂલનુ પરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

કેપ્સૂલમાં રાખવામાં આવ્યો છે યાત્રીની સુવિધાનો ખ્યાલ
કેપ્સૂલને અપગ્રેડેડ વર્જનમાં યાત્રી સુવિધાઓનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કેપ્સૂલમાં અંતરિક્ષ યાત્રીઓના મિશન કંટ્રોલથી વાત કરવા માટે પુશ-ટૂ-ટોક સિસ્ટમ, દરેક સીટ ઉપર એક નવી ક્રૂ એલર્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી છે.

આ પણ વાંચોઃ-5 રૂપિાયની આ નોટ વેચીને કમાઓ 30,000 રૂપિયા, ફટાફટ ચેક કરો ડિટેલ

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

આ ઉપરાંત કેપ્સૂલમાં અવાજ ઓછો કરવા માટે કુશન લાઈનિંગ અને એર કન્ડિશન અને હ્યુમિડિટી કંટ્રોલ કરનારી સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ન્યૂ શેપર્ડ સંપૂર્ણ પણે ઓટોનોમસ સિસ્ટમ છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કની કંપની સ્પેસ એક્સની બેઝોસની કંપની બ્લૂ ઓરિજિ સાથે સ્પર્ધા છે.
" isDesktop="true" id="1103071" >



વર્ષ 2000માં શરુ થયેલી બ્લૂ ઓરિજિનનું હેડક્વાર્ટર વોશિંગટનમાં છે. જ્યારે મેં 2020માં સ્પેસ એક્સ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી માનવને પહોંચનારી પહેલી ખાનગી બની ચૂકી છે.
First published:

Tags: Jeff Bezos, અમેઝોન