Home /News /business /Business Idea: માત્ર 50 હજારથી શરુ કરો LED બલ્બનો બિઝનેશ, રૂપિયા એટલા મળશે કે ખિસ્સામાં નહિ સમાય

Business Idea: માત્ર 50 હજારથી શરુ કરો LED બલ્બનો બિઝનેશ, રૂપિયા એટલા મળશે કે ખિસ્સામાં નહિ સમાય

આ બિઝનેસ માટે માત્ર 50,000 રૂપિયાની જરૂર રહેશે

Business tips: તમે ખૂબ જ ઓછા ખર્ચે LED બલ્બનો બિઝનેસ શરૂ કરી શકો છો. ઓછા રોકાણ સાથે આ એક ઉત્તમ વ્યવસાય વિકલ્પ છે. જો તમે તેને નાના પાયે શરૂ કરવા માંગો છો, તો માત્ર 50,000 રૂપિયાનું રોકાણ કરીને તેને શરૂ કરી શકો છો. આ કામ માટે તમારે મોટી દુકાનની જરૂર નથી. જો તમે ઇચ્છો તો તમે તેને તમારા ઘરે પણ સરળતાથી શરૂ કરી શકો છો.

વધુ જુઓ ...
  Latest Business Idea: જો તમે પણ કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ઘણી તકો હોય જ છે. આજકાલ સરકાર પણ સ્ટાર્ટ અપ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. વર્તમાન સમયમાં આવા ઘણા બિઝનેસ છે જેને તમે ઓછા ખર્ચે શરૂ કરીને સારા પૈસા કમાઈ શકો છો. આજે અમે તમારા માટે એક બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ એક એવો ધંધો છે જેની માંગ ગામથી શહેર સુધી છે. ચાલો જાણીએ તેના વિષે.

  આ પણ વાંચો:PM Awas Yojana: પીએમ આવાસ યોજના 2022-23 નું નવું લિસ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ

  હાલના સમયમાં LED બલ્બની માંગ ઘણી વધી રહી છે. તેનું કારણ એ છે કે, આ બલ્બ લસારી રોશની આપવામાં સક્ષમ છે અને તેની સાથે વીજળીના બિલ પણ નિયંત્રણમાં આવ્યું છે. આ LED બલ્બના ધંધાને કારણે અનેક લોકોને રોજગારી પણ મળી છે. આ બિઝનેસ માટે સરકાર દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

  આ વ્યવસાય શરૂ કરવા માટે


  તમે ખૂબ જ ઓછા ખર્ચે LED બલ્બનો બિઝનેસ શરૂ કરી શકો છો. જેમાં રૂપિયાનું રોકાણ પણ ખુબજ ઓછું છે. સામાન્ય રીતે નાના પાયે શરૂ કરવા આ બિઝનેસ માટે માત્ર 50,000 રૂપિયાની જરૂર રહેશે. આ કામ માટે તમારે મોટી જગ્યાની જરૂર નથી. જો તમે ઇચ્છો તો તમે તેને તમારા ઘરે પણ સરળતાથી શરૂ કરી શકો છો.

  આ પણ વાંચો:આ ફિલ્મોમાં અભિનેતાઓએ પહેર્યા એટલા મોંઘા વસ્ત્રો કે કિંમત જાણશો તો પગ નીચેથી જમીન ખસી જશો

  અહીંથી લઇ શકો ટ્રેનિંગ


  તમને જણાવી દઈએ કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળ, ઘણી સંસ્થાઓ LED બલ્બ બનાવવાની તાલીમ આપે છે. એલઇડી બલ્બ બનાવવાની તાલીમ દરમિયાન તમને એલઇડીનું બેઝિક, પીસીબીનું બેઝિક, એલઇડી ડ્રાઇવર, ફિટિંગ, ટેસ્ટિંગ, સામગ્રીની ખરીદી, માર્કેટિંગ, સરકારી સબસિડી યોજના અને અન્ય ઘણી બાબતો વિશે જણાવવામાં આવશે. હવે દરેક જગ્યાએ સ્વરોજગાર કાર્યક્રમ અંતર્ગત એલઇડી બલ્બ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે LED બલ્બ બનાવતી કંપનીઓ ટ્રેનિંગ પણ આપે છે. તમે તેમનો સંપર્ક પણ કરી શકો છો.

  આ પણ વાંચો:ફર્ટિલાઈઝર સેક્ટર પર સરકાર મહેરબાન, વધું 1.09 કરોડ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત

   કેટલી કમાણી થશે


  બલ્બના બિઝનેસમાંથી કમાણીની વાત કરીએ તો એક બલ્બ બનાવવા માટે 50 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે અને તે સરળતાથી 100 રૂપિયામાં માર્કેટમાં વહેંચાય છે. એટલે કે તમને એક બલ્બ પર સીધો ડબલ નફો મળશે. ધારો કે જો તમે એક દિવસમાં 100 બલ્બ બનાવો છો, તો તમને 50 રૂપિયાના બલ્બ દીઠ 5000 રૂપિયાની સીધી કમાણી થશે. એટલેકે એક મહિનામાં 1.5 લાખની કામની થશે. જે આજના યુગમાં ખુબ સારી આવક કહી શકાય.


  LED બલ્બ શું હોય


  પ્લાસ્ટિકનો બનેલો આ બલ્બ ટકાઉ હોય છે અને લાંબા સમય સુધી ચાલે છે. પ્લાસ્ટિકને લીધે તૂટવાનું બહુ જોખમ રહેતુ નથી. LED નું પૂરું નામ લાઇટ એમિટિંગ ડાયોડ છે. LED બલ્બનું આયુષ્ય સામાન્ય રીતે 50,000 કલાક કે તેથી વધુ હોય છે, જ્યારે CFL બલ્બનું આયુષ્ય માત્ર 8,000 કલાક સુધીનું હોય છે. તેની ખાસ વાત એ છે કે LED બલ્બને રિસાઇકલ પણ કરી શકાય છે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Business Tips, LED Bulb, Low cost Business Idea

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन