બ્લેકમનીને લઈ મોદી સરકારનું નવું એલાન! હવે થશે આ કાર્યવાહી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

કેન્દ્રની મોદી સરકાર ફરી બ્લેકમની રાખનાર લોકોને એક ફરી અવસર આપી શકે છે

 • Share this:
  કેન્દ્રની મોદી સરકાર ફરી બ્લેકમની રાખનાર લોકોને એક ફરી અવસર આપી શકે છે. વાત જાણે એમ છે કે, નાણામંત્રી નિર્મલા સિતારમને શુક્રવારે બજેટ રજૂ કર્યું. તેમાં તેમણે ઈનકમ ડિક્લેરેશન સ્કીમ 2016ને ફરી ખોલવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ સ્કીમ તેવા લોકો માટે ખોલવામાં આવશે, જેમમે આ સ્કીમ હેઠળ પોતાની હિસાબ વગરની સંપત્તિનો કુલાસો તો કર્યો, પરંતુ નક્કી સમય મર્યાદામાં ટેક્સ, સરચાર્જ અને પેનલ્ટીની ચુકવણી નથી કરી.

  તમને જણાવી દઈએ કે, આ પહેલા ઈનકમ ડેક્લેરેશન સ્કીમ, 2016 કાળુનાણુ રાખનારા લોકો માટે 1 જૂન 2016ના રોજ ખુલી હતી. તેમાં લોકોને નક્કી ફોર્મને ઓનલાઈન અથવા પ્રિંન્ટેડ ફોર્મ ભરીને 30 સપ્ટેમ્બર, 2016ની અડધી રાત સુધી હિસાબ વગરની સંપત્તિનો ખુલાસો કરવાનું કહ્યું હતું. ત્યારે 64275 લોકોએ આ સ્કીમનો ફાયદો ઉઠાવ્યો હતો. કુલ 65250 કરોડની સંપત્તિ જાહેર કરવામાં આવી હતી. આ કેશ અથવા અન્ય રૂપે હતી. આવા લોકોએ આ સંપત્તિ પર 30 ટકાના દરે ટેક્સ ચૂકવવાનો હતો. આના પર 25 ટકાનો સરચાર્જ પણ આપવાનો હતો. આ સિવાય ટેક્સના 25 ટકા પેનલ્ટી તરીકે ચૂકવવાના હતા.

  બજેટમાં આપવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર, બ્લેકમની રાખનારા લોકોએ દર મહિનાના વ્યાજની સાથે બાકીની રકમ ચૂકવવાની મંજૂરી આપવામાં આવશે. તેના માટે સમયની અધીસૂચના સરકાર જાહેર કરશે. તેનો મતલબ છે કે, ઈનકમ ડિક્લેરેશન સ્કીમ 2016માં હિસાબ વગરની સંપત્તિનો ખુલાસો કરનાર લોકોએ ખુદને સાફ-સ્પષ્ટ રાખવા માટે એક વધુ અવસર આપવામાં આવશે.

  બ્લેકમની પર મોદી સરકારનું એલાન - બજેટમાં આવા લોકો દ્વારા ચૂકવવામાં આવતી વધારે રકમને રિફંડનો પ્રસ્તાવ પણ છે. આ મુદ્દે થનારા સંસોધન 1 જૂન, 2016થી લાગૂ માનવામાં આવશે. એક્સપર્ટ જણાવે છે કે, સરકાર ઈનકમ ડિક્લેરેશન સ્કીમ 2016માં પોતાની હિસાબ વગરની સંપત્તિનો ખુલાસો કરનારા લોકોને બીજો મોકો આપી રહી છે.

  - ઈન્કમ ડિક્લેરેશન સ્કિમ 2016નું એલાન વર્ષ 2016ના બજેટમાં કરવામાં આવ્યું હતું
  - આ સપ્ટેમ્બર 2016 સુધી ખુલ્લું હતું. કેટલાએ લોકોએ આ સ્કીમમાં પોતાની હિસાબ વગરની સંપત્તિનો ખુલાસો તો કર્યો હતો, પરંતુ તે ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ચૂકવવાથી ચૂકી ગયા હતા.
  - આ કારણથી તે આ યોજના હેઠળ મળતી માફીથી વંચિત રહી ગયા હતા
  - ફરીથી તે ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ચૂકવી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.
  - સરકાર એ નક્કી કરશે કે આ યોજનાની સંશોધિત જોગવાઈનો લાભ ઉઠાવવાની મંજૂરી કેવા લોકોને આપવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: